1.3.20 to 16.5.21
[11/04/2020, 20:44] Jayantibhai I Parmar: જિંદગીના રંગમંચ પર એનો.. એવો ગજબનો કિરદાર નીકળે.. અંત સુધી તમે જોયા કરો શંકા ની નજરે.. એ અંતે વફાદાર નીકળે.. [13/04/2020, 06:08] Jayantibhai I Parmar: કોમ્પ્યુટરમાં નિત નવાં પ્રોગ્રામથી બહુ પોરસાતા'તા ! મોબાઈલમાં નવી નવી અપડેટથી હરખાતા'તા ! અવકાશ આંબીને શું અહંકાર ઉડ્યો'તો આસમાને ?! નવીન આવિષ્કારો થકી જનીન જીત્યાનો જશ્ન! સત્તાના સતુડીયાને ગમે તેમ ગોઠવી દેવાનો મદ..... ને જગત પર રાજ કરવાને હેરાફેરી ! ભગવાનને પણ અપાતી'તી ચેલેન્જ પર ચેલેન્જ... "મનુષ્ય તું બડા મહાન હૈ" નો દાવો... દરિદ્રોની સેવાના તરકટી ઉત્સવો ને મેળા... એક અદ્રશ્ય વાઈરસે આખી માનવજાતને મૂકી દીધી ફૉરમેટમાં !!! [18/04/2020, 06:23] Jayantibhai I Parmar: તું છાના પગલે આવીશ, હું શોધી શોધીને મારીશ. તું ઘૂસણખોર, હું તને ભગાડીશ. કદાચ ડરાવીશ, હું ડરવાનો નથી. ગભરાવીશ, હું ગભરાવાનો નથી. તું સતાવીશ, હું સામનો કરીશ. તું ખેલી લે ખેલ નફટ્ટાઈના, હું મગ્ન છું ભલાઈ ને ખુદાઈમાં... હું ઓળખું છું તને ચાઈનીઝ દૈત્ય.👹 સરહદ પર ના ફાવ્યો તો છાતીએ આવ્યો. પણ તું સ્હેજે ફાવીશ નહીં.....