Posts

Showing posts from December, 2019

મૃત્યુનું લાઈવ ટેલીકાસ્ટ...

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ ટેલીકાસ્ટ થવું જોઈએ, ને કાં તો જીવતા હોઈએ ત્યારે મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ. કોણ આવશે પ્રસંગમાં ? કોણ મને અડશે ? કોણ કેટલું રડશે ? એ સમયે જો હું જ નહિ હોઉં, તો યાર મને ખબર કેમ પડશે ? ઈશ્વરની બાજુમાં બેસીને FULL HDમાં મારે મારું મૃત્યુ જોવું છે, મારા જેવો માણસ મરી ગયો, એ વાત પર મારે પણ થોડું રોવું છે. કેટલાક ચહેરાઓ છેક સુધી ધૂંધળા દેખાયા, એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે. ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન અને ઘરના અરીસાઓ મારે સાફ કરવા છે. જેમને ક્યારેય ન કરી શક્યો, એવા કેટલાક લોકોને જતા પહેલા મારે માફ કરવા છે. મને અને મારા અહંકાર બંનેને, મારે જમીન પર સૂતેલા જોવા છે. મારે ગણવા છે કે કેટલા કટકાઓ થાય છે મારા વટના ? મારે પણ જોવી છે, મારી જિંદગીની સૌથી મોભાદાર ઘટના. આમ કારણ વગર કોઈ હાર પહેરાવે, એ ગમશે તો નહિ. પણ તે સમયે એક સેલ્ફી પાડી લેવી છે. ગમતા લોકોની હાજરીમાં કાયમ ને માટે સૂતા પહેલા, એક વાર મારે મારી જાતને જગાડી લેવી છે. એક વાર મૃત્યુનું રિહર્સલ કરવું છે. હે ઈશ્વર, કાં તો તું મૃત્યુ ફોરકાસ્ટ કર. ને કાં તો...

કોઈ...

કશેક અટકું છું...      તો ઈશારો આપે છે કોઈ, કશેક ભટકું છું...      તો સાથ આપે છે કોઈ. ઈચ્છાઓ...      એક પછી એક,                     વધતી રહે છે. દર વખતે ...       ઠોકરખાધા પછી,                હાથ આપે છે કોઈ. આભને આંબવા...       હાથ ઉઠાવું છું ક્યારેક, તો આભને...       નીચું કરી આપે છે કોઈ., હે ઈશ્વર...     તું જે આપી શકે છે ,         ક્યાં આપી શકે છે કોઈ

કચ્છી કવિતાઓ...

1. માધુ આય મધુવનમેં ****************** હી ડિઠો, હી વિઠો, લગે મિઠો         માધુ આય મધુવનમેં. માધુ આય ભાસા ભવનમેં.     માધુ બાપા, પંધમેં સૂરા,     વરે કઈંધા સૉ સૉ  પૂરા. માધુ આય કચ્છીએં જે મનમેં.               માધુ આય મધુવનમેં. હિકડો માધુ  ગોપી વારો, હી આય માધુ ટોપી વારો.       માધુ આય કચ્છી કવનમેં        માધુ આય મધુવનમેં. કૅરક લજે નારાણ સરવરમેં, મિણીયાં મૉર ઉભીએ અવસરમેં.         માધુ આય શારદા સ્તવનમેં.            માધુ આય મધુવનમેં. લગે ધૂણી વારો અવધૂત, માં બોલીજો નિવડ્યો દૂત.     માધુ આય અખરેંજે અખેવનમેં              માધુ આય મધુવનમેં. હી ડિઠો,  હી વિઠો, લગે મિઠો        માધુ આય મધુવનમેં....                       ગુલાબ દેઢિયા આદરણીય કવિ શ્રી માધવ જોશી તમને ભાવપૂર્વક વં...

ભેદ...

પુરુષ અને સ્ત્રી બંને પ્રેમ કરે છે,  પણ બંનેની પ્રકૃતિમાં રહેલો ભેદ કેટલી સહજતાથી અહીં દર્શાવ્યો છે, રચયિતાનું નામ મને નથી ખબર પણ જાણે કોઈ સ્ત્રીએ લખ્યું હશે એવું જ લાગે. મારું અનુમાન સાચું હતું.. લેખિકાનું નામ છે.. દીપ્તિ મિશ્રા           सुनहरी मछली ! बात है तो विचित्र किन्तु फिर भी है ! हो गया था 'प्रेम' एक पुरुष को एक सुनहरी मछली से ! लहरों से अठखेलियाँ करती, बलखाती ,चमचमाती मछली भा गई थी पुरुष को ! टकटकी बाँधे पहरों देखता रहता वह उस चंचला की अठखेलियाँ ! मछली को भी अच्छा लगता था पुरुष का यूँ निहारना ! बन्ध गए दोनों प्रेम- बंधन में ! मिलन की आकांक्षा स्वाभाविक थी ! पुरुष ने मछली से मनुहार की-- "एक बार,सिर्फ़ एक बार जल से बाहर आने का प्रयत्न करो " प्रिय-मिलन की लालसा इतनी तीव्र थी कि भावविव्हल हो - मछली जल से बाहर आ गई छटपटा गई,बुरी तरह से छटपटा गई किन्तु अब वह प्रियतम की बाँहों में थी ! प्रेम की गहन अनुभूति में ...... कुछ पल को---- सारी तड़प,सारी छटपटाहट जाती रही ! एकाकार हो गए दोनों ! ये प्रेम की पराकाष्ठा थी ! तृप्...
ભાભા ઢોર ચારતા નથી, ચપટી બોર લાવતા નથી. છોકરાઓને સમજાવતા નથી, છોકરાઓ હવે રીસાતાં નથી. આડાઅવળા સંતાતા નથી, ને ક્યાંય છોલાઈને આવતા નથી. માડી વાર્તા કહેતા નથી, ને વાર્તા કોઈ સાંભળતા નથી.  કોઈ કોઈની સામું જોતા નથી, ને કોઈ કોઈને ઓળખતા નથી. એકબીજાને કનડતા નથી, કે લાડ પણ કોઈ કરતા નથી. નિરાંતે ખાતા પીતા નથી, બસ મોબાઈલ હેઠો મૂકતા નથી. બોલો મોબાઈલ દેવની જેય.....

ગીતા જયંતી (હું)

સમગ્ર જગતને માર્ગદર્શન આમનાર *મા ગીતાને* જન્મ દિવસની શુભેચ્છાઓ... વેદોનો વિશ્વાસ છે ગીતા.. ઋષિઓ કેરી આશ છે ગીતા... રમતા રમતા જીવન જીવું.. એ કાવ્યનો પ્રાસ છે ગીતા... નાચે માથે લઇને ઇમરસન.. સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા... જન્મદિવસ જેનો માણીએ.. ગ્રંથોમાં એક ખાસ છે ગીતા... ખેતર છે આ જીવન મારું.. ને વાવણીનો ચાસ છે ગીતા.. જીવ જગત ને જગદીશ તણી.. ઓળખ આપતો પાસ છે ગીતા... છે જવાબ "જગત"ના પ્રશ્નોના .. કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા...