કંઈક છૂટી જતું હોય એમ લાગે છે.
કંઈક છૂટી જતું હોય એમ લાગે છે !
કંઈક તૂટી જતું હોય એમ લાગે છે !
કર્મ ક/સારણી થૈ પૂર્ણ જોત જોતામાં !
કંઈક રૂઠી જતું હોય એમ લાગે છે !
સાડા ત્રણ દાયકાની સફર અને લગાવ,
કોઈક તોડી જતું હોય એમ લાગે છે !
કંઈક કર્યાનો આનંદ છે અદકેરો તોયે,
કંઈક ખૂટી જતું હોય એમ લાગે છે !
શેં વેઠાશે શૈક્ષિક પ્રવાહોથી અલિપ્તતા ?
કોઈક તોડી જતું હોય એમ લાગે છે !
સમયની ફરિયાદો રહેતી અને આજે !
સમય થંભી જતો હોય એમ લાગે છે !
શું આ જ જીવન ક્રમ કર્મની માયાજાળ ?
રીતિમાં કૈંક છૂટી જતું હોય એમ લાગે છે !
હે વ્હાલા વિધાર્થીઓ અને શાળાઓ...,
ચિંતા કોક કરી જતું હોય એમ લાગે છે !
સર્જન - ૧૮.૧૧.૨૦૨૪
સમય - ૬.૫૮

વાહ, સુંદર કાવ્ય.👍
ReplyDelete