Digital/Technical કવિતાઓ...
1.
*અંતરાત્માની ડિજિટલ ગઝલ*
જાત સાથે આ રીતે ના fraud કર;
આ ઉદાસીને હવે unload કર.
એક અવસર હાથ લંબાવી ઊભો!
હાથ સામો આપ, થોડું nod કર.
જિંદગી નામે અહીં play store છે,
તું ખુશીની app download કર.
આંસુઓનો log clear કર અને-
એક-બે સપના પછી upload કર.
રાખ શ્રધ્ધા, હાથ જોડી બેસ અહીં!
કહી રહ્યો છે એ કશુંક! decode કર.
ring તો વાગ્યા જ કરશે ભીતરે,
ત્રસ્ત હો તો સ્હેજ silent mode કર.
શ્વાસની system થવાની hang છે,
RAM ઓછી છે તો ઓછું load કર!
: હિમલ પંડ્યા
*અંતરાત્માની ડિજિટલ ગઝલ*
જાત સાથે આ રીતે ના fraud કર;
આ ઉદાસીને હવે unload કર.
એક અવસર હાથ લંબાવી ઊભો!
હાથ સામો આપ, થોડું nod કર.
જિંદગી નામે અહીં play store છે,
તું ખુશીની app download કર.
આંસુઓનો log clear કર અને-
એક-બે સપના પછી upload કર.
રાખ શ્રધ્ધા, હાથ જોડી બેસ અહીં!
કહી રહ્યો છે એ કશુંક! decode કર.
ring તો વાગ્યા જ કરશે ભીતરે,
ત્રસ્ત હો તો સ્હેજ silent mode કર.
શ્વાસની system થવાની hang છે,
RAM ઓછી છે તો ઓછું load કર!
: હિમલ પંડ્યા
2.
On line ....પ્રેમ
અહીં તારૂ DP રોજ બદલાય છે
અને મારૂ BP down થાય છે
States જરા સમજી વિચારી લખવાનું
મારા વિચારો ની Speed over થઇ જાય છે
Salfi માં બહું નાટક નહીં કરવાના
મારો Mobil screen પણ ભીંજાય છે
અને હા જો વારં વાર on off નહીં થવાનું
Gud nyt કહ્યા પછી પણ જગાય છે
જાગીને તરત જ Gud mrg કહેવાનું
નહીં તો sunrise માથે ઝંખાયછે
તારા watsup ના green ટપકા
મને Hang કરી પાછા સંતાઇ જાય છે
મેં હમણા Face book ચાલું કયુઁ છે
જ્યાં નવા નવા Faceમાં જગત દેખાય છે
💕💕💕💕💕💕💕💕💕💕💕💕
3.
રમૂજી રચના...😀😁😂🤣😃😄😅😆😉
છુ હું કવિ એટલે લખું છુ રોજ શેર-શાયરી,
પણ એની જાતનું વાહ વાહ કોઈ કરતું નથી.
લ્યો ત્યારે છોકરીઓ મુકે Face book ઉપર ફોટા,
તો સાલું એને Like કર્યા વિના કોઈ રહેતું નથી.
હમજાતુ નથી મને હાહરુ આવું કેમ થાય છે?
સવાલ પૂછું કોઈકને તો જવાબ કોઈ આપતું નથી.
હોય ભાઈને Id બનાવે face book ઉપર બેનની,
કેટલી Like મળી એ તપાસ્યા વિના કોઈ રહેતું નથી.
પ્રશંસા પામવા ઘૂંઘટ ઓઢ્યા ભાઈઓએ બહેનોના,
હકિકત બહાર આવતા મોંઢુ કોઇ બતાવતું નથી.
ઠઠારો તો સાલો જુઓ મોજીલા આજના યુવાનોનો,
હાથે કડાને કાને બુટ્ટીઓે પહેર્યા વિના કોઈ રહેતું નથી.
મેક અપ કર્યો હોય તેવા ચહેરાને વાળ રાખે છર મોટા,
નિકળે રસ્તે તો છોકરો કે છોકરી સાલું સમજાતું નથી.
- "મોજીલો " માસ્તર
4.
❛❛સોશ્યલ મિડીયાની દુનિયા...
ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,
છતાં આ ફેસબુક કે ટેલિગ્રામ છે.
પોસ્ટ ઓફિસ અહીં હોતું નથી,
છતાં લોકો પોસ્ટ કરે છે.
રૂબરુ કોઈને અહીં મળતું નથી,
તોય સૌનું અહીં ગ્રુપ છે.
ભણવાની અહીં કોઈ નિશાળ નથી,
તોયે અહીં એડમીન છે.
કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,
તોય અહીં સૌની પોતાની વોલ છે.
કોઈ પશુ પંખી અહીં હોતાં નથી,
તોય સૌને પોતાની નેટ છે.
કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,
તોયે અહીં એકટીવીટી છે.
કોઈ પણ અહીં નોકરી તો કરતું નથી,
તોયે દરેકની પ્રોફાઈલ છે.
ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,
તોયે પણ અહીં ચેટ છે.
પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,
તોયે પણ ઈમોજી અનેક છે.
એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,
તોયે લાઈક ડીસલાઈક અનેક છે.
ઝેરોક્ષ ની અહીં કોઈ એવી દુકાન નથી,
તોયે કોપી પેસ્ટ અનેક છે.❜❜
5.
મિત્રોને અર્પણ...રૂબરૂ જ આવવું પડશે
True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..
પણ ચા પીતા પીતા વાતો કરવા તો રૂબરૂ આવવું પડશે...
Google Map માં Location મારું જોઈ શકીશ..
પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે...
Instagram પર story મારી રોજ રોજ જોઈ શકીશ..
પણ લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે...
Whats App પર Emojis થી હસી રડી શકીશ..
પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે...
Facebook માં ફોટો ને Like/ comment કરી શકીશ..
પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે...
Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે... ❤️
6.
Comments
Post a Comment