નિવૃત્તિ ટાણે સ્વરચિત કાવ્ય
હે ઈશ્વર, દીધેલ જે રોલ બેખૂબી નિભાવી જાણ્યો.
ઉજાળી અનેક આતમ, લો હું આ ચાલ્યો...
ઝરણું બનીને આવ્યો હતો પાણી પાવા
વિશાળ મહાસાગર બનીને મહાલ્યો !
ઝંપ્યો છું ત્યારે જ જ્યારે કરી છે સૌની ઉન્નતિ.
હાથ જેનો જેનો છે મેં ઝાલ્યો !
સેવા હતી કે સ્વાર્થ આ ના કળી શકાયું !
પણ નક્કી કે બન્નેમાં હું અઢળક ફૂલ્યો ફાલ્યો.
માનું લખલૂંટ આભાર તારો વિધાતા.
ચોક ડસ્ટરથી જે રીતે તેં મને છે પાલ્યો.
હતી ઈર્ષ્યા, કંટાળા, લોભ પ્રલોભનો આળસ ને ઉદ્વેગ,
ને છતાંયે નિષ્ઠાવાન બનીને સુપંથે જ ચાલ્યો !
લો,હવે હું ચાલ્યો...
સર્જન તારીખ - ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪
સમય - ૪.૪૯

Comments
Post a Comment