દીકરી ના હોવાના વિયોગના ગીતો...
1.
કે ઘર મારૂ ખાલી લાગે
ને જીંદગી શું ઠાલી લાગે
ઘરનો ઘૂઘવાટ ને ઘરધણી શા ઘાટા
ઘરના ખૂણે ખૂણે ઘેરી વળ્યા ઘોર સન્નાટા
કે ઘર મને અવાવરૂ લાગે
ને ઘરમાં કેવું અકારુ લાગે...1
પલ પલમાં ભાસતી ભીંતે ભીંતે
છોડી તને જગમાં મેં બીતે બીતે
કે રોજ આ દલડું ભારી લાગે
ને મોજ મારી સૌ મારી લાગે...2
સૂના આંગણિયા ને સૂના ઘરના ખૂણા
તુજ વિન મોંઘેરા ભોજન લાગે અલૂણા
કે જીવ મારો ઉચાટી ભાસે
વારે ઘડીએ તુજ ભણી નાસે...3
આંખમાં અંજપો ને મનમાં ચિંતા
તારા જવાથી આવ્યા બેઉ ઓચિંતા
કે મન મારૂ બ્હાવરુ લાગે
ને મન મારૂ હવે ક્યાંય ન લાગે...4
(17.10.19, 00.09)
2.
ન જાણે કેટલા ધબકાર ચૂકી આવ્યો
હું મારી સાક્ષીને જોબ પર મૂકી આવ્યો
મજબૂત મનોબળ ને મન મક્કમ છતાં
મનની નબળી કડીઓ સમક્ષ ઝૂકી આવ્યો
ફરિયાદો હતી એના વિષેની જે જે
મોકળા મનથી માફદાનીમાં થૂંકી આવ્યો
કારકિર્દીનું વાવેતર શરૂ કરવાને એનું
જગ જમીન પર બી ફૂંકી આવ્યો
હર ઘડી વિચારોમાં ને સરે છે સપનામાં
શા માટે હાથે કરીને શૂળ ભોંકી આવ્યો ?
[14.10.19, 23:17]
3.
સૂના આ આંગણ ને સૂના આ ઓરડા
તારા વિના શકુ, શા કામના આ ખોરડા
ઓલું કીચન છે સુનું ને તને વાસણો બોલાવે
જ્યુસની આ બોટલો તારી સમીપ લઈ આવે
સૂના પડ્યાં સૌ ભેંકાર ને વિરહના શેરડા
સૂના આ આંગણ ને સૂના આ ઓરડા
કે મને મારી શકુ વહાલી લાગે
ને મને મારી શકુની યાદ સતાવે...1
ચિત્રો,રંગો ને નખ-રંગોની ડબ્બીઓ કરે ઘૂઘવાટ
શકુને શોધવા ને નિંજરીમાં રઝળપાટ
ખૂણે ખૂણે ખાલીપાના કોણે ભર્યા શેરડા
તારા વિના શકુ, શા કામના આ ખોરડા
કે મને મારી શકુ વહાલી લાગે
ને મને મારી શકુની યાદ સતાવે...2
સોફાઓ શાંત ને શયનખંડમાં સન્નાટો
અદ્રશ્ય છે અમારી ભૂલો માટેનો તારો ઘાંટો
કાળચક્રમાં કારકિર્દીના કોણે વીંઝ્યા કોરડા?
સૂના આ આંગણ ને સૂના આ ઓરડા
કે મને મારી શકુ વહાલી લાગે
ને મને મારી શકુની યાદ સતાવે...3
(8.11.19, 06.07)
4.
હર પલ, હર ઘડી તારી યાદ સતાવે
યાદ તારી ઉંબરે ચડીને વારેવારે બોલાવે
તારા વિના આ સમિયાણો સૂનો, ને સૂની ઘરની ચોખાટ
ખબર છે તું નહીં આવવાની, તોય આંખ્યુ જુએ છે વાટ
ભાઈલો ભીડાવે ને માડીને તું બહુ ભાવે
ખામોશી ખમીને ખુશ દેખાવાનું મને હવે ફાવે...હર પલ...1
જાતા તો ગઈ તું, આવવાનું નક્કી નહી કાંઈ
અવાય નહીં ત્યાં ને રહેવાય નહી આંહી
માંહ્યલો મૂરઝાયે ત્યારે મોબાઈલ હાથ આવે
ને શબ્દોમાં લાગણીના મોરલા ચિતરાવે...હર પલ...2
(10.11.19, 15.49)
5. (અધૂરી છે)
આ કેરીઅરને ઉચકીને કાદવમાં નાખ
મારે જીવતરના જામ નથી ખોવા
પગારની લ્હાયમાં પેરન્ટસને છોડીને
પારકાંના પગરખાંને મારે નથી ધોવા
પારકાની પંચાત ને પારકાની મૂડીને વધારવી શું કરવા મારે
મારે તો માવતરની માયા ને મન ભરીને માણવા છે રોજ સવારે
(12.11.19, 16.07)
6.
ખીચામાં મુકેલી પેન
કોઈ માંગી લે તો,
આપણું ખુન ઉકળી જાય છે.....
આ દિકરીવાળા પણ
શું જીગર રાખે છે "સાહેબ",
કાળજાના કટકાને અજાણ્યા હાથોમાં સોંપી દે છે..
દિકરીઓ રમકડું નથી હોતી સાહેબ,
પિતા તો ફકત પ્રેમથી જ
ઢીંગલી કહેતા હોય છે...
*સવારે દીવો કર્યા વગર ઘરની બહાર જવાય પણ દીકરીને વહાલ કર્યા વગર નીકળી જઈએ તો આખો દિવસ કંઈ ખૂટ્યા કરે...
*પુત્રી ને વહાલ કરતા પિતા નુ દ્રશ્ય મંદિર ની આરતી જેવુ હોય છે...ભલે દૂર હોઈએ પણ માથુ નમી જ જાય.
*દિકરી સાથે ગાળેલી ક્ષણો એ બાપનો ખજાનો છે .....એ ચિર સ્મરણિય બની રહે છે ....એનો આનંદ અનેરો છે ....એની તોલે બીજું કશું આવી શકે તેમ નથી .
*દિકરી ની જીદ સામે હારી જવાનો
આનંદ જ કંઈક ઓર છે,,,
જરા ધ્યાન થી જોશો તો ખબર પડશે...
જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ તમારું જ પ્રતિબિંબ છે........
*"પુત્રી એટલે માણસના પુણ્ય ની પરમાત્માએ આપેલી પાવતી"*
Copy-Paste
7.
દીકરીમાં મેં નદી ભાળી હતી,
એટલે તો ઘર તરફ વાળી હતી.
કોણ બોલે દીકરી વિના ઘરે ,
એટલે મેં કોયલો પાળી હતી.
કેમ કરવું દીકરીને આવજો?
દોસ્ત! મુઠ્ઠી એટલે વાળી હતી.
ઝખ્મ મારા થાય તાજા એટલે,
દીકરીની વાતને ટાળી હતી.
કેમ ચાલે જીવ વૃક્ષો કાપતાં?
દીકરી જેવી બધી ડાળી હતી.
સાવ કોમળ ફૂલ જેવી દીકરી,
મેં ગઝલમાં એટલે ઢાળી હતી....
Copy-Paste
કે ઘર મારૂ ખાલી લાગે
ને જીંદગી શું ઠાલી લાગે
ઘરનો ઘૂઘવાટ ને ઘરધણી શા ઘાટા
ઘરના ખૂણે ખૂણે ઘેરી વળ્યા ઘોર સન્નાટા
કે ઘર મને અવાવરૂ લાગે
ને ઘરમાં કેવું અકારુ લાગે...1
પલ પલમાં ભાસતી ભીંતે ભીંતે
છોડી તને જગમાં મેં બીતે બીતે
કે રોજ આ દલડું ભારી લાગે
ને મોજ મારી સૌ મારી લાગે...2
સૂના આંગણિયા ને સૂના ઘરના ખૂણા
તુજ વિન મોંઘેરા ભોજન લાગે અલૂણા
કે જીવ મારો ઉચાટી ભાસે
વારે ઘડીએ તુજ ભણી નાસે...3
આંખમાં અંજપો ને મનમાં ચિંતા
તારા જવાથી આવ્યા બેઉ ઓચિંતા
કે મન મારૂ બ્હાવરુ લાગે
ને મન મારૂ હવે ક્યાંય ન લાગે...4
(17.10.19, 00.09)
2.
ન જાણે કેટલા ધબકાર ચૂકી આવ્યો
હું મારી સાક્ષીને જોબ પર મૂકી આવ્યો
મજબૂત મનોબળ ને મન મક્કમ છતાં
મનની નબળી કડીઓ સમક્ષ ઝૂકી આવ્યો
ફરિયાદો હતી એના વિષેની જે જે
મોકળા મનથી માફદાનીમાં થૂંકી આવ્યો
કારકિર્દીનું વાવેતર શરૂ કરવાને એનું
જગ જમીન પર બી ફૂંકી આવ્યો
હર ઘડી વિચારોમાં ને સરે છે સપનામાં
શા માટે હાથે કરીને શૂળ ભોંકી આવ્યો ?
[14.10.19, 23:17]
3.
સૂના આ આંગણ ને સૂના આ ઓરડા
તારા વિના શકુ, શા કામના આ ખોરડા
ઓલું કીચન છે સુનું ને તને વાસણો બોલાવે
જ્યુસની આ બોટલો તારી સમીપ લઈ આવે
સૂના પડ્યાં સૌ ભેંકાર ને વિરહના શેરડા
સૂના આ આંગણ ને સૂના આ ઓરડા
કે મને મારી શકુ વહાલી લાગે
ને મને મારી શકુની યાદ સતાવે...1
ચિત્રો,રંગો ને નખ-રંગોની ડબ્બીઓ કરે ઘૂઘવાટ
શકુને શોધવા ને નિંજરીમાં રઝળપાટ
ખૂણે ખૂણે ખાલીપાના કોણે ભર્યા શેરડા
તારા વિના શકુ, શા કામના આ ખોરડા
કે મને મારી શકુ વહાલી લાગે
ને મને મારી શકુની યાદ સતાવે...2
સોફાઓ શાંત ને શયનખંડમાં સન્નાટો
અદ્રશ્ય છે અમારી ભૂલો માટેનો તારો ઘાંટો
કાળચક્રમાં કારકિર્દીના કોણે વીંઝ્યા કોરડા?
સૂના આ આંગણ ને સૂના આ ઓરડા
કે મને મારી શકુ વહાલી લાગે
ને મને મારી શકુની યાદ સતાવે...3
(8.11.19, 06.07)
4.
હર પલ, હર ઘડી તારી યાદ સતાવે
યાદ તારી ઉંબરે ચડીને વારેવારે બોલાવે
તારા વિના આ સમિયાણો સૂનો, ને સૂની ઘરની ચોખાટ
ખબર છે તું નહીં આવવાની, તોય આંખ્યુ જુએ છે વાટ
ભાઈલો ભીડાવે ને માડીને તું બહુ ભાવે
ખામોશી ખમીને ખુશ દેખાવાનું મને હવે ફાવે...હર પલ...1
જાતા તો ગઈ તું, આવવાનું નક્કી નહી કાંઈ
અવાય નહીં ત્યાં ને રહેવાય નહી આંહી
માંહ્યલો મૂરઝાયે ત્યારે મોબાઈલ હાથ આવે
ને શબ્દોમાં લાગણીના મોરલા ચિતરાવે...હર પલ...2
(10.11.19, 15.49)
5. (અધૂરી છે)
આ કેરીઅરને ઉચકીને કાદવમાં નાખ
મારે જીવતરના જામ નથી ખોવા
પગારની લ્હાયમાં પેરન્ટસને છોડીને
પારકાંના પગરખાંને મારે નથી ધોવા
પારકાની પંચાત ને પારકાની મૂડીને વધારવી શું કરવા મારે
મારે તો માવતરની માયા ને મન ભરીને માણવા છે રોજ સવારે
(12.11.19, 16.07)
6.
ખીચામાં મુકેલી પેન
કોઈ માંગી લે તો,
આપણું ખુન ઉકળી જાય છે.....
આ દિકરીવાળા પણ
શું જીગર રાખે છે "સાહેબ",
કાળજાના કટકાને અજાણ્યા હાથોમાં સોંપી દે છે..
દિકરીઓ રમકડું નથી હોતી સાહેબ,
પિતા તો ફકત પ્રેમથી જ
ઢીંગલી કહેતા હોય છે...
*સવારે દીવો કર્યા વગર ઘરની બહાર જવાય પણ દીકરીને વહાલ કર્યા વગર નીકળી જઈએ તો આખો દિવસ કંઈ ખૂટ્યા કરે...
*પુત્રી ને વહાલ કરતા પિતા નુ દ્રશ્ય મંદિર ની આરતી જેવુ હોય છે...ભલે દૂર હોઈએ પણ માથુ નમી જ જાય.
*દિકરી સાથે ગાળેલી ક્ષણો એ બાપનો ખજાનો છે .....એ ચિર સ્મરણિય બની રહે છે ....એનો આનંદ અનેરો છે ....એની તોલે બીજું કશું આવી શકે તેમ નથી .
*દિકરી ની જીદ સામે હારી જવાનો
આનંદ જ કંઈક ઓર છે,,,
જરા ધ્યાન થી જોશો તો ખબર પડશે...
જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ તમારું જ પ્રતિબિંબ છે........
*"પુત્રી એટલે માણસના પુણ્ય ની પરમાત્માએ આપેલી પાવતી"*
Copy-Paste
7.
દીકરીમાં મેં નદી ભાળી હતી,
એટલે તો ઘર તરફ વાળી હતી.
કોણ બોલે દીકરી વિના ઘરે ,
એટલે મેં કોયલો પાળી હતી.
કેમ કરવું દીકરીને આવજો?
દોસ્ત! મુઠ્ઠી એટલે વાળી હતી.
ઝખ્મ મારા થાય તાજા એટલે,
દીકરીની વાતને ટાળી હતી.
કેમ ચાલે જીવ વૃક્ષો કાપતાં?
દીકરી જેવી બધી ડાળી હતી.
સાવ કોમળ ફૂલ જેવી દીકરી,
મેં ગઝલમાં એટલે ઢાળી હતી....
Copy-Paste
Comments
Post a Comment