ગીતા જયંતી (હું)

સમગ્ર જગતને માર્ગદર્શન આમનાર
*મા ગીતાને* જન્મ દિવસની શુભેચ્છાઓ...

વેદોનો વિશ્વાસ છે ગીતા..
ઋષિઓ કેરી આશ છે ગીતા...

રમતા રમતા જીવન જીવું..
એ કાવ્યનો પ્રાસ છે ગીતા...

નાચે માથે લઇને ઇમરસન..
સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા...

જન્મદિવસ જેનો માણીએ..
ગ્રંથોમાં એક ખાસ છે ગીતા...

ખેતર છે આ જીવન મારું..
ને વાવણીનો ચાસ છે ગીતા..

જીવ જગત ને જગદીશ તણી..
ઓળખ આપતો પાસ છે ગીતા...

છે જવાબ "જગત"ના પ્રશ્નોના ..
કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા...

Comments

Popular posts from this blog

કૃષ્ણ કાવ્યો...

આઝાદી કાવ્યોનો સંગ્રહ...

કંઈક છૂટી જતું હોય એમ લાગે છે.