Posts

Showing posts from October, 2019

દીકરી ના હોવાના વિયોગના ગીતો...

1. કે ઘર મારૂ ખાલી લાગે ને જીંદગી શું ઠાલી લાગે ઘરનો ઘૂઘવાટ ને ઘરધણી શા ઘાટા ઘરના ખૂણે ખૂણે  ઘેરી વળ્યા ઘોર સન્નાટા કે ઘર મને અવાવરૂ લાગે ને ઘરમાં કેવું અકારુ લાગે...1 પલ પલમાં ભાસતી ભીંતે ભીંતે છોડી તને જગમાં મેં બીતે બીતે કે રોજ આ દલડું ભારી લાગે ને મોજ મારી સૌ મારી લાગે...2 સૂના આંગણિયા ને સૂના ઘરના ખૂણા તુજ વિન મોંઘેરા ભોજન લાગે અલૂણા કે જીવ મારો ઉચાટી ભાસે વારે ઘડીએ તુજ ભણી નાસે...3 આંખમાં અંજપો ને મનમાં ચિંતા તારા જવાથી આવ્યા બેઉ ઓચિંતા કે મન મારૂ  બ્હાવરુ લાગે ને મન મારૂ હવે ક્યાંય ન લાગે...4 (17.10.19,   00.09) 2. ન જાણે કેટલા ધબકાર ચૂકી આવ્યો હું મારી સાક્ષીને જોબ પર મૂકી આવ્યો મજબૂત મનોબળ ને મન મક્કમ છતાં મનની નબળી કડીઓ સમક્ષ ઝૂકી આવ્યો ફરિયાદો હતી એના વિષેની જે જે મોકળા મનથી માફદાનીમાં થૂંકી આવ્યો કારકિર્દીનું વાવેતર શરૂ કરવાને એનું જગ જમીન પર બી ફૂંકી આવ્યો હર ઘડી વિચારોમાં ને સરે છે સપનામાં શા માટે હાથે કરીને શૂળ ભોંકી આવ્યો ? [14.10.19, 23:17] 3. સૂના આ આંગણ ને સૂના આ ઓરડા તારા વિના શકુ, શા કામના આ ખોરડા ...

કોક માટે જીવવું....

ક્યાં લાગે છે વાર સમય ના પડાવો બદલાતા, જોતજોતામાં અજવાળા ને અંધકાર માં  બદલાતા મેં દીઠા. આજ મધ્યાને તપે છે સૂરજ તો શીદ ને ગુમાન છે, ઘડીકમાં કાળ ની થપાટ ખાઇ બેવડ વળી જતા ઘણાને મેં દીઠા. કિર્તી-કલદાર ના નશામાં ભાન ભૂલેલા કંઇક ને આજ ભવ માં દરદર ની ઠોકરો ખાતાં પણ દીઠા. મઝા તો ત્યારે છે કે સત્તા-કિર્તી-માન મરતબો કદમ ચૂમે અને માણસ  જમીન થી જોડાયેલો રહે. બાકી ઝાઝા બધા તો સહેજ માં ફૂલાઈને ફાળકો થતા મેં દીઠા. પોતાના સ્વાર્થ માટે જીવતા તો હજાર છે જગમાં 'દેવ', કોકને સુખી કરે , કોકના માટે જીવતા તો જવલ્લે જ મેં દીઠા. 20.10.19

समुद्र मंथन ...

सीधे-सीधे किसी को अमृत (परमात्मा) नहीं मिलता। उसके लिए पहले मन को विकारों को दूर करना पड़ता है तथा अपनी इंद्रियों पर नियंत्रण करना पड़ता है।  समुद्र मंथन में 14 नंबर पर अमृत निकला था। इस 14 अंक का अर्थ है ये है 5 कमेन्द्रियां, 5 जनेन्द्रियां तथा अन्य 4 हैं- मन, बुद्धि, चित्त और अहंकार।  इन सभी पर नियंत्रण करने के बाद में परमात्मा प्राप्त होते हैं। 1- कालकूट विष...... समुद्र मंथन में से सबसे पहले कालकूट विष निकला, जिसे भगवान शिव ने ग्रहण कर लिया। इससे तात्पर्य है कि अमृत (परमात्मा) इस इंसान के मन में स्थित है।  अगर हमें अमृत की इच्छा है तो सबसे पहले हमें अपने मन को मथना पड़ेगा। जब हम अपने मन को मथेंगे तो सबसे पहले बुरे विचार ही बाहर निकलेंगे। यही बुरे विचार विष है। हमें इन बुरे विचारों को परमात्मा को समर्पित कर देना चाहिए और इनसे मुक्त हो जाना चाहिए। 2- कामधेनु..... समुद्र मंथन में दूसरे क्रम में निकली कामधेनु। वह अग्निहोत्र (यज्ञ) की सामग्री उत्पन्न करने वाली थी। इसलिए ब्रह्मवादी ऋषियों ने उसे ग्रहण कर लिया। कामधेनु प्रतीक है मन की निर्मलता की।   विष निकल जाने के बा...

चौरासी लाख योनियों का रहस्य ...

हिन्दू धर्म में पुराणों में वर्णित ८४००००० योनियों के बारे में आपने कभी ना कभी अवश्य सुना होगा। हम जिस मनुष्य योनि में जी रहे हैं वो भी उन चौरासी लाख योनियों में से एक है। अब समस्या ये है कि कई लोग ये नहीं समझ पाते कि वास्तव में इन योनियों का अर्थ क्या है? ये देख कर और भी दुःख होता है कि आज की पढ़ी-लिखी नई पीढ़ी इस बात पर व्यंग करती और हँसती है कि इतनी सारी योनियाँ कैसे हो सकती है।  कदाचित अपने सीमित ज्ञान के कारण वे इसे ठीक से समझ नहीं पाते। गरुड़ पुराण में योनियों का विस्तार से वर्णन दिया गया है। तो आइये आज इसे समझने का प्रयत्न करते हैं।  सबसे पहले ये प्रश्न आता है कि क्या एक जीव के लिए ये संभव है कि वो इतने सारे योनियों में जन्म ले सके? तो उत्तर है - हाँ। एक जीव, जिसे हम आत्मा भी कहते हैं, इन ८४००००० योनियों में भटकती रहती है। अर्थात मृत्यु के पश्चात वो इन्ही ८४००००० योनियों में से किसी एक में जन्म लेती है। ये तो हम सब जानते हैं कि आत्मा अजर एवं अमर होती है इसी कारण मृत्यु के पश्चात वो एक दूसरे योनि में दूसरा शरीर धारण करती है।  अब प्रश्न ये है कि यहाँ "योनि" का अर्थ क्य...