Posts

કંઈક છૂટી જતું હોય એમ લાગે છે.

Image
  કંઈક છૂટી જતું હોય એમ લાગે છે ! કંઈક તૂટી જતું હોય એમ લાગે છે ! કર્મ ક/સારણી થૈ પૂર્ણ જોત જોતામાં ! કંઈક રૂઠી જતું હોય એમ લાગે છે ! સાડા ત્રણ દાયકાની સફર અને લગાવ, કોઈક તોડી જતું હોય એમ લાગે છે ! કંઈક કર્યાનો આનંદ છે અદકેરો તોયે, કંઈક ખૂટી જતું હોય એમ લાગે છે ! શેં વેઠાશે શૈક્ષિક પ્રવાહોથી અલિપ્તતા ? કોઈક તોડી જતું હોય એમ લાગે છે ! સમયની ફરિયાદો રહેતી અને આજે ! સમય થંભી જતો હોય એમ લાગે છે ! શું આ જ જીવન ક્રમ કર્મની માયાજાળ ? રીતિમાં કૈંક છૂટી જતું હોય એમ લાગે છે ! હે વ્હાલા વિધાર્થીઓ અને શાળાઓ..., ચિંતા કોક કરી જતું હોય એમ લાગે છે ! સર્જન - ૧૮.૧૧.૨૦૨૪ સમય - ૬.૫૮

નિવૃત્તિ ટાણે સ્વરચિત કાવ્ય

Image
હે ઈશ્વર, દીધેલ જે રોલ બેખૂબી નિભાવી જાણ્યો. ઉજાળી અનેક આતમ, લો હું આ ચાલ્યો... ઝરણું બનીને આવ્યો હતો પાણી પાવા  વિશાળ મહાસાગર બનીને મહાલ્યો ! ઝંપ્યો છું ત્યારે જ જ્યારે કરી છે સૌની ઉન્નતિ. હાથ જેનો જેનો છે મેં ઝાલ્યો ! સેવા હતી કે સ્વાર્થ આ ના કળી શકાયું ! પણ નક્કી કે બન્નેમાં હું અઢળક ફૂલ્યો ફાલ્યો. માનું લખલૂંટ આભાર તારો વિધાતા. ચોક ડસ્ટરથી જે  રીતે તેં મને છે પાલ્યો. હતી ઈર્ષ્યા, કંટાળા, લોભ પ્રલોભનો આળસ ને ઉદ્વેગ,  ને છતાંયે નિષ્ઠાવાન બનીને સુપંથે જ ચાલ્યો ! લો,હવે હું ચાલ્યો... સર્જન તારીખ - ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ સમય - ૪.૪૯

નિત્ય સહાયક જ્યોત માર્ચ 2023

 પૈસો, પુણ્ય અને પરમેશ્વર ● વ્યાખ્યા... ● પૈસો... પૈસો એ માણસની આધુનિક જગતની લેવડ દેવડ અને વ્યવહારો માટેની શોધ છે. એના સ્વરૂપોમાં સમય પ્રમાણે પરિવર્તન આવતાં ગયાં છે. પરંતુ પૈસા માટેની લોભ લાલસા અને એને પામવાની ઉત્કંઠ ઉત્સુકતા આજે પણ પહેલાંના જેવી જ અને અકબંધ છે. પૈસો જીવન જીવવા માટે જરૂરી છે.પૈસાનો વિવેક પૂર્ણ ઉપયોગ માનવીને સુખનો અનુભવ કરાવી શકે છે. ● પુણ્ય...      પુણ્ય એ માનવના કાર્યો અને ગુણો આધારિત તકનું સર્જન છે. માણસ દ્વારા માણસના કલ્યાણ માટે થયેલું કાર્ય પુણ્ય મેળવી આપે છે. માણસના કર્મોના સારા, ઈચ્છનીય અને પરોપકારી પરિણામને આધારે એને પુણ્યનું લેબલ લાગે છે.પુણ્યનો મહિમા અનેરો છે. એ યુગ યુગથી ચાલ્યો આવે છે. પુણ્ય અને પૈસાને સીધો સંબંધ છે. પાપથી કમાયેલો પૈસો પણ પુણ્ય કમાવી આપે છે. જો કે પુણ્ય મેળવવા પૈસો એકમાત્ર સાધન નથી. ● પરમેશ્વર...      પરમેશ્વર એટલે વિશ્વ વિધાતા, સૃષ્ટિના સર્જનહાર, આપણા રક્ષક અને આપણને જીવાડનાર. પરમેશ્વરના નામ અને સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. પૈસો આપનાર પરમેશ્વર જ છે. માણસના પુણ્યો માણસને પરમેશ્વર નજીક રાખે છે અથવા લઈ જાય છે.પુણ્યનો...

કૃષ્ણ કાવ્યો...

 1. કાનુડા વિચારજે ફરી અવતરતા, કે નખરા તારા હવે પોસાય એમ નથી, કોખ તો મળી જશે  અવતરવા, હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી, *અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,* *માખણના મટકા કોઈ ઘરમાંય નથી,* જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે, વૃંદાવનની ટીકીટ મળે એમ નથી, લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં, વાંસળી તો ક્યાંય જડે એમ નથી, *કંસને જો મારે તો ધ્યાન રાખજે,* *સાચાને જામીન  મળે એમ નથી,* નાગદમન તો વિચારતો જ નહીં, એનીમલ રાઈટ્સ તું જાણતો નથી One Sided Love થી ચેતીને ચાલજે, કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી, *આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,* *આમ હજાર નામ હવે ચાલતા નથી,* Website નો તો ખર્ચો છે જ તારે, તને મંદિરમાં કોઈ Search કરતું નથી, *Selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,* *આ જૂના Pose હવે ચાલે એમ નથી,* કાનુડા વિચારજે ફરી અવતરતા, કે નખરા તારા હવે પોસાય એમ નથી. ॥ શુભ સંધ્યા ॥ [19/08, 05:03] +91 99798 93329: ચાલ ને સમયના તાલે તરીએ, લય સંગાથે લહેરીએ, મુક્ત બની ને વિચરીએ, ચાલ ને કૃષ્ણ જેવું કરીએ....! જરકસી જામા ને માથે મુકુટ, પીળું પીતામ્બર અને મોરપીંછની શોભા, હોઠે મૂકી વાસળી,સુર પ્રેમના છેડીએ,  ચાલને કૃષ્ણ જે...

આઝાદી કાવ્યોનો સંગ્રહ...

 [15/08, 05:46] +91 99137 35522: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે.  🇮🇳"લાડકવાયા લડવૈયા"🇮🇳 અમને અમારા વીર શહીદો કાજે દિલમાં પ્યાર  રે...(૨).. સુત-વિત,દારા પરિવાર  ને પોતાનું સૌ ત્યાગે.... માતૃભૂમિની રક્ષા કરવા અડીખમ રહેતા આગે.... આ ધરતીના ગૌરવ માટે સદા રહે તૈયાર રે....અમને..(૧) માતા,વનિતા બહેની ભાલે કરશે તિલક રાતાં... દુશ્મન સામે લડતાં લડતાં વીર સપૂત હરખાતા... ભડવીરોની ગાથાઓ આ જીવનનો ધબકાર રે....અમને...(૨) વીરોની આ પ્રબળ ગાથા થશે ઉજાગર મનમાં... સેવા,સમતા,સુરક્ષાની સરવાણી ઉપવનમાં... થનગનતા યુવાનો ભારત દેશનો આધાર રે...અમને..(૩) ભારત માનાં એ સપૂતને દિલથી સૌ બિરદાવે... કેસરવરણી ખાંભીને પણ નમીએ પૂજન ભાવે... યાદ કરી શહીદોનો આજે કરીએ જય જયકાર રે....અમને..(૪)   @ નૈષધ મકવાણા.                વડોદરા. [15/08, 08:53] +1 (951) 642-8026: રમેશ પટેલ(આકાશદીપ) -    આઝાદ પર્વની અઢળક શુભેચ્છાઓ ..     મતવાલે  થે  ક્રાન્તિ  સેનાની      ધન્ય ધન્ય! સાબરકા પાની       સુનો  સુનો ...