આઝાદી કાવ્યોનો સંગ્રહ...
[15/08, 05:46] +91 99137 35522: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે.
🇮🇳"લાડકવાયા લડવૈયા"🇮🇳
અમને અમારા વીર શહીદો કાજે દિલમાં પ્યાર રે...(૨)..
સુત-વિત,દારા પરિવાર ને પોતાનું સૌ ત્યાગે....
માતૃભૂમિની રક્ષા કરવા અડીખમ રહેતા આગે....
આ ધરતીના ગૌરવ માટે સદા રહે તૈયાર રે....અમને..(૧)
માતા,વનિતા બહેની ભાલે કરશે તિલક રાતાં...
દુશ્મન સામે લડતાં લડતાં વીર સપૂત હરખાતા...
ભડવીરોની ગાથાઓ આ જીવનનો ધબકાર રે....અમને...(૨)
વીરોની આ પ્રબળ ગાથા થશે ઉજાગર મનમાં...
સેવા,સમતા,સુરક્ષાની સરવાણી ઉપવનમાં...
થનગનતા યુવાનો ભારત દેશનો આધાર રે...અમને..(૩)
ભારત માનાં એ સપૂતને દિલથી સૌ બિરદાવે...
કેસરવરણી ખાંભીને પણ નમીએ પૂજન ભાવે...
યાદ કરી શહીદોનો આજે કરીએ જય જયકાર રે....અમને..(૪)
@ નૈષધ મકવાણા.
વડોદરા.
[15/08, 08:53] +1 (951) 642-8026: રમેશ પટેલ(આકાશદીપ) -
આઝાદ પર્વની અઢળક શુભેચ્છાઓ ..
મતવાલે થે ક્રાન્તિ સેનાની
ધન્ય ધન્ય! સાબરકા પાની
સુનો સુનો ઓ મેરે સાથી
દેશ હૈ અપના પ્યારા પ્યારા
આવો શત વંદન કરીએ... મા ભોમના આઝાદીના અમર લડવૈયાઓને...આદર ભાવ સાથે હૈયે એક જ ગુંજન સૌના ઉરે રમે...
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ
રઘુપતિ રાઘવ રાજારામ
..., આવો આઝાદીના મંગલ પ્રભાતને હરખે વધાવીએ...
આઝાદી...
આઝાદીનો આંચલ ઓઢી , પ્રગટ્યું નવલ પ્રભાત
હરખ સજીને ફરફર ફરકે , વ્યોમે ત્રિરંગી તાકાત
પાવન પર્વ તું પંદરમી ઓગષ્ટ, ઉમંગી સરતાજ
જયહિન્દ જયઘોષથી ગજવીએ, લોકશાહીનાં રાજ
.....
મારી પ્રથમ રચના...
ત્રિરંગા ઓ મારા...
મળી આઝાદીને ,જનજન ઉરે આશ જનમી
ધન ધન અમે માત ગરવી,
હવે માને ખોળે, વતન સજવા જાત ધરવી
ધરા લીલુડી ને, ખળખળ વહેતાં પાક ઝરણાં
પળપળ દિલે હેત ભરતાં,
અમે ધાશું જોમે, જતન કરવા ભાવિ વરવાં
સજાવીશું માને, હર ચમન ફૂલે અમનથી
નવયુગે તને કોટિ કરથી,
દઈશું સન્માનો, વચન વટ હામે હરખથી
અમે તારા કાજે, વિકટ પથડે જંગ લડશું
ધવલ યશથી રંગ ભરશું,
ત્રિરંગા ઓ મારા, ફરફર દિલે લાડ કરશું
થઈ ગર્વી ગાશું, અમર લડવૈયા શુભ દિને
ગદ ગદ થઈ ભાવ ધરશું,
રૂડી આઝાદીનાં, મધુર ફળનાં ભાગ્ય રળશું
રમેશ પટેલ(આકાશદીપ)
....૨)
પંદર ઑગષ્ટ પર્વ પાવન….રમેશ પટેલ(આકાશદીપ)
લોક આંધી લઈ છાયા ગાંધી
મળી આઝાદી મહામૂલિ
પાંચસો પાંસઠ થયા અખંડા
વંદે વલ્લભ ભારત મૂડી
ભૂમિ ભારતી, વંદે માતરમ
જયહિંદ એ શૌર્ય કહાણી
પંદર ઑગષ્ટ પર્વ પાવન
દઉં સલામી સ્વાભિમાની
સમય ચક્રનો શંખ ફૂંકાયો
ફરકે ત્રિરંગો દઈ હુંકારો
લોકશાહી જનજનનાં સ્વપ્નો
નમું આજ લડવૈયા વીરો
નહીં ભૂલિયે નહેરું સુભાષ રણકારો
હો ‘જન ગણ મન’ પ્રિય ભાષી
જાતિ ભારતી, ધર્મ માનવતા
પ્રગતિ પયગંબર હો આઝાદી
રમેશ પટેલ(આકાશદીપ)
[15/08, 09:05] +91 95865 61285: મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા
ગાંધીનગર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય
કવિ સંમેલન..
નામ :- દિનેશભાઈ વી.નાયક
ઉપનામ :- દિનેશ કવિરાજ
ગામ :- ડીસા
શીર્ષક :- અમે બનીશું દેશના ઘડવૈયા..
અમે બનીશું દેશના ઘડવૈયા,
અમે બનીશું દેશના લડવૈયા..
અમે શત્રુઓથી નહીં ડરનારા,
અમે દેશ માટે કુરબાન થનારા..
અમે સત્ય અહિંસાના માર્ગે ચાલનારા,
અમે ભારતમાતાની ગોદમાં રહેનારા..
અમે બેન બેટીની લાજ રાખનારા,
અમે દેશદ્રોહીને ગોળીએ વિંધનારા..
અમે શહિદ બની બલિદાન દેનારા,
અમે ત્રિરંગા ઝંડાને સલામી દેનારા..
- દિનેશ કવિરાજ (ડીસા)...✍
તા. 15/8/2021
[15/08, 09:08] +91 98673 83672: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે
લગાગાગા ૪. હજઝ છંદ.
કે ખુદ્દારી વતન કાજે અહીં સૌ ક્યાં બતાવે છે?
વફાદારી જેવું બીજું કશું યે ક્યાં નિભાવે છે?
અમીચંદો ને ગદ્દારોથી ભારત દેશ તૂટ્યો છે,
વિચારી એ બધી બીના સતત પીડા સતાવે છે.
વતનનાં નાશ કાજે અસ્ત્ર ને શસ્ત્રો છૂપાવે જે ,
એ ગદ્દારો વતન પ્રેમી છતાં, ખુદને ગણાવે છે!
ચૂંટી ચૂંટીને મારો એ બધાં ગદ્દાર ને યારો,
છડેચોકે સજા પામે, એવું જન જન જણાવે છે.
હવે ના એકપણ અમીચંદ પોષાશે આ ભૂમિ એ,
ન પોષાશે હકૂમત એ ગુલામો જે બનાવે છે!
બલિદાનોંની ભૂમિ આ, જગત ભરમાં જે રોશન છે,
જમાનો એટલે આ દેશ પાવન ઓળખાવે છે!
અંજના ગાંધી "મૌનુ"
વડોદરા
[15/08, 09:11] +91 97236 73183: 2
આ ભારત દેશ મારો છે
***-***-***-***-***-***
જય હો ભારત માત.
મોરી જય હો ભારત માત
જય.. હો.. જય હો.. જય હો.
આ ભારત દેશ મારો છે.
આ મહાન દેશ મારો છે.
મારો છે પ્રાણ પ્યારો છે..... આ ભારત દેશ મારો છે.
જય હો.. જય હો... જય હો...
મારા દેશનો હિમાલય,
ઉભો રક્ષણ કાજે.
સુભાષ ને સરદાર પટેલને,
યાદ કરો સૌ આજે.
આ ભારત દેશ મારો છે.
જય હો... જય હો... જય હો...
મારા દેશનો ત્રિરંગો,
લહર લહર લહેરાતો
સૌ ભારતના સંતાનોથી,
દેશ અખન્ડ મહેંકાતો.
આ ભારત દેશ મારો છે.
જય હો... જય હો... જય હો..
મારા દેશની કીર્તિ આજે,
દેશ -વિદેશે ગાજે.
જનની જન્મભૂમિના ગીતો,
હેતે ગાઈએ આજે.
આ ભારત દેશ મારો છે.
જય હો... જય હો... જય હો.
***મણિલાલ શ્રીમાળી "મિલન"
C/6 આકાશ દર્શન સોસાયટી
મોટેરા રોડ, સાબરમતી.
અમદાવાદ -380 005
(M) 97236 73183
[15/08, 09:32] +91 92214 25998: મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા
ગાંધીનગર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય
કવિ સંમેલન..
નામ :- ડેઈઝી અનિલ લીલાણી
શહેર :- મુંબઈ
શીર્ષક :- વતન
તડકો, કકડતી ઠંડી હોય.
રક્ત - રક્ત વહે પણ,
અમરજવાન ભૂલકાં અમે.
વતન તારો જયઘોષ હંમેશ રહે.
તહેવારો આવ્યા - ગયા.
શ્વાસોશ્વાસ પલભર ના પણ,
ક્રાંતિ બની રહેશે હંમેશ.
વતન તારો જયઘોષ હંમેશ રહે.
ફૂલો - અનાજ થી સજાવું.
ના નાત, જાત, ભાત ન કોઈ,
તૈયાર થઈ જજો વતનકાજ.
રક્ષા સૈનિક અડીખમ ઉભા.
વતન તારો જયઘોષ હંમેશ રહે.
દુનિયા જેની પર ગર્વ કરે,
ચમકતો તારો આપણો વતન.
ગંગા-જમુના ની માળા જેવી,
ફૂલો સુગંધી વાળો આપણો વતન.
વતન તારો જયઘોષ હંમેશ રહે.
✍ કવિયત્રી - ડેઈઝી અનિલ લીલાણી (મુંબઈ)
તારીખ :- ૧૫/૦૮/૨૦૨૧
[15/08, 09:34] +91 99041 21305: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે
આનંદ અનેરો થાય
આજ સખી મુજને આનંદ અનેરો થાય, પંચોતેરમું સ્વાતંત્ર પર્વ ઉજવાય
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
નાનાને મોટા સૌ કોઈ,
દેશભક્તિ કેરા રંગે રંગાય
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
જોને સખી આજ ત્રિરંગો કેવો,
આકાશે ઘણા જોરે ને હેતે લહેરાય
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
દેશના ઘડવૈયા ને શહીદોને,
સલામી અપાય ત્રિરંગાને
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
દેશના ભાવિ નાગરિકો છે નાનેરા બાળ,
સમજાવું ને ભણાવું દેશભક્તિ કેરા પાઠ
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
સ્વછતાના આગ્રહી તમે રહેજો,
બનાવજો દેશને સ્વચ્છ
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
ભુલકાંઓના નાનકડા હાથે,
વાવેતર કરાવજો વૃક્ષોનું
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
સ્વચ્છ ને હરિયાળો બને ભારત દેશ આપણો,
મારે હૈયે પણ કંઈક દેશભક્તિ કર્યાનો આનંદ મુજને થાય
આઝાદી કેરો અમૃત મહોત્સવ ઉજવાય...
રચનાકાર -લતા ચૌહાણ
ગોધરા
15-8-2021
[15/08, 09:39] +91 99794 13735: તિરંગો
વંદે માતરમ્ નો નાદ કરતો રહેતો
તિરંગો અમારો લહેરાતો રહેતો
ધરતીની આન બાન શાન ધરતો
ભારતની પહેચાને તિરંગો ફરતો
દેશ ભક્તિના ગીતે ગાતો ફરતો
અશોકચક્રથી તિરંગો દમ દમતો
કેસરી, સફેદ, લીલા રંગે ફરતો
હૈયામાં હંમેશા દેશદાઝ ભરતો
શહીદોની યાદ હંમેશા ધરતો
આઝાદીની યાદે તિરંગો ફરતો
ઊંચે નીલ ગગનમાં ફરફર ફરતો
'વાલમ' હવા સાથે વાતો કરતો
ભરતકુમાર વી.પરમાર 'વાલમ'
પ્રા.શિ: પાંથાવાડા પે કેન્દ્ર શાળા
તા: દાંતીવાડા, જિ: બનાસકાંઠા
મો: ૯૯૭૯૪૧૩૭૩૫
[15/08, 09:44] +91 84909 12308: *ગર્વ સે મહાન સપૂતોને બલિદાનથી આઝાદી*
થયા તો છીએ આપને ગુલામી માહી સ્વતંત્ર,
પણ ભ્રષ્ટાચાર, લૂંટ, ચોરી સાને થશું સ્વતંત્ર.
મારાં દેશના શૂરવીર જવાનો સે દેશના ધબકારા,
ભલે અમે શહીદ થઈએ સદાયે ધડકતું.
માં ધરતીમાના શૂરવીર જવાનોને સો સો સલામ,
અડીખમ ઊભા સે સરહદો પર દિલથી સો સો સલામ.
ભૂખ, તરસ ને અંગ્રેજો નો માર સહન કરી આઝાદી આપી,
ફિરંગીઓ હંકારી શ્વાસ લીધો મોત હારે ખેલી આઝાદી આપી.
*કવિ - ચિરાગ એમ પંચાલ "ચિર" અરવલ્લી*
[15/08, 10:31] +91 99308 20987: મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કવિ સંમેલન.
" આઝાદીના અમૃત મહોત્સવ" નિમિત્તે સ્વતંત્રતા વિષય પર ગુજરાતીમાં કવિ સંમેલન દેશભક્તિ ની રચના .
નામ:- રાગીની શુક્લ રાગ
ક્રમાંક- ૪૬
વિષય - સ્વતંત્રતા
શીર્ષક: એ બાપુ હતાં.
......................................
ગુલામ બનીને બેઠો હતો, મારો ભારત દેશ..!
જ્યારે સત્ય અહિંસાનો નારો લઈ ચાલ્યાં..!
પ્યારા બાપુ હોં..!
અંગ્રેજોના ત્રાસને,
ગરદન નમાવ્યા વિના..!
શત્રુ સામે લડેલા..!
પ્યારા બાપુ હોં...!
દુશ્મનોની કપટ નીતિને પારખી..!
સામી છાતીએ દુશ્મનોને પડકાર્યા..!
પ્યારા બાપુ હો..!
ભલેને દેખાતાં દુબળા પાતળાં લોકો ને હંફાવ્યા કેવાં..?
પ્રણ લીધું કેવું ભારત દેશને આઝાદ..!
જેલમાં કારાવાસ ભોગવ્યો ડર્યા વિના.!
એ તો બાપુ હતાં..!
જીવ્યા ત્યાં સુધી ખાદીનાં કપડાં પહેરતાં..!
દાંડી યાત્રાને,
હિંદ છોડો આંદોલન સુધી ની રાહ પર ,
અંગ્રેજોને ભગાડી ઝપ્યા..! બેરિસ્ટરની ડીગ્રી મેળવી ઈંગ્લેન્ડ જઈને..!
છતાં ભારતનાં ભવિષ્યનું વિચારતાં..!
એવાં મારાં બાપુ હતાં...!
રાગીની શુક્લ "રાગ"
મુંબઈ, કાંદિવલી
[15/08, 10:41] +91 95749 90787: આજના કવિસમેલન નીમીતે મારી રચના..
દુશ્મન પર કરો વાર સેના,
સરહદને કરો પાર સેના,
શત્રુ તો છે દગાબાજ,
લોહીની વહાવો ધાર સેના,
જંગ અને પ્રેમમાં બધુ શકય છે,
દુશ્મનની આંખો કરો ચાર સેના,
થાજો ફના દેશ કાજે,
ઘેરથી આવ્યો છે તાર સેના.
માભોમની રક્ષાની લીધી શપથ,
સૈનિકના જીવનનો એ છે સાર સેના.
કલ્પેશ શાહ...કલ્પા
અમદાવાદ..
[15/08, 10:42] +91 99258 64276: *દેશભક્તિ ગીત*
*શીર્ષક- "ઝંડો લાગે વહાલો "*
પ્રાણથી પ્યારો ભારત દેશ અમારો,
લાગે છે ત્રિરંગો ઝંડો અમને વહાલો વહાલો.
મુક્ત ગગનમાં ફરકે કેવો રાષ્ટ્રધ્વજ અમારો,
કેસરી,સફેદ ને લીલો રંગ લાગે છે કેવો નિરાળો.
કેસરી રંગ સૂચવે છે અમને ત્યાગ અને બલિદાન,
આઝાદીના રક્ષણ કાજે થઈ જાઓ કુરબાન.
સફેદ રંગ શાંતિનો સૂચક પ્રેમનો સંદેશ આપે,
હળીમળીને રહીએ આપણે સંપીને સંગાથે.
લીલો રંગ આપે છે સંદેશ સુખ,સમૃદ્ધિ,હરિયાળી,
આગળ વધે દેશ અમારો રહે સદાય ખુશાલી.
વચમાં શોભે અશોકચક્ર ધર્મચક્ર કહેવાય,
સર્વધર્મ સમભાવ શીખવે શાંતિથી રહેવાય.
મણિલાલ વાલજીભાઈ રોહિત 'સહજ'
બાલાસિનોર
[15/08, 10:45] +91 81286 67435: સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે 75 મો સુવર્ણ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમનું એક કાવ્ય.
રચના: - 🇮🇳 વંદે માતરમ ગાઓ સહુ. 🇮🇳
વંદે માતરમ, વંદે માતરમ ,વંદે માતરમ ગાઓ સહુ ,
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ગીત ગાઓ સહુ .
75 મો સ્વાતંત્ર્યદિન છે, અમૃત મહોત્સવ ઉજવો સહુ,
ઠેર ઠેર આજ ઉજવણી થાયે,હરખે અબાલ વૃદ્ધ સહુ.
રાષ્ટ્રગીત ગાન કરીએ આવો, રાષ્ટ્રપ્રેમ નિભાવો સહુ.
રાષ્ટ્રભાવના ઊજાગર થાયે, રાષ્ટ્રગીત લલકારો સહુ,
જુઓ તિરંગો લહેરાયો છે ,આસમાને અડી જાય છે.
એને સલામી દઈએ આવો, રાષ્ટ્રપ્રેમ જતાવો સહુ,
જનગણમન રાષ્ટ્રગીત ગાઇ, સલામી આજે આપો સહુ.
દેશભક્તિ સહ દેશદાઝ પણ હૈયામાં નિત રાખો સહુ.
આઝાદીનું પર્વ ઉજવો,એકસાથ મળી ગાઓ સહુ.
વંદે માતરમ, વંદે માતરમ ,વંદે માતરમ ગાઓ સહુ ,
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
રચનાકાર : - ✍ કોકિલાબેન ચૌહાણ " કામિની "આણંદ
🇮
[15/08, 10:50] +91 94263 87438: કવિતા શીર્ષક - સ્વતંત્રતા દિવસ
ભૂલી ગયા એમને તમે બધા
જેમને આઝાદી તમને અપાવી
યાદ નથી તે પણ જેઓએ
ગોળીઓ સીના ઉપર ઝેલી
કરો યાદ એ વિરોં ને જેમને
દેશપ્રેમ નો પાઠ સિખવ્યો
શીશ ઝુકાવી એમને આગળ
શીશ જેમને પોતાનું કપાવ્યો
આપો શ્રધ્ધાંજલિ એમને સાચી
જીવન માં જે રહ્યા કર્મવીર
રાહ દેખાડી જેમને હંમેશા
આપવા માં જો રહ્યા દાનવીર
ઈચ્છા શક્તિ, પ્રબલ ભક્તિ અને
અતૂટ વિશ્વાસ ના રહ્યા સ્તંભ
માન મરતબો અને અપાર દૌલત કર્યું બીજા માટે હોમ
એવા ને તો શુદ્ધ હૃદય થી
અમે સદૈવ કરીએ વંદન
એવા ના તો બલબુતા પર
વસેલો છે આ ચમણ
કરે યાદ એમને ધરા ને ગગન
કરે યાદ એમને ધરા ને ગગન
રચનાકાર@ સ્વરચિત એવમ મૌલિક
પ્રો ડૉ દિવાકર દિનેશ ગૌર
ગોધરા (ગુજરાત) 9426387438
[15/08, 10:51] +91 93740 47697: 'વ્યક્તિસવાતંત્રય'
પિતાએ પુત્રને આપ્યો સંદેશ,
સ્વતંત્રતા આપજે જીવનમાં.
વ્યવસ્થાની સ્વતંત્રતાએ લીધી,
વાટ વિકાસના પંથે જતાં જતાં.
દિશાઓ ભણી પોતાના નિર્ણયે,
કરી દેતા સ્વતંત્રત જીવન ને.
પરતંત્રતાની ગંધ શુધા નહીં ત્યાં,
સાંસોમા ભરી સુગંધ સ્વતંત્ર બની.
ગવાતાં ગયા ગીત પથરાયેલા પંથે,
પ્રગતિના પ્રભાતિયાં બનીને પ્રારબ્ધ.
સુરજ ઢળીને જતાં ચાંદની ને આપી,
રોશની ,તારાઓના ટીમ ટીમમા રહ્યો તે.
કરી અંધકારમા દિશા સૂચકાંક ની સહી,
જાગતાં સુરજના ત્યાં વધામણા આજ.
_ડો. (શ્રીમતી)દક્ષા એચ. નિમાવત
મો.૯૩૭૪૦૪૭૬૯૭
ન્યૂ-કોબા,
મહાવીર એનકલેવ,
મકાન નં ૪૬
ગાંધીનગર (ગુજરાત)
[15/08, 11:19] +91 99041 21305: આઝાદીનો અમૃત મહોત્સવ
🌹🌹🌹🌹🌹🌹🌹
આજે હું ને મારો દેશ બંને આઝાદ !
પરંપરાગત રૂઢિઓ અને ગુલામીમાંથી,
બસો વર્ષોથી ગુલામી વેઠી ભારતે !
અને સ્ત્રીઓએ પણ આજદિન સુધી,
પણ હવે હાથમા કલમ અને કાયદો પણ !
ભારતની શૂરવીર ધરા પર !
પાક્યા છે વિક્રમબત્રા જેવા વીર,
ને વિદેશી ધરતી પર પણ !
લહેરાવ્યો ધ્વજ મેડમ કામાએ,
મા ભોમની રક્ષા કાજ !
વ્હોરી શહાદત ભગતસિંહે,
દેશની આન બાન અને શાન !
અવની ચતુર્વેદી ચલાવે વિમાન,
આજે હું ગર્વથી કહી શકું !
હું ને મારો દેશ બંને આઝાદ,
પરંપરાગત રૂઢિઓ અને ગુલામીમાંથી....
🌹🌹🌹🌹🌹🌹🌹
રચનાકાર -✍જીજ્ઞા કે ચૌહાણ
નડિયાદ
🏳🌈તા. 15-8-2021
[15/08, 11:23] +91 99796 95925: લાડકવાયો ------!
દેશપ્રેમથી રંજિત હતો એ કોઈ નો લાડકવાયો ,
માત -તાતના સપનાનો હરદમ શણગારનારો .
ઘોડિયે રમતા શિશુનો પુનિત પાલનહારો ,
અમીછત્રછાયા થકી જગસુખ આપનારો .
દિધા હતા કૉલ એણે જિંદગાની સંગસંગ ,
પ્યારી અર્ધાંગિનીનાં સપનાં હતાં રંગરંગ .
કાશ્મીરના આતંકીઓ એ કાળો કેર કીધો ,
સ્વપ્નિલ સોદાગરનો પ્રાણ જ હરી લીધો .
રમણલાલ જાદવ ,ગવાડા
[15/08, 11:31] +91 97371 00680: *ઓનલાઇન ગુજરાતી કવિ સંમેલન*
*મૌલિક રચના*
*શીર્ષક :એ ભારત દેશ અમારો...*
જ્યાં જન્મે વીરો ને, શહીદો એ ભારત દેશ અમારો,
એ મહાન વીરોની ભૂમિવાળો એ ભારત દેશ અમારો... (૨)
શહીદ તારી શહાદત, ન ખાલી કદી હવે જાશે,
શહિદોની બલિદાનીવાળો એ ભારત દેશ અમારો...(૨)
દાતાની દાતારી નથી, ખૂટે એવી આ દેશમાં,
ભામાશા અહીં કાંઈક વસે એ ભારત દેશ અમારો...(૨)
ટેક, વચન ને વીરતા છે, રગોમાં ભરેલી ભરપૂર,
ગાયો ને દીકરીની રક્ષા કરતો એ ભારત દેશ અમારો....(૨)
ધીંગાણા ધર્મ કાજે કરવાં છે, તૈયાર નરબંકા,
માથુ પડે ને ધડ લડે એ ભારત દેશ અમારો...(૨)
આખી દુનિયા પર રાજ કરશે ,ભારત દેશ મારો,
'મન'ની ખ્વાહીશ પૂરી કરશે એ ભારત દેશ અમારો...(૨)
મનોજકુમાર પંચાલ
પાલનપુર
[15/08, 11:34] Shailesh Vania Khambholaj: આપી છે આઝાદી અમને
તલવાર કે નથી ઢાલ
પોરબંદરના સંત તમે કેવી
કરી કમાલ....
પુથ્વી પર લડ્યા તમે
જુબાની જંગ
દુશ્મનોની બંદૂક થઈ
તમારી આગળ બંધ..
કરી એવી કરામત ભાગ્યા
બસોવર્ષનું શાસન છોડી
પોરબંદરના સંત તમે કેવી
કરી કમાલ......
મનમાં હતો નિશ્ચય
શરીર પર હતી લંગોટી
હાથમાં લાકડી ને
પગમાં પાવડી
પોરબંદરના સંત તમે કેવી
કરી કમાલ......
પોતે ઝેર પીને આપ્યું અમૃત
દેશ ઉજવે અમૃત મહોત્સવ
પોરબંદરના સંત તમે કેવી
કરી કમાલ.....
સાબરમતી ના તટ નીચે કર્યું નિવાસ સ્થાન.
હે રામ બોલતાં છોડ્યા પ્રાણ
પોરબંદરના સંત તમે કેવી
કરી કમાલ.....
શૈલેષ વાણીયા શૈલ
[15/08, 12:01] +91 96380 98157: स्वरचित कविता
शीर्षक राष्ट्र प्रथम।
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
भारत मैया तुझको नमन
है आबाद जग सारा चमन।
होती रहें कृपा दृष्टि सदा
आन ना पाये विघ्न यहां।
राष्ट्र प्रथम स्वराष्ट्र प्रथम।
हिन्द का कोई मित्र नहीं मांगतै है खनिज बारहा
उरवरा भूमि भारत की वैसे हर कोई रखें जलन।
राष्ट्र प्रथम यह राष्ट्र प्रथम
हम भारत भूमि पर दयालु दानि
गुरु भी सारे उत्तम गुणी ज्ञानी।
भारत मां आये हम तेरी शरन
राष्ट्र प्रथम यह राष्ट्र प्रथम।
जन्नत है यहां हर ज़हन
मां लो हमें अपनी शरण।
हम करें सर्व तुझे समर्पण
धरा यहां की अमन चमन।
राष्ट्र प्रथम यह राष्ट्र प्रथम।
प्रखर बुद्धि तुमने दी है
और बल से नवाजा हमें
तू रक्षक हमारी है मां
है सुरक्षा कवच तुम्हारी शरन।
राष्ट्र प्रथम यह राष्ट्र प्रथम
करु हर पल शत् शत् नमन
राष्ट्र प्रथम यह राष्ट्र प्रथम।
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
जय हिन्द जय भारत।
धर्मेश जोशी
पंचमहाल गुजरात।
[15/08, 12:11] +91 94286 99262: *દેશ માટે જીવે છે*
+++++++++++++++++++
હળ હાંકતો,હાલતના હળાહળને હરખથી ગળતો,
ભૂધરાનો ભાર ઉઠાવી,
જનગણને અન્ન આપી,ભૂખ હરતો,
કો' ભોં-ખોતરો જતો કચેરીમહીં નિજ કામે.
ત્યારે_
ગાંધીજી ને બાબાસાહેબ આંબેડકરની તસવીરને દીવાલે ટાંગી, ખુરશીમાં ઝૂલતો,
આગંતુકના ખીસાને ખોતરતો,જાણે સમાજવાદના લીલા ઉડાવતો, ક્ષદ્મવેશે બેઠેલો,
આઝાદ દેશનો ચુસિયો જીવડો
ટીપે ટીપે લોહી પીવે છે.
તોય-
ગરીબાઈની ગોદડી સીવતો
ભોં-ખોતરો હજી દેશ માટે જીવે છે.
+++++++++++++++++++
ડૉ.વિજય એચ. સેલારકા
ધોરાજી.
+++++++++++++++++++
[15/08, 12:13] +91 99989 80521: *આઝાદી..*
અવસર આવ્યો આનંદ નો!
આઝાદીનો અમૃત મહા ઉત્સવ..
મુખ મંડળની આભા સૌની!
કેવી જ્યોતિર્મય લાગે!
આનંદના આ અવસર ટાણે,
યાદ કરીએ સૌ ક્રાંતિવીરોને..
બલિદાન આપી થયા શહીદ!
આઝાદી ને કાજ..
વીર શહીદોએ હસતા મુખે,
વહાવી નદીઓ રક્તની,
હાર્યા નહીં, ના પાછા પડ્યા!
અને,ગોરાઓને ભગાડ્યા..
ગુરૂ ગોવિંદ પરિવાર સહીત,
ન્યોછાવર થયા આઝાદી કાજ..
ભગત..રાજ.. સુખદેવ જેવા!
અગણિત ક્રાંતિ વીરોએ!
હસતે મુખે સ્વિકારી ફાંસી
આઝાદી ને કાજ..
શ્રદ્ધા સુમન કરીએ અર્પણ!
નમન કરીએ સૌ શહીદોને..
*આજે અમૃત મહા ઉત્સવ ટાણે*
*દેશના યુવાનો સઘળા !*
*દેશની પ્રગતિ માટે*
*બન્યા છે આત્મનિર્ભર..*
નેમ લીધી છે એક!
સ્વતંત્ર ભારતનો વિકાસ
થાય દરેક ક્ષેત્રમાં!
*કટીબદ્ધ છે હર યુવાન,*
*પ્રગતિના સોપાનો સર કરવા..*
🪔🪔🪔🪔🪔
[15/08, 12:13] +91 96019 64113: विषय :- आज़ादी - देशभक्ति गीत(१५ अगस्त विशेषांक)
शीर्षक :- यह देश हैं वीरांगनाओं का.....
यह देश हैं वीरांगनाओं का..,
यह देश हैं वीर वधुओं का...
इस देश पे मुझको नाज़ हैं।
यह देश तो मेरी शान हैं।
जिससे मेरी पहचान हैं।
हो... ओ... ओ.....हो... ओ...
हर मां को लाल पर नाज़ हैं।,
हर बेटा वतन के नाम हैं।
अपनी मां को छोड़ कर,
बेटा भारत मां के साथ हैं ।
हो..... ओ...... ओ........
मैया दुआए देती हैं।
हस - हस के बिदाई देती हैं।
कहेती हैं की बेटा हमारा गुमान हैं।
भारत मां की रक्षा करना हमारा काम हैं।
हो... ओ... ओ.....हो... ओ...
भारत की भूमि से धन्य हुई हैं यह " अवनी "
करलो देश की सेवा तुम " मां " है यह अपनी।
हो...... ओ..... ओ.....हो..... ओ....
अवनी शिवांग दवे , शिवे स्वरी , वडोदरा .
[15/08, 12:16] +91 99135 86241: પદ્ય પ્રકાર : દેશભક્તિ ગીત
🙏શહીદોને વંદન🙏
સલામત છે આ દેશ અમારો
જેના થકી આબાદ છે.
એવા વીર શહીદોને વારંવાર પ્રણામ છે.
છોડ્યા ઘરબાર જેણે દેશને ખાતીર
માયા ને મમતા બધી મેલી ગયા.
વતનની વાટ્યો બધી સૂની પડીને
ભાઈ બંધુઓ જેને યાદ કરે.
એવા વીર શહીદોને વારંવાર પ્રણામ છે.
દુશ્મનો સામે જે ઝુકયા નહીં ને
ઝઝૂમ્યા એતો છેલ્લા શ્વાસ સુધી.
લોહીથી લથબથ દેહ હતો છતાં
મોત ની સામે જે હુંકાર ભરે.
એવા વીર શહિદોને વારંવાર પ્રણામ છે.
પુલવામા જેવા જ્યારે હુમલા થયા ત્યારે
આપ્યું છે દેહનું બલિદાન જેણે.
કફન પર જેના શોભે છે તિરંગો
જે માતૃભૂમિ ને કાજે મરે છે.
એવા વીર શહીદોને વારંવાર પ્રણામ છે.
જીતેન્દ્ર જી. પરમાર. "રોશન"
પાલનપુર. ( ગુજરાત)
[15/08, 12:29] +91 99789 18299: *આઝાદી*....
એકજુટ બની મેળવીએ નૈતિકતાના સાથે આઝાદી....
સમયની સાથે સમજણતા ની ન કરીએ બરબાદી...
કેટલાક વીરોના બલિદાન પછી મળી છે આઝાદી...
જરૂર સાચવી રાખીશું સૌ હળીમળીને આ આઝાદી...
વતનદેશ ભારતનુ આપણે રાખીશું સદાયે ઉચી શાન...
વિશ્ર્વભરમાં જરૂર રહેશે હિન્દુસ્તાનનું અલાયદુ સ્થાન....
ત્રિરંગા ની રક્ષા કાજે આપીશું હસતાં હસતા જાન...
એથીજ બની રહે આપણા સૌની સ્વતંત્રતા સાથે આબાદી...
સંત શુરોને કર્મવીરો તણી છે ઘણી આપણી આ પાવન ભૂમિ...
જરૂર લહેરાશે ત્રિરંગો સદાયે એવા શાનથી જાણે ઉંચે ગગનને ચૂમી....
આવા વીરોના બલિદાન ને સત્ સત્ નમન્ સાથે વંદન કે જેમને અંગ્રેજોના જાલીમ્ ચુંગાલમાંથી અપાવી આઝાદી...
*જય હિન્દ*...!
નવીન પટેલ
*નવનીત*
[15/08, 13:34] +91 99793 70965: *રચના: -*
*આઝાદી મળી છે....*
*આઝાદી પર્વ ઉજવાય છે જેમની યાદથી,*
*આઝાદી મળી છે શહીદોની કુરબાનીથી.*
*વેપાર કરવા આવી રાજ કર્યું કપટથી,*
*આઝાદી મળી છે એમને હરાવવાથી.*
*જીવ ગુમાવ્યા છે લાખો લોકોએ જાનથી,*
*આઝાદી મળી છે લડવૈયાઓના લોહીથી.*
*ગાંધી,તિલક,સુભાષ,જવાહરના પ્રયત્નોથી,*
*આઝાદી મળી છે સ્વાતંત્ર્યસેનાનીઓના જોમથી.*
*દશે દિશાઓ ગૂંજી ઉઠી શૂરવીરોના યશગાનથી,*
*આઝાદી મળી છે શૂરવીરોના બલિદાનથી.*
*વિશ્વશાંતિનો વા વાય છે ભારત દેશથી,*
*આઝાદી મળી છે શૂરા તણા શૂરતાનથી.*
*દેશ આખો ચાલે છે બાબાના બંધારણથી,*
" *બકુલ"આઝાદી મળી છે માનવતા મહેકાવવા પ્યારથી.*
*નિર્માતા: -*
*બકુલ પરમાર,"વાલમ"*
*શિક્ષક,ખોડલા પ્રાથમિક શાળા*
**તા. પાલનપુર, જિલ્લો બનાસકાંઠા*
*ક્રમાંક 34*
[15/08, 13:37] +91 76980 17949: ઓનલાઈન ગુજરાતી સંમેલન
એક ધ્યેય છે જવાન
તારીખ :- ૧૫-૮-૨૦૨૧
*ક્રમાંક નં :- ૩૯*
.
એક ધ્યેય છે દરેક વીર જવાનો ને,
ભારત કદી ઝુકયુ નથી ને ઝુકસે નહીં.
ચીન, પાકિસ્તાન ભલે કરે છુપા વાર,
એવાં છમકલાં થી એમ કદી ડરશે નહીં.
એક જ ધ્યેય છે વીર જવાનો નો,
મા ભોમની રક્ષા કાજે શહીદ થવાનું.
એકમેકના ચાળે ચઢી ભલે હુમલો કરે,
અમે વીર જવાનો ડટકર મુકાબલો કરીશું.
એક જ ધ્યેય છે વીર જવાનો નો,
દુશ્મનોને જીવતાં નહીં છોડવાનો.
ભલે કરે શત્રુ રમખાણ તોપો થકી,
એ તોપોનાં નાળચા તોડી નાખીશું.
એક જ ધ્યેય છે વીર જવાનો નો,
ધરતી માતા માટે માટી બની જઈશું
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️
*આથી હું બાંહેધરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે*
[15/08, 13:45] +91 99793 70965: *રચના: -*
*આઝાદી મળી છે....*
*આઝાદી પર્વ ઉજવાય છે જેમની યાદથી,*
*આઝાદી મળી છે શહીદોની કુરબાનીથી.*
*વેપાર કરવા આવી રાજ કર્યું કપટથી,*
*આઝાદી મળી છે એમને હરાવવાથી.*
*જીવ ગુમાવ્યા છે લાખો લોકોએ જાનથી,*
*આઝાદી મળી છે લડવૈયાઓના લોહીથી.*
*ગાંધી,તિલક,સુભાષ,જવાહરના પ્રયત્નોથી,*
*આઝાદી મળી છે સ્વાતંત્ર્યસેનાનીઓના જોમથી.*
*દશે દિશાઓ ગૂંજી ઉઠી શૂરવીરોના યશગાનથી,*
*આઝાદી મળી છે શૂરવીરોના બલિદાનથી.*
*વિશ્વશાંતિનો વા વાય છે ભારત દેશથી,*
*આઝાદી મળી છે શૂરા તણા શૂરતાનથી.*
*દેશ આખો ચાલે છે બાબાના બંધારણથી,*
" *બકુલ"આઝાદી મળી છે માનવતા મહેકાવવા પ્યારથી.*
*નિર્માતા: -*
*બકુલ પરમાર,"વાલમ"*
*શિક્ષક,ખોડલા પ્રાથમિક શાળા*
**તા. પાલનપુર, જિલ્લો બનાસકાંઠા*
*ક્રમાંક 34*
[15/08, 13:56] +91 94286 99262: દેશ માટે જીવે છે
#################
હળ હાંકતો, હાલતના હળાહળને હરખથી ગળતો,
ભૂધરાનો ભાર ઉઠાવી,
જનગણને અન્ન આપી, ભૂખ હરતો,
કો' ભોં-ખોતરો જતો કચેરીમહીં નિજ કામે.
ત્યારે-
ગાંધીજી ને બાબાસાહેબ આંબેડકરની તસવીરને દીવાલે ટાંગી, ખુરશીમાં ઝૂલતો,
આગંતુકના ખીસાને ખોતરતો, જાણે સમાજવાદના લીરા ઉડાડતો, ક્ષદ્મવેશે બેઠેલો,
આઝાદ દેશનો ચુસિયો જીવડો
ટીપે ટીપે લોહી પીવે છે.
તોય-
ગરીબાઈની ગોદડી સીવતો
ભોં-ખોતરો હજી દેશ માટે જીવે છે.
##################
ડૉ.વિજય એચ. સેલારકા
ધોરાજી
##################
[15/08, 14:10] +91 98240 91101: આજના મંગલદિને
માં ભારતીને કૃતજ્ઞતાપૂર્વક વંદન....🙏🏻❤️🇮🇳❤️🙏🏻
શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે..
વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે...
શૂરવીરોના શૂરાતન ગાય એવી શું ગાથા નીકળે..
અશ્વને બાંધે એવી લવ-કુશની શૂરવીરતા નીકળે...
ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે..
ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે...
વંદન કરું આ ધરાને જ્યાં અવતારો થનગન્યા..
કંસ દુ:સાસન હિરણ્ય ભોગોમાં આજે રાંચતા નીકળે...
અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે..
કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે...
અહલ્યા દ્રૌપદી તારા મંદોદરી ને સીતા અવતરે..
હજુ પણ ક્યાંક "જગત"માં એવી માતા નીકળે...jn
જે. એન. પટેલ (જગત)
[15/08, 14:11] +91 96019 64113: विषय :- आज़ादी - देशभक्ति गीत(१५ अगस्त विशेषांक)
शीर्षक :- यह देश हैं वीरांगनाओं का.....
क्रमांक : ४८ (१५/०८/२१)
यह देश हैं वीरांगनाओं का..,
यह देश हैं वीर वधुओं का...
इस देश पे मुझको नाज़ हैं।
यह देश तो मेरी शान हैं।
जिससे मेरी पहचान हैं।
हो... ओ... ओ.....हो... ओ...
हर मां को लाल पर नाज़ हैं।,
हर बेटा वतन के नाम हैं।
अपनी मां को छोड़ कर,
बेटा भारत मां के साथ हैं ।
हो..... ओ...... ओ........
मैया दुआए देती हैं।
हस - हस के बिदाई देती हैं।
कहेती हैं की बेटा हमारा गुमान हैं।
भारत मां की रक्षा करना हमारा काम हैं।
हो... ओ... ओ.....हो... ओ...
भारत की भूमि से धन्य हुई हैं यह " अवनी "
करलो देश की सेवा तुम " मां " है यह अपनी।
हो...... ओ..... ओ.....हो..... ओ....
अवनी शिवांग दवे , शिवे स्वरी , वडोदरा .
[15/08, 14:40] +91 87797 82170: स्वतंत्रता ।
स्वतंत्र देश के स्वतंत्र नागरिक है कहलाते,
हम आजाद कहा?
"स्व" का कोई "तंत्र" नही हमारा,
हम आजाद कहा?
खुद की नीव अंग्रेजी ईट से बनी है ,
इमारतों में वो बुलंदी कहा?
आज भी पाल रहे है खुद को,
उनके बनाये खोखले कानूनों से,
व्यवस्था में वो संहिता कहां?
बाय, हाई का कल्चर अपनाया,
फिर मिलेंगे कहना छोड़ दिया,
ऊष्मा का वो ठेहराव कहां?
जिन्होंने संस्कृति को तोड़ा
इंसान को इंसान से लड़वाया,
इस पॉलिसी को हमने भी अपनाया,
बताइए हम आजाद कहां?
जशन जरूर मनाना है,
अब आजादी को पाना है,
गुलामी पसंद मनकों जगाना है,
खुद अर्जुन बनके कृष्ण को बुलाना है।
राजेश
[15/08, 14:43] +91 98981 29218: *शीर्षक: मैं चलू तुम्हारे संग बापू*
मैं चलू तुम्हारे संग बापू (२)
उस दंडी की राह पर चलूं तुम्हरे संग
मैं चलूं तुम्हारे संग बापू
आजादी के रखवाले अहिंसा के पूजारी
हे बापू तुम्हे प्रणाम हे बापू तुम्हे प्रणाम
मैं चलू तुम्हारे संग बापू
मैं छोड़ दू रेशम साड़ी को
मैं पहन लूं खादी की साड़ी
मैं चलूं तुम्हारे संग बापू
मैं चलूं सत्य की राह पर
मैं पहुचाऊ सत्य का पैगाम
मैं चलूं तुम्हारे संग बापू
भारत माँ के चरणो में
कर दूं जान कुरबान
मैं चलूं तुम्हारे संग बापू
मैं चलूं अहिंसाकी राह पर
न उठाऊ शस्त्र हथियार
मैं चलूं तुम्हारे संग बापू
सत्य राह पर चलूं आज मैं
नशे से करवा दूं आजाद
मैं चलूं तुम्हारे संग बापू
आपने सीखाया सत्यका पाठ
मिटाया अज्ञानका अंधकार
मैं चलूं तुम्हारे संग बापू
सच्चाई का लेकर शस्त्र
अहिंसा का लेकर अस्त्र
मैं चलूं तुम्हारे संग बापू
बापू करते है तुम्हे नमन
तुजे चढ़ाते है प्रेम सुमन
मैं चलूं तुम्हारे संग बापू।।
*सुनिता डी व्यास* *(कवयित्री,लेखिका)*
*अहमदाबाद चांदखेड़ा (गुजरात)*
*फोन नंबर:9429955817*
*व्हाट्सएप : 9898129218*
[15/08, 17:12] Janseva Gulabchand Patel: રાષ્ટ્ર ધ્વજ
ભારત દેશ ની શાન છે આ ભારત દેશ ની શાન
આ રાષ્ટ્ર ધ્વજ ને મારી સલામ છે મિત્રો
મારી સો સો સલામ છે
ભારત ની એ શાન છે આ ભારત દેશની શાન
એના માટે મારી જાન પણ કુરબાન છે, (2)
લહેરાશે ધ્વજ લેહ લદાખ માં
ને ગુંજ સંભળાશે જમ્મુ ને કાશ્મીરમાં
એમાં ત્રણ રે ત્રણ રંગો ચમકી રહ્યાં છે
આ ભારત નું ગૌરવ તણું સુંદર પ્રતિક છે
લીલો, ધોળો ને રંગ કેસરી ક્ષત્રિય નું પ્રતિક છે
વચ્ચે અશોક ચક્ર ને સિંહ તણો પડકાર છે
મળી ભારત દેશ ને આઝાદી ખુશીયો અપાર છે
લહેરાયો તિરંગો ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ દેશ ના દરબારમાં
નહીં નમશે નહીં નમશે નિશાન આ ભારત નું
તિરંગો મારા દેશ ની રૂડી શાન છે
વિજયી ભારત નું આ વિશ્વ માં ઉચ્ચ સ્થાન છે
તીરંગા નું ગૌરવ કરતા એને સો સો સલામ છે.
કવિ ગુલાબ ચન્દ પટેલ નો એક જ નારો છે
ભારત દેશ અમને ખૂબ ખૂબ પ્યારો છે.
ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377
કવિ લેખક અને અનુવાદક
હિન્દી ગુજરાતી
[15/08, 19:51] +91 87797 82170: સ્વતંત્ર દેશ ના સ્વતંત્ર નાગરિક કહેવાઈએ આપણે,
આપણે આઝાદ ક્યાં છીએ?
"સ્વ"નું કોઈ "તંત્ર"નથી આપણું,
આપણે આઝાદ ક્યાં છીએ?
પોતાની ઈમારત અંગ્રેજી ઈંટ ની બની છે,
ઈમારત મા એ બુલંદી ક્યાં?
આજે પણ સિંચન આપણું
એમના ખોખલા કાયદા થી,
વ્યવસ્થા મા એ સંહિતા ક્યાં?
હાય, બાય ની સંસ્કૃતિ અપનાવી,
"ફરી મળીશું"કહેવું છોડી દીધું,
લાગણી મા એ ઉષ્મા ક્યાં?
જેણે સંસ્કૃતિ ને તોડી,
માનવ ને માનવ થી ભિડાવતી
એ યુક્તિ ને આપણે અપનાવી,
કહો, આપણે આઝાદ ક્યાં?
જસન જરૂર મનાવવો છે,
આઝાદી હાંસિલ કરવી છે,
ગુલામી પસંદ મન ને જગાડવું છે,
ખુદ અર્જુન બની કૃષ્ણ ને બોલાવવા છે.
[15/08, 22:14] +91 76980 17949: ઓનલાઈન ગુજરાતી સંમેલન
એક ધ્યેય છે જવાન
તારીખ :- ૧૫-૮-૨૦૨૧
*ક્રમાંક નં :- ૩૯*
.
એક ધ્યેય છે દરેક વીર જવાનો ને,
ભારત કદી ઝુકયુ નથી ને ઝુકસે નહીં.
ચીન, પાકિસ્તાન ભલે કરે છુપા વાર,
એવાં છમકલાં થી એમ કદી ડરશે નહીં.
એક જ ધ્યેય છે વીર જવાનો નો,
મા ભોમની રક્ષા કાજે શહીદ થવાનું.
એકમેકના ચાળે ચઢી ભલે હુમલો કરે,
અમે વીર જવાનો ડટકર મુકાબલો કરીશું.
એક જ ધ્યેય છે વીર જવાનો નો,
દુશ્મનોને જીવતાં નહીં છોડવાનો.
ભલે કરે શત્રુ રમખાણ તોપો થકી,
એ તોપોનાં નાળચા તોડી નાખીશું.
એક જ ધ્યેય છે વીર જવાનો નો,
ધરતી માતા માટે માટી બની જઈશું
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️
*આથી હું બાંહેધરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે*
[15/08, 22:22] +91 95865 61285: મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા
ગાંધીનગર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય
કવિ સંમેલન..
નામ :- દિનેશભાઈ વી.નાયક
ઉપનામ :- દિનેશ કવિરાજ
ગામ :- ડીસા
શીર્ષક :- અમે બનીશું દેશના ઘડવૈયા..
ક્રમાંક નંબર :- 8
અમે બનીશું દેશના ઘડવૈયા,
અમે બનીશું દેશના લડવૈયા..
અમે શત્રુઓથી નહીં ડરનારા,
અમે દેશ માટે કુરબાન થનારા..
અમે સત્ય અહિંસાના માર્ગે ચાલનારા,
અમે ભારતમાતાની ગોદમાં રહેનારા..
અમે બેન બેટીની લાજ રાખનારા,
અમે દેશદ્રોહીને ગોળીએ વિંધનારા..
અમે શહિદ બની બલિદાન દેનારા,
અમે ત્રિરંગા ઝંડાને સલામી દેનારા..
- દિનેશ કવિરાજ (ડીસા)...✍
તા. 15/8/2021
[15/08, 22:26] +91 99258 64276: *દેશભક્તિ ગીત*
*શીર્ષક- "ઝંડો લાગે વહાલો "*
પ્રાણથી પ્યારો ભારત દેશ અમારો,
લાગે છે ત્રિરંગો ઝંડો અમને વહાલો વહાલો.
મુક્ત ગગનમાં ફરકે કેવો રાષ્ટ્રધ્વજ અમારો,
કેસરી,સફેદ ને લીલો રંગ લાગે છે કેવો નિરાળો.
કેસરી રંગ સૂચવે છે અમને ત્યાગ અને બલિદાન,
આઝાદીના રક્ષણ કાજે થઈ જાઓ કુરબાન.
સફેદ રંગ શાંતિનો સૂચક પ્રેમનો સંદેશ આપે,
હળીમળીને રહીએ આપણે સંપીને સંગાથે.
લીલો રંગ આપે છે સંદેશ સુખ,સમૃદ્ધિ,હરિયાળી,
આગળ વધે દેશ અમારો રહે સદાય ખુશાલી.
વચમાં શોભે અશોકચક્ર ધર્મચક્ર કહેવાય,
સર્વધર્મ સમભાવ શીખવે શાંતિથી રહેવાય.
મણિલાલ વાલજીભાઈ રોહિત 'સહજ'
બાલાસિનોર
Comments
Post a Comment