કોક માટે જીવવું....

ક્યાં લાગે છે વાર સમય ના પડાવો બદલાતા, જોતજોતામાં અજવાળા ને અંધકાર માં  બદલાતા મેં દીઠા.

આજ મધ્યાને તપે છે સૂરજ તો શીદ ને ગુમાન છે, ઘડીકમાં કાળ ની થપાટ ખાઇ બેવડ વળી જતા ઘણાને મેં દીઠા.

કિર્તી-કલદાર ના નશામાં ભાન ભૂલેલા કંઇક ને આજ ભવ માં દરદર ની ઠોકરો ખાતાં પણ દીઠા.

મઝા તો ત્યારે છે કે સત્તા-કિર્તી-માન મરતબો કદમ ચૂમે અને માણસ  જમીન થી જોડાયેલો રહે.

બાકી ઝાઝા બધા તો સહેજ માં ફૂલાઈને ફાળકો થતા મેં દીઠા.

પોતાના સ્વાર્થ માટે જીવતા તો હજાર છે જગમાં 'દેવ', કોકને સુખી કરે , કોકના માટે જીવતા તો જવલ્લે જ મેં દીઠા.

20.10.19

Comments

Popular posts from this blog

કૃષ્ણ કાવ્યો...

આઝાદી કાવ્યોનો સંગ્રહ...

કંઈક છૂટી જતું હોય એમ લાગે છે.