1.3.20 to 16.5.21
[11/04/2020, 20:44] Jayantibhai I Parmar: જિંદગીના રંગમંચ પર એનો..
એવો ગજબનો કિરદાર નીકળે..
અંત સુધી તમે જોયા કરો શંકા ની નજરે..
એ અંતે વફાદાર નીકળે..
[13/04/2020, 06:08] Jayantibhai I Parmar: કોમ્પ્યુટરમાં નિત નવાં પ્રોગ્રામથી બહુ પોરસાતા'તા !
મોબાઈલમાં નવી નવી અપડેટથી હરખાતા'તા !
અવકાશ આંબીને શું અહંકાર ઉડ્યો'તો આસમાને ?!
નવીન આવિષ્કારો થકી જનીન જીત્યાનો જશ્ન!
સત્તાના સતુડીયાને ગમે તેમ ગોઠવી દેવાનો મદ.....
ને જગત પર રાજ કરવાને હેરાફેરી !
ભગવાનને પણ અપાતી'તી ચેલેન્જ પર ચેલેન્જ...
"મનુષ્ય તું બડા મહાન હૈ" નો દાવો...
દરિદ્રોની સેવાના તરકટી ઉત્સવો ને મેળા...
એક અદ્રશ્ય વાઈરસે આખી માનવજાતને મૂકી દીધી ફૉરમેટમાં !!!
[18/04/2020, 06:23] Jayantibhai I Parmar: તું છાના પગલે આવીશ, હું શોધી શોધીને મારીશ.
તું ઘૂસણખોર, હું તને ભગાડીશ.
કદાચ ડરાવીશ, હું ડરવાનો નથી.
ગભરાવીશ, હું ગભરાવાનો નથી.
તું સતાવીશ, હું સામનો કરીશ.
તું ખેલી લે ખેલ નફટ્ટાઈના,
હું મગ્ન છું ભલાઈ ને ખુદાઈમાં...
હું ઓળખું છું તને ચાઈનીઝ દૈત્ય.👹
સરહદ પર ના ફાવ્યો તો છાતીએ આવ્યો.
પણ તું સ્હેજે ફાવીશ નહીં...
કારણ,
હું છું એક ભારતીય 🇪🇬✌.
[24/04/2020, 06:16] Jayantibhai I Parmar: આવ્યો જ છે તું મોક્ષ પામવા મહામારી બની,
મલી જશે તને માનવ થકી.
તું ભેદ છે કે છેદ છે કે છો ને રહ્યો મોતનું તાંડવ,
ફિલહાલ તો તું અમારામાં કેદ છે.
ના કર ગુમાન આટલું,
ના કર અભિમાન...
કાળની ગર્તમાં ગયા છે દટાઈ મહાકાય ડાયનોસોર !
ને તું એક ટપકું બની
કરી રહ્યો સર્જકનું અપમાન !?
દેખ તારી શું થશે દશા,
નહીં મળે તારા સગડ કશાં...
[24/04/2020, 06:20] Jayantibhai I Parmar: દેખ તેરા કહર
રો રહે હૈ કંઈ શહર...
ન આતી તુમકો દયા, ન લાજ, ન શરમ,ન પછતાવા
[25/04/2020, 06:28] Jayantibhai I Parmar: जिन्दगी के दर्द को स्वीकार कर
तुं मानव है बस प्रतिकार कर.
ये कोविड-19 क्या चीज है भला,
मरते दम तक ललकार कर.
वो भी भाग जावे पूँछ पकडके,
ऐसा कोई आविष्कार कर.
कितना सबकुछ दे रहा है कहर,
बस तुं पोजिटिव विचार कर.
आने वाले जाते है जरूर,
ना तुं ज्यादा चित्कार कर.
[26/04/2020, 06:16] Jayantibhai I Parmar: તારો ડર છે,
પણ હિંમત પણ એટલી જ છે.
તારાથી નિરાશ છીએ,
પણ આશા પણ એટલી જ છે.
તારો ખોફ છે,
પણ એટલાં જ ખુદામય છીએ.
તારો કહેર છે,
પણ મસીહાની મહેર છે.
તું કરી લે,
તારાથી થાય એટલું જોર.
અમે કટીબદ્ધ,
અમે બની રહીશું શિરમોર.
[28/04/2020, 06:23] Jayantibhai I Parmar: સમજી ગયો હું કે ખુદા તારો જ છે આ બધો ખેલ
શું તેં જ રેલાવી છે વાયરસથી આ રોકકળની રેલ ?
તને એમ આ મારા બનાવેલાં મુજને શીદ બનાવે ?
બતાવી પરચો ભાન ભૂલેલાંને, તું ના કર ગેલ.
બસ કર નહીં તો અર્થનો અનર્થ થઈ જાશે અને,
શ્રદ્ધા ડગી લોકની તો, તું થાશે તારી કસોટીમાં ફેલ
[28/04/2020, 14:33] Jayantibhai I Parmar: હું કહું એ ખોટું સઘળું, વાલમ કહે એ જ સાચું
અફર અજર આ નિયમ છે તું શાને ચડાવે ડાચું?
લોક કહેતાં ભલે કહેતાં સંસાર રથનાં પૈડાં એક
કાયમ રેલગાડીના પાટા જેવાં અલગ છેકોછેક
દિન કહું તો રાત ગમતી, ને પાકું કહું તો કહે કાચું
હું કહું એ ખોટું સઘળું, વાલમ કહે એ જ સાચું...1
સોરી કહું તો ગુસ્સે થાતી, ગુસ્સામાં શું હરખાતી
ખિસ્સાં ખાલી કરું તો ઝટપટ તૈયાર થાતી
ના ઘડાતી મનની મૂરત,નિત નવાં ઓજારોથી ટાંચુ
અફર અજર આ નિયમ છે તું શાને ચડાવે ડાચું?...2
[28/04/2020, 14:45] Jayantibhai I Parmar: કમ્મર,પાલવ,કાછડો વીંટી કામ કરતી રહે તું ઝાઝું
પત્ની,અમ્મા,ભાભી,દેરાણી,પડોશણ થઈને ઝાંખું
આંખ ખૂલ્યેથી આંખ બંધ થાતાં
જીવતું પુસ્તક વાંચું
હું કહું એ સઘળું ખોટું, વાલમ કહે એ જ સાચું...3
[29/04/2020, 06:15] Jayantibhai I Parmar: तो अहेसास हुआ कि,
ये दर्दनाक विनाश का कारण
तो मैं ही हूँ...
न मान,न मर्यादा...
न रोक,न टोक...
लगी थी हरीफाई तुझसे खुदा ??!!
आदम के अहंकारकी उछलकूद...
...अवकाश सितारे तक !
मूल्योमें आई थी भारी गिरावट !!
मानव सूचकांक हो रहा था '0',
ओर फिर तो तुं रिफ्रेश मंगता ना...🤔!!!
अब मैं सोरी किस मुँह से बोलूं ???
[29/04/2020, 15:17] Jayantibhai I Parmar: માઈક્રોફિક્શન
બેંક બેલેન્સ
20 જુલાઈ 1990. લગ્નની 20મી સાલ ગિરાહ. હજ્જારો વાર સંભળાવતા આવ્યા હતાં આ શબ્દ. I love you.આ શબ્દને ભરોસે આજ અચાનક આવો વિચાર આવ્યો કે લાવ 'એમને' પૂછું. અને પૂછી નાખ્યું..."આપણી બે ની સંયુક્ત કમાણીનું બેંક બેલેન્સ કેટલું?"
જાણે કોઈ ભયંકર અને મોટો અપરાધ કર્યો હોય એમ મોં ચઢાવીને જવાબ..."તારે જાણીને શું કામ છે?"
જવાબો તો ઘણાં હતાં, પણ હમેંશની જેમ મૌન.
[30/04/2020, 06:12] Jayantibhai I Parmar: બસ થંભી, ટ્રેન થંભી,
થંભ્યા વિમાનના પૈડાં.
માણસ થંભ્યો હારી થાકીને,
ઉરમાં પડ્યાં ઉઝરડા.
ચારેકોર સ્તબ્ધતા છવાઈ,
સ્થિરતા ને વળી જડતાં !
જાણે થંભી પૃથ્વી સવાઈ,
કોઈ કોઈને ના અડતાં !
ગતિવિધિઓ થંભી માણસની,
ને કુદરત કરે છે લટકાં.
સૌ સેવકોને સલામ છે સાદર,
પુણ્ય કાર્યો ના અટકા.
સૂરજ ના થંભ્યો, રાત ના થંભી,
કેમ ના થંભ્યા નદીઓના નીર ?
માણસ માટે મોટો કોયડો !
ઉકેલજો થઈને વીર...
[01/05/2020, 06:13] Jayantibhai I Parmar: કોરોના વન લાઈનર....
જે કાલે હતા એ આજે નથી.
અને જે આજે છે એજ આવતીકાલે રહેશે કે કેમ ?
હા.ઘરમાં રહેશો તો શક્ય...
[01/05/2020, 13:31] Jayantibhai I Parmar: 🦚 *ગઝલ સ્પર્ધા* 🦚
✍️ *ચાલો છંદ શીખીએ ગ્રુપ*✍
*Story Mirror.com*
*વિષય ➖ હળવાશ*
*તારીખ ➖25/4/2020*
*આખું નામ* ➖ જયંતીભાઈ આઈ. પરમાર
*તખલ્લુસ* ➖ નિર્દોષી
*જિલ્લો*➖ આણંદ
*Email* ➖ jayantibhai.parmar1@gmail.com
*છંદ*➖?
*બંધારણ*➖ ?
➖➖➖➖➖➖➖➖
ભારેખમ જીંદગીમાં હળવાશ લાવે કોઈ
અમૃત બની અમાસમાં અજવાસ લાવે કોઈ
લાવો તો લ્હાવો લઈ લઉં, લજ્જાઉં ના
લાગણીઓની કુમકુમ લાલાશ લાવે કોઈ
કાયમની કડવાહટને કહી દઉં અલવિદા
નાના રે કણથી પણ નાની, ના કડવાશ લાવે કોઈ
ને પછી મન મૂકીને નાચવું ને ગાવું છે
મરતે દમ તકની મોકળાશ લાવે કોઈ
વ્યસ્તતાને મૂકીને લૉક ડાઉનની ભીતરમાં
માપી લઉં જાતને,નખશિખ નવરાશ લાવે કોઈ
➖➖➖➖➖➖➖➖
[02/05/2020, 06:58] Jayantibhai I Parmar: You go or not go away,
I will walk through this May.
You become death's bay,
I will become hopes' ray.
You are dangerous to play,
I will follow my home stay.
You die or be monster may,
I am keeping my prayers say.
The fine you have to pay,
By beaing a particle of clay.
[02/05/2020, 18:11] Jayantibhai I Parmar: ખબર છે તને મને ગમે છે એમ
જેમ તું મારામાં રમે છે એમ
ઘરના ચાર ખૂણા પણ ઓછાં પડે
તું ભીતરમાં જ ભમે છે એમ
બીજું કોઈ જીવતું હશે આ મુજબ
જેમ જીવીએ છીએ અમે છે એમ ?
ને નમી જાઉં હું સાવજ થઈને
પીવાને પાણી એ નમે છે એમ
ઢળતાં સૂરજનો પણ એ જ સંદેશો
ઢળી જવું સંધ્યા જેમ ગમે છે એમ
[06/05/2020, 06:59] Jayantibhai I Parmar: ન દેખાય તું,
ન સંભળાય તું,
ન રૂપ પરિપૂર્ણ,
ન નિર્જીવ કે અપૂર્ણ...
છતાં તારી કલાકારી ચાલુ...
કૂટનીતિ શા કોયડા જેવી !
ખુદા બનવા નીકળ્યો છે ?
કે ખુદાની કસોટી ?!
કે હરીફાઈ ખુદાથી ?!
તણખો : મહાકાયોના યુદ્ધમાં મામૂલીનો અકારણ નાશ...
[08/05/2020, 06:57] Jayantibhai I Parmar: શા માટે માત્ર એને જ લોક માની રહ્યાં છે દોષિત ?! 🤔
આપણ એક એકની ગાથા ને જીવનશૈલી ઓછી છે કલુષિત ?! 🤨
શું એની જાતે થયા છે કુદરત, માનવ, લાગણી, સંબંધો પ્રદૂષિત ?🤭
પાપ ન ઘટશે ને મનેખ ન સુધરશે,
ત્યાં લગ આ કોપ રહેશે શું તૃષિત ?😓
"પંથ મારાએ ચાલો,ને નિજને અજવાળો,"
- ઊક્તિ આ છે ઈશ્વર ઘોષિત...🙏
[13/05/2020, 15:57] Jayantibhai I Parmar: માઈક્રો ફિક્શન 2
લૉક ડાઉન
લૉક ડાઉન એક, બે, અને ત્રણ...સાત સભ્યોના પરિવારની દિનચર્યામાં મોટા મશ ફેરફારો, પરિણામે માલતીને ભાગે પણ સૌ સભ્યોની સેવાની મશમોટી જવાબદારી...સવારથી માંડીને સાંજ સુધી સૌ પોત પોતાની મળેલી મોકળાશ અને સ્વતંત્રતાના સદઉપયોગ પાછળ ઘેલાં થઈ જતાં...અને ઓર્ડર પર ઓર્ડર...
પતિ- માલતી બીજી એક વાર ચ્હા પીવડાવી દે ને...
સસરા- વહુ બેટા, ઘર વળાઈ ગયું હોય તો ઘડીક આડો પડું.
સાસુ-પૂજાની સામગ્રી તૈયાર કર તો...મંદિર ગયા વગર નહીં ચાલે...છો લોકો બૂમો પાડે સોશ્યલ ડીસ્ટન્સીંગની...
દીકરો, દીકરી, દિયર...સૌ અનુકૂળતા મુજબ માલતીનો ઉપયોગ કરી લેતાં...
માલતી વિચારતી કે આ લૉક ડાઉનની અસર આમ જ રહેવાની હોય તો નથી જોઈતું લૉક ડાઉન ચાર...
[15/05/2020, 18:10] Jayantibhai I Parmar: પરથમ પ્રણામ મારા દાક્તરજીને કહેજો
જીવને જોખમે જીવ સાચવ્યા જી રે
બીજાં પ્રણામ ભોળી પરિચારિકાને કહેજો
પરિવારજનોની જેમ પેશન્ટો સંભાળ્યાજી રે
ત્રીજા પ્રણામ પેલાં પોલીસવાળાને કહેજો
પાગલ શી પ્રજાને
[27/06/2020, 08:02] Jayantibhai I Parmar: ગુરૂ અને ગુગલ વચ્ચે સ્પર્ધા ચાલી, ઠોકો તાલી
ગુરૂ અમૃત, ગુગલ વિષની પ્યાલી,
ઠોકો તાલી
કોઈ કહે ગુરૂ મોટો, કોઈ કહે ગુગલમાં જ ફોટો
કોઈ ચૂમે ગૂગલને,ગુરૂને દે ગાલી,
ઠોકો તાલી
કરી કમાલ ગુગલે જ્ઞાનનો ભંડાર બની ?
શું ગુરૂ થયો કંગાલ ને ખાલી ? ઠોકો તાલી
[01/07/2020, 22:42] Jayantibhai I Parmar: ગુરૂ ગુગલ દોનો ખડે, કિસકો લાગુ પાય
બલિહારી ગુગલ દેવકી,જિસને ગુરૂ દિયો બતાય
ગોવિંદ બિચારો શું કરે? ગૂગલ કા જમાના હૈ
લખવાની તો વાત જ ચાલી,કોપી પેસ્ટ શું કરી છે બેહાલી ?! ઠોકો તાલી
[05/07/2020, 06:11] Jayantibhai I Parmar: બે પૈડાની સાયકલ મારી,
જીવનરથ સરીખી
અસવાર થઈને નીકળું જ્યારે,
ઉડતી આનંદ લહેરખી
એકલો હોઉં તો હાલક ડોલક,
તું હો તો બેલેન્સ રહેતું
જોડે જોઈને "શું જોડી છે !"
એમ જગ આખું યે કહેતું
તને બોલાવવા ઘંટડી જ સારી,
ના ચિઠ્ઠી ના ચબરખી
બે પૈડાની સાયકલ મારી,
જીવનરથ સરીખી ...1...
[05/07/2020, 06:34] Jayantibhai I Parmar: બે ચહેરાનું સ્મિત છલોછલ,
લાલ લાલ લાગણીઓથી મહેંકે
સમીર સંગે સરરર સરરર,
દિલડાં આપણ મયૂર જેમ ગહેંકે
મન ભરીને માણી લઈએ
રોમાંચક આ સવારી
છો કતરાય કૂકડો, ભેંસ ભલે ભાંભરતી
અસવાર થઈને નીકળીએ જ્યારે
ઉડતી આનંદ લહેરખી...2...
[12/07/2020, 13:28] Jayantibhai I Parmar: નર્સ, નદી કે મહેતી
હું સદાય રહું છું વહેતી
સરિતા સરખી , લોકમાતા શી
કિનારાને કિસ્મત હું કહેતી
સેવાની હું ભેખધારી પણ
ભિખારણથી કમ ન રહેતી
પુણ્યના કામ હું કરતી
પાપોનો ભાર હું સહેતી
ફુલ બનું ને ફોરમ બનું
તોય થાય ફજેતી
ઝોળી,ટીફીન કે ફાનસ
રાખી હાથમાં રાખું સાવચેતી
કીચન,કડિયાકામ કહો કે
હળ જોડી કરતી ખેતી
[12/07/2020, 13:32] Jayantibhai I Parmar: બોજ ઉઠાવું કામનો ભારે
કોઈને કાંઈ ના કહેતી
[12/07/2020, 13:35] Jayantibhai I Parmar: મા બની મહામાનવ બનું
ને પત્ની તરીકે રહું રોતી
રોલ પ્રમાણે ન્યાય આપતી
બેટી કહેતાં બુચકી લેતી
[12/07/2020, 13:37] Jayantibhai I Parmar: કાછડો વાળું, હૈડિયો કાઢું
સૌને જીવન દાન દેતી
[12/07/2020, 13:40] Jayantibhai I Parmar: મન મક્કમ કરીને નીકળ્યાં પછી
હું પાછું વળીને ના જોતી
[12/07/2020, 13:43] Jayantibhai I Parmar: ઈશ્વર તારો આભાર માનું
યુગ યુગ રાખી તેં મહેંકતી
[14/07/2020, 05:45] Jayantibhai I Parmar: અહીં હાસ્ય સાચાં અને
જોક ખોટાં હોઈ શકે !
અહીં લાગણીઓ સાચી પણ
લોક ખોટા હોઈ શકે !
અહીં સરનામા સાચા અને
લૉક ખોટાં હોઈ શકે !
અહીં ધૂતારા સાચાં પણ
સિતારા ખોટાં હોઈ શકે !
સાચવીને ચાલજે ઓ માનવી...
અહીં હૈયાં હોય સાચાં અને
ચહેરા ખોટાં હોઈ શકે !
અહીં 'દાનવો' સાચાં પણ
દેવો ખોટાં હોઈ શકે !
[18/07/2020, 21:40] Jayantibhai I Parmar: કુદરત બધી છે ક્રૂર, ભાઈ, કુદરત બની છે ક્રૂર
નદીમાં આવ્યા પૂર, ભાઈ, નદીમાં આવ્યા પૂર
[18/07/2020, 21:44] Jayantibhai I Parmar: જાવું અમારે દૂર, ભાઈ, જાવું અમારે દૂર
ભલેને આવ્યા પૂર,ભાઈ, ભલેને કુદરત ક્રૂર
[18/07/2020, 21:48] Jayantibhai I Parmar: નીકળ્યા હામ ભીડીને, નીકળ્યા હાથ થામીને
[18/07/2020, 21:49] Jayantibhai I Parmar: પહોંચીશું મંઝિલ જરૂર, ભાઈ, પહોંચીશું મંઝિલ જરૂર
[19/07/2020, 06:11] Jayantibhai I Parmar: ચિંતા, ઉચાટ ઉરમાં છે પણ જાશું નક્કી
સહાય, સદભાવ ઉર,ભાઈ મદદ, મંગલ ઉર
[19/07/2020, 06:16] Jayantibhai I Parmar: મેલી વિટંબણાઓ આ કાંઠે પાર કરશું
પામશું નવીન નૂર,ભાઈ, પામશું નવીન નૂર
[19/07/2020, 06:20] Jayantibhai I Parmar: તન થાકેલાં પણ મન મજબૂત છે અમારાં
ભલેને રહ્યાં મજદૂર, ભાઈ અમે રહ્યાં મજદૂર
[19/07/2020, 06:27] Jayantibhai I Parmar: ન આશ છે સરકારી સહાયની, ન પૈસો અમ પાસ
ડીલ-દિમાગ નકુર ભાઈ,પાર ઉતરશું પૂર
[25/07/2020, 21:48] Jayantibhai I Parmar: આ છેડે હું ને સામે ઉગ્યો તું
મોત મારું તારા હાથે કે શું?
તે જ મને ઉગાડીને પોષ્યો,
પાળ્યો, ને હવે કરીશ છૂ ?!
તારા થકી લીલું હતું, ને હવે
તારા જ થકી કાળું-ફિક્કું હું
તું ઉગતો ને હું હરખાતું નિત
આજે ઈચ્છું કે તને લાગે લૂ !
તું મારામાં રસ બનીને જીવતો
ને છતાંયે કેમ બાળી મૂકતો ભૂ
ક્રૂર કિસ્મતના ખેલ નિરાળા, જે
વસતાં ડાળ ડાળ
[31/07/2020, 19:56] Jayantibhai I Parmar: राखी एक बंधन है पवित्र, न दोरा न धागा ।
राखी के अभिषेक से कितना प्यार जागा ! ...
आज आई है रक्षा बनके
प्यार बांटने भाई से,
बनके रहेंगी ढाल बनके,
बचायेंगी हर कसाई से ।
राखी है सच्चा बंधन, झूठ सबकुछ भागा ।
राखी के अभिषेक से कितना प्यार जागा !.....1
न स्वार्थ से बांधा भैया,
न लोभ से बांधा भैया,
प्यारका ये अमूल्य बंधन,
बड़े प्यार से बांधा भैया ।
तुं रहे सदा सलामत, ईतना ही तो मांगा !
राखी एक बंधन है पवित्र, न दोरा न धागा ।
[03/11/2020, 14:45] Jayantibhai I Parmar: છીએ આપણે એકમેકને સંગ સુનિતા
તેથી જીંદગીના જીત્યા છે જંગ સુનિતા
ચડતી પડતી ઢાળ ઉતરતી રહી મજલ
ચોમેર કેટ કેટલા જોયાં છે રંગ સુનિતા
ખિસ્સાં ખાલી હો કે ભરેલાં ચલતે રહે
કભી હતાશ, કભી નિરાશ ને તંગ સુનિતા
શૂન્યમાંથી કર્યું સર્જન ને સિદ્ધિને શિખર
જીંદગી જોઈને થઈ રહી છે દંગ સુનિતા
ક્યાં ધાર્યું'તું કે આવી અમુલખ ભેટ હશે ?!
ચરણે ધરી અર્પણ કર્યા બે બે નંગ સુનિતા
[13/11/2020, 06:53] Jayantibhai I Parmar: *શીર્ષક - છગનની જાન*
લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું
આવી જાન આભથી નીચે, જાણે લગન જેવું
વૃક્ષોએ ઉડાડ્યાં છે રંગ અને આનંદની છોળો
પહાડો નાચે છે જુઓ હાથોમાં છે ગન જેવું
અઠ્ઠાવીસ જોજનો દૂરથી આવી જાન તો
હાથમાં હાથ પરોવીને એકમેકમાં મગન જેવું
પૃથ્વીનો આ પરિઘ ને વચાળે પ્રેમમય જીવન
ખન્ ખન્ ખણક્યા કરશે કાયમ કંગન જેવું
શું ફેર પડે છે સ્થાનથી ? વચન દઈએ પાક્કું
બાયડન પણ નહીં જીવે આપણાં છગન જેવું
જયંતીભાઈ આઈ.પરમાર "નિર્દોષી"
[04/12/2020, 07:28] Jayantibhai I Parmar: મારી રીત નથી ગમતી
મારી જીત નથી ગમતી
જે કંઈ છે, જેવી છે
મારી પ્રિત નથી ગમતી
કર શંકાઓ કાયમ તું
કરું સાબિત નથી ગમતી
કરું કાંઈ અપડેટ તો જ્યારે
FBની ભીંત, નથી ગમતી
છે આદત જન સેવાની
વસે હૈયે હિત,નથી ગમતી
[01/04, 14:38] Jayantibhai I Parmar: એકમેકને હંફાવવાની શી હોડ ચાલે છે અહીં
જ્યાં જુઓ ત્યાં લાગણીના તોડ ચાલે છે અહીં
વૃક્ષો સૌ આટોપીને બેઠાં છે છાના માના છાંયડે
ને દ્રૃત ગતિ મારગ પર નાનેરાં છોડ ચાલે છે અહીં
કમૂરતા હો કે કિસ્મત પણ કુટુંબની આગળ જો ને
કૂમળી કો' કન્યાના કોડ ચાલે છે અહીં ?
વેરાતું માખણ મટકીમાંથી,ધૂળ ભેગું થાતુ
જાતું ના કો' મુખે ને ફોડમફોડ ચાલે છે અહીં
થંભી ગયા સૌ વાહનો ને ગતિશીલ પૈડાં ચૂપ
લાગે છે કે હું ઊભોને આ રોડ ચાલે છે અહીં
ત્રણ એક્કા લઈને ઊભો જો દરિદ્ર એક ખૂણામાં
કલર તો કલર પણ સાદી જોડ ચાલે છે અહીં
એક જ આશ લઈને બેઠો છું તારે દ્વારે ઓ ખુદા
તે કહેલું કે નવીન આ વિશ્વનું અપલોડ ચાલે છે અહીં
[22/04, 12:22] Jayantibhai I Parmar: ખુદા તારી ખુરશી ભયમાં છે હવે
કોરોના ભયંકર લયમાં છે હવે
નહોતો આટલો ઘાતક જન્મ ટાણે
વિચારજે છે એ પાકટ વયમાં હવે
હતો શરૂમાં માણસના વિલયમાં જે
કરે છે પ્રહાર ગર્ભના ઉદયમાં હવે
આમ તો જામે છે ફેફસાં મહીં એ
કરે છે પરોક્ષ પ્રહાર હ્રદયમાં હવે
બોલાતી હતી જે તારા નામની
જોખમ છે તારી "જય"માં હવે !
[16/05, 18:40] Jayantibhai I Parmar: આમ તો તરસે મરે છે
તોય ત્યાં રસ ઝરે છે !
આમ તો છે જોડે સાવ
પણ એ એનાં ઘરે છે
આમ તો શરમાઈ જાય
તોય ખોલીને ધરે છે !
આમ ખાલી થઈ જાય
મને પૂરેપૂરો ભરે છે !
આમ તો જીવતી લાગે
મારા વિણ એ મરે છે
કોમલ નામની અપ્સરા
મારી ચોમેર ફરે છે
5.5.21 14.26
Comments
Post a Comment