કૃષ્ણ કાવ્યો...
1.
કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી,
કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી,
*અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,*
*માખણના મટકા કોઈ ઘરમાંય નથી,*
જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે,
વૃંદાવનની ટીકીટ મળે એમ નથી,
લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,
*કંસને જો મારે તો ધ્યાન રાખજે,*
*સાચાને જામીન મળે એમ નથી,*
નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી
One Sided Love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,
*આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,*
*આમ હજાર નામ હવે ચાલતા નથી,*
Website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ Search કરતું નથી,
*Selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,*
*આ જૂના Pose હવે ચાલે એમ નથી,*
કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી.
॥ શુભ સંધ્યા ॥
[19/08, 05:03] +91 99798 93329: ચાલ ને સમયના તાલે તરીએ,
લય સંગાથે લહેરીએ,
મુક્ત બની ને વિચરીએ,
ચાલ ને કૃષ્ણ જેવું કરીએ....!
જરકસી જામા ને માથે મુકુટ,
પીળું પીતામ્બર અને મોરપીંછની શોભા,
હોઠે મૂકી વાસળી,સુર પ્રેમના છેડીએ,
ચાલને કૃષ્ણ જેવું કરીએ....!
આપદ પડે તો ગોવર્ધન ધારીએ,
સુદર્શનની આણ પણ વાર્તાવીએ,
ભલે હોય જીત્યું પણ ઠોકરે મારીએ,
ચાલને કૃષ્ણ જેવું કરીએ..!
સાચને સાથ દેવામાં પાછા ના પડીએ,
હોય રાજ તોય અભિમાન ના ધરીએ,
સખા કાજે સારથીપણું સ્વીકાર કરીએ,
ચાલ ને કૃષ્ણ જેવું કરીએ...!
વિષાદ થી વૈરાગ ભણી વળીએ,
યુદ્ધ માહી પણ શાંત ચિત્ત ધરીએ,
રાધાની સંવેદના કદી ના વિસરીએ,
ચાલ ને કૃષ્ણ જેવું કરીએ...!
*મેહુલ ભટ્ટ (18.8.22)*
[19/08, 06:07] +91 98240 91101: શુભ સવાર જય ભોલે...
જન્માષ્ટમીની શુભકામના...
🙏🏻❤सदा सेव्य कृष्ण।। ❤🙏🏻
અર્થાત... કૃષ્ણ હંમેશા સેવા કરવા યોગ્ય છે...
સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર
એવી અલૌકિક અનન્ય વ્યક્તિત્વનું
આ ધરા પર અવતરવું એ જ આપણું
મહાભાગ્ય છે..
પૂર્ણ પુરુષોત્તમ જેને કહ્યા હોય
એનો જન્મદિવસ હું પારણું ઝુલાવી
કેવી રીતે મનાવી શકું..?
મનના મહેલમાં પારણું બાંધી એના
વિચારોનો જન્મ મારી વાણીમાં
થવો જોઈએ...
હ્રદયની રાજધાની પર એનું રાજ
હોવું જોઈએ...
એના ગુણોનું ગુંજન ઘર ઘરમાં
થવું જોઈએ...
કૃષ્ણના જન્મના સાચા હકદાર બનવું
હોય તો સુદામા જેવી મૈત્રી મારા જીવનમાં
લાવવી પડશે...
નરસિંહ ને મીરાની ભક્તિ મારા જીવનમાં
ભરવી પડશે...
સંસ્કૃતિના ગોવર્ધનને મારો ટેકો
આપવો જ પડશે...
આજના આ મંગલદિને ભગવાન
શ્રીકૃષ્ણના ગુણોનું પુજન કરી મારા
જીવનમાં લાવવા માટે કટિબદ્ધ થવાનો
સંકલ્પ કરી સાચા અર્થમાં એના
જન્મ દિવસના હકદાર બનીને એના
વિચારો રૂપી માખણની મટકી ફોડી
સમાજ, રાષ્ટ્ર તેમજ જગતના છેલ્લામાં
છેલ્લા માનવને પૃષ્ટ બનાવીએ...
જગતની ચોટલી જે હાથમાં ઝાલીને
બેઠો છે એને હું શું આપી શકું..??
મારી વાણી, મારા વિચાર ને મારા વર્તનમાં
બદલ લાવું એવા આશીર્વાદ માગી કહું છું..
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ...
जीवेत् शरद: सतम्....jn
જે. એન. પટેલ (જગત)
[19/08, 08:36] +91 99989 71823: નીચેનું કૃષ્ણગીત જોવા માટે નીચેની લિંક કલીક કરો.....
https://youtu.be/N8ESLVzGhpo
દુઃખી એવી દુનિયા કરે છે પોકાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
ગોકુળ રડે છે ને મથુરા રડે છે,
ગોપીઓ તારા માટે પડે-આખડે છે;
આ ગાવલડી રડે છે ચોધાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
ભક્તો તને જોવા નેજવા ઢાળે છે,
નિરાશ થઈને નજર પાછી વાળે છે;
એની પીડા સૌને છે અપાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
ભજન કરે છે ને કીર્તન કરે છે,
તને મનાવવા પાગલ થૈને ફરે છે;
એમ સૌને તારો છે આધાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
'સાગર' રામોલિયાનું મન તડપે છે,
રાત-દિન તારા જાપ જપે છે;
એતો બન્યો તારા ગુણ ગાનાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
'સાગર' રામોલિયા
[19/08, 09:31] P Dipaksinh Solanki Anand: *જન્માષ્ટમી*
🔮🔮🔮🔮🔮🔮🔮🔮🔮🔮
કૃષ્ણ જન્મોત્સવ હૃદયમાં થાય તો જન્માષ્ટમી,
મર્મ ગીતાનો ખરો સમજાય તો જન્માષ્ટમી.
અર્થ શું ઉપવાસમાં આરોગતાં પકવાન ભિન્ન ?
અન્ન એવું મન અગર થઈ જાય તો જન્માષ્ટમી.
કૃષ્ણ આકર્ષિત થઈને ભેટવા આવી પડે,
જો સુદામા મિત્ર પણ હરખાય તો જન્માષ્ટમી.
કામ મદ ને ક્રોધનો વધ આપણે કરવો રહ્યો,
કર્મ ભક્તિ જ્ઞાનોપાર્જન થાય તો જન્માષ્ટમી.
'માસભર જુગાર રમવો' કૃષ્ણ તો કહેતા નથી,
તાસનો એ મ્હેલ જો વિખરાય તો જન્માષ્ટમી.
દ્રૌપદીનું થાય જો વસ્ત્રાહરણ અટકાવજો,
કુળ મર્યાદા સતત સચવાય તો જન્માષ્ટમી.
ભેદ રાજા રંકનો મિટાવવો અઘરો નથી,
વિત્તનું માખણ બધે વહેંચાય તો જન્માષ્ટમી.
વિશ્વરૂપ દર્શન તો કરવા દિવ્યચક્ષુ જોઈએ,
દિવ્ય જ્યોતિ "દીપ"ની પથરાય તો જન્માષ્ટમી.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*દીપક સિંહ સોલંકી "દીપ" આણંદ*
[19/08, 09:31] P Dipaksinh Solanki Anand: *જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ પર લખાયેલ ગઝલ*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
કેટલું સહેવું પડ્યું શ્રીકૃષ્ણને પૂછો તમે.
એમના સ્થાને ઘડીભર જાતને મૂકો તમે.
જેલમાં જનમ્યા, મળ્યો માતાપિતાનો પ્રેમ નહિ,
અશ્રુઓ વહેતા રહ્યા જઈને જરા લૂછો તમે.
વ્હાલ વાસુદેવનું ,શું દેવકીનો છે દુલાર?
જઈ યશોદા નંદ પાસે એકડો ઘૂંટો તમે.
ચોર કહેવાયા ,દઈ હકનું બધા ગોવાળને,
આમ મટકી ફોડીને માખણ જરા લૂંટો તમે.
પૂતના માસીનું પણ વિષપાન કરવું છે કઠિન,
ઝેર કાલીનાગનું મનમાંથી તો થૂંકો તમે.
ગાળ નવ્વાણું સહન કરવી રમત છે વાત કંઈ?
શીશ શિશુપાલનું કાપી જરા જુઓ તમે.
શસ્ત્ર નહિ પણ શાસ્ત્રથી અર્જુન ઊભા કરવા હવે,
સારથિ થઈ શંખ તો સંગ્રામનો ફૂંકો તમે.
આ જગતના ભારનો જો કાઢવો અંદાજ હોય,
આંગળી પર આખો ગોવર્ધન કદી ઊંચકો તમે.
સાર ગીતાનો ખરેખર દિવ્ય છે એક જ્ઞાન"દીપ"
વાંચી જીવનમાં ઉતારો, માત્ર ના પૂજો તમે.
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*દીપકસિંહ સોલંકી "દીપ" આણંદ*
[19/08, 10:30] +91 92778 07778: *'હું'*
ની મટકી શું ફૂટી .... ….
*'હૈયું'*
માખણ માખણ થઇ ગયુ .... ....
જન્માષ્ટમીની શુભકામનાઓ..
[19/08, 11:04] Ramesh Bhatt Admin: કદી માધવ કદી મોહન તમારાં નામ છે નોખાં.
કદી માખણ કદી ચોરી તમારાં કામ છે નોખાં.
ભલામાણસ તમારાં આટલાં સરનામાં શાને છે.
કદી ગોકૂળકે દ્વારિકા તમારાં ગામ છે નોખાં.
તમે તો મોરપીંછીને જ પૂરું દિલ દઈ બેઠા.
કદી રાધા કદી મીરાં તણા વિશ્રામ છે નોખા.
સુદામા હેમના મહેલે વિચરતા પાંડવો વનમાં.
કદી વૈભવ કદી તકલીફના આયામ છે નોખા.
વગાડી વાંસળીને પંચજન્ય પણ વગાડ્યો છે.
કદી વિષ્ટી કદી યુદ્ધો બધા સંગ્રામ છે નોખા.
કહે શું કાન તમને કાનમાં ' રશ્મિ' ય આ પર્વે.
કદી ગોપી કદી મટકી બધા અંજામ છે નોખા .
- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.
[19/08, 11:09] +91 99095 25538: જન્માષ્ટમીના જય શ્રીકૃષ્ણ!
જાગૃત અવસ્થામાં જ અણસાર આવે.
મને મારા કૃષ્ણ પ્રભુનો જ વિચાર આવે.
ઈચ્છાઓ સઘળી મારા કહ્યામાં જ રહે,
ને ઓચિંતી હવે સદબુદ્ધિ અપાર આવે.
ઉભો રહું હું વૃદાવનની ગલીમાં એકલો,
એવું બને કે સામે દોડતો કીરતાર આવે.
હવે દાસી બની જાઉં મારા સુંદર વરની,
બન્ને પગમાંથી ઝાંઝરનો ઝણકાર આવે.
ગદગદિત થઈ જાઉં હું ઈશની મુરત સામે,
ને હર્ષનાં આંસુ આંખમાંથી ચોધાર આવે.
વાર તિથિ તારીખ "શ્યામ" ને બધુંયે સરખું,
કૃષ્ણ બોલું ને જન્માષ્ટમીનો તહેવાર આવે.
શામજી માલી રાપર કચ્છ
[19/08, 11:45] Ramesh Bhatt Admin: *કૃષ્ણ ગઝલ*
કૃષ્ણ જન્મ્યો આજ કારાવાસમાં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મા યશોદા અંકમાં લાલો રમે.
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
બાળપણ વીત્યું અનોખું ગોકુળે,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
વ્રજમાં છે રાસલીલા શોભતી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
રાજનીતિ હસ્તિનાપૂરમાં કરી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મોરલી વાગી મથુરામાં સુણો,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
શ્યામ ઘેલી થઈ વળી રાધા અહીં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
ડોલતું જગ કૃષ્ણમય 'ઊર્મિ' થકી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'
[19/08, 11:45] Ramesh Bhatt Admin: *કૃષ્ણ ગઝલ*
કૃષ્ણ જન્મ્યો આજ કારાવાસમાં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મા યશોદા અંકમાં લાલો રમે.
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
બાળપણ વીત્યું અનોખું ગોકુળે,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
વ્રજમાં છે રાસલીલા શોભતી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
રાજનીતિ હસ્તિનાપૂરમાં કરી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મોરલી વાગી મથુરામાં સુણો,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
શ્યામ ઘેલી થઈ વળી રાધા અહીં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
ડોલતું જગ કૃષ્ણમય 'ઊર્મિ' થકી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'
[19/08, 13:24] +91 99250 25109: મુરલી તો વગાડી જાણી અમે કૃષ્ણ બની
યાચક બનતા ના આવડ્યું , સુદામા બની!
આવ્યાં-રહ્યાં-ગયાં, સ્થાન મુદતી બદલતાં
મુઠી ધાનના મોલ ના જાણ્યા સુદામા બની
🎊⚘️ *"નિમિષ"*⚘️🎊
[19/08, 13:38] +91 81405 02272: *'હું'*
ની મટકી શું ફૂટી .... ….
*'હૈયું'*
માખણ માખણ થઇ ગયુ .... ....
આપ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ..
[19/08, 13:42] +91 99250 25109: નથી રહેતું કાંઈ સહેવાનું
કૃષ્ણ બન્યા પછી
સહજ બની બસ વહેવાનું
કૃષ્ણ બન્યા પછી
સંસારી વલોણે, માખણ તારવાનું
કૃષ્ણ બન્યા પછી
બંસરી સુદર્શન ચલાવી જાણવાનું
કૃષ્ણ બન્યા પછી
⚘️"નિમિષ"⚘️
[19/08, 14:45] +91 99259 76986: *આવજો,*
કાયમ અમારા દ્વારે આવજો,
ગોપી મનના વિચારે આવજો,
અસત્ય માંથી બહાર લાવીને
સદા સત્યના સથવારે આવજો,
વિષનો પ્યાલો અમૃત બનાવીને
મીરાંના સંકટ સંહારે આવજો,
આવજો ભગતની લાજ રાખવા
નરસૈંયાની જેમ વહારે આવજો,
આશના નિત નવા સૂરજ ઉગાડી
'ભાવુક'ની રોજ સવારે આવજો,
ભરત ગોસ્વામી "ભાવુક"
અંજાર કચ્છ
[19/08, 18:40] +91 81405 02272: આવી જાય તો પળમાં આવે, એનું કંઈ ઠેકાણું નહીં;
નહિતર જીવનભર તડપાવે, એનું કંઈ ઠેકાણું નહીં.
ગોપીઓનાં વસ્ત્રો ચોરે ને ચોરે એ માખણ પણ,
એ પાછો ગીતા સમજાવે, એનું કંઈ ઠેકાણું નહીં.
- ભરત ભટ્ટ 'પવન'
[16/08, 06:56] Rameshbhai Patel Ramjiyani Shabd Shangar: . *કૃષ્ણ કવન* એક ઝાંખી.
ગોકુળ,મથુરા,વૃંદાવન પરમ પવિત્ર ધામ.
છે નગરો પ્રાચીન એવા,ઓળખ વ્રજધામ.
વસે નગર મથુરા,જ્યાં યોગેશ્વરનું જન્મ સ્થાન.
નંદ ઘેર આનંદ ભયો,જગત નિયંતા શ્રીઘનશ્યામ.
વૈકુંઠથી વહાલું વ્રજધામ,જ્યાં કાળીનાગ નાથિયો,
તારી ફૂંકે બંસી બોલે,યમુના બને મસ્તાન.
વિટંબણાઓ ગેલી ગોપીઓ,જાણે રાધા ઘનશ્યામ.
આંખોમાં,નરસૈંયો,મીરાં ને દ્રૌપદીનાં કરતો કામ
રમતાં રાસે શબ્દ બ્રહ્મ નાચે,શંખ બજાવી સંગ્રામે,
વ્યાપક થઈ વિશ્વે નિસ્તેજમાં તેજ અર્પે વરદાન.
કર્મયોગની કલમે ને સ્નેહની શાહીએ આલેખું તને ઘનશ્યામ.
ક્યાં છુપાયા બંસીધારી કાન,
શોધવા ક્યાં ચક્રધારી શ્યામ.
એ જ *શ્રી કૃષ્ણ કવન* તણું ગવન-શ્રવણ તમામ.
છોડ્યા સકળ વિશ્વે,દમામ તમામ,
જ્ઞાન,કર્મ ભક્તિથી ઝુક્યા તમામ.
*^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
[16/08, 06:56] Rameshbhai Patel Ramjiyani Shabd Shangar: . *✒️શબ્દ શણગાર પ્રતિયોગીતા પરિવાર✒️*
*શ્રી કૃષ્ણ કવન..*
*શ્રી કૃષ્ણ નામ જ નહીં,*
*'અર્થઘટન' પણ અનંત છે.*
તમારી અંદર રહેલો તમારો સારથિ શ્રીકૃષ્ણ જયાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી તમને કોઈ પરાસ્ત કરી નહિ શકે. એ તમારા અંતર આત્માનો અવાજ છે, એ જ તમારી વિવેક બુદ્ધિ છે.
*વૈકુંઠથી લાગે વહાલું વ્રજ.*
મથુરા, ગોકુળ, વૃંદાવન વગેરે પવિત્ર, પ્રાચીન નગરો 'વ્રજ' કે 'વ્રજમંડળ' તરીકે જાણીતાં છે. તેનું મુખ્ય નગર મથુરા છે. તે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે.
શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં વસુદેવ અને દેવકીજીને ત્યાં થયો હતો પણ તેમનું બાળપણ અને નંદબાબા અને યશોદા મૈયાને ત્યાં ગોકુળમાં પસાર થયું હતું. શ્રી કૃષ્ણ અહિયાં ગોવાળો સાથે ગાયો ચરાવવા જતા, ગોપ ગોપીઓની સાથે રાસલીલા કરતા. ગોકુળમાં રમણરેતી, બ્રહ્માંડઘાટ, દાઉજી (બલરામ) તથા રેવતીજીનું મંદિર 'કાળીનાગ નાથિયો' ઘાટ, કદમવૃક્ષ વગેરેનાં દર્શન કરવા યાત્રાળુઓ અવશ્ય જાય છે.
વૃંદાવનમાં તુલસીવન, નિધિવન વગેરે સ્થળો શ્રીકૃષ્ણ અને વૃષભાણ કુમારી રાધાજીની લીલાઓથી વ્યાપ્ત છે. વૃંદાવનધામનું સૌંદર્ય, માધુર્ય અનન્ય અનુભૂતિ ધરાવે છે. વૃંદાવન રાધા-કૃષ્ણની વિહારભૂમિ છે, તેઓ હજુ ત્યાં નિત્ય પધારે છે. વૃંદાવનમાં ઘણાં જ મંદિરો આવેલાં છે. એમાં મુખ્ય બિરલા મંદિર, કાચનું મંદિર, ગોલ્ડ મંદિર, ગોપેશ્વર મહાદેવ, હરે રામ હરે કૃષ્ણનું મંદિર, બાંકે બિહારીનું મંદિર વગેરેના શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. વ્રજભૂમિમાં ગિરિરાજ-ગોવર્ધનની પરિક્રમાનો ઘણો જ મહિમા છે. ગામ લોકોને ઇન્દ્રના પ્રકોપથી બચાવવા અને ઇન્દ્રનો ગર્વ ઉતારવા ભગવાન શ્રીકૃષ્ણએ ગિરિરાજ પર્વતને પોતાની ટચલી આંગળીએથી ઊંચક્યો હતો અને ગામલોકોએ લાકડીઓનો ટેકો આપ્યો હતો. પરિક્રમા બે સ્થળેથી થાય છે. અમુક વૈષ્ણવો તેનો આરંભ મથુરા-વિશ્રામઘાટથી કરે છે અને વિશ્રામઘાટ પાસે પૂર્ણ થાય છે. તે બે રીતે થાય છે. 'લીલી' પરિક્રમા ચાલીને કરવાની હોય છે અને 'સૂકી' પરિક્રમા વાહનથી થાય છે.
ઉત્તરમાં આવેલ રાધાકુંડ ગિરિરાજ-ગોવર્ધનનું મુખ છે મધ્યમાં આવેલી માનસી ગંગા તેનું ઉદર છે. ગોવર્ધનનગરની બંને બાજુએ આવેલ 'આન્યોર' અને 'જતીપુરા' એનાં ચરણ છે.દક્ષિણમાં આવેલું 'પૂંછરી' એનું પૃચ્છ છે. પર્વતની તળેટીમાં 'બરસાના' આવેલું છે. તે રાધાજીના પિતા વૃષભાણજીનું ગામ છે. બ્રહ્મપર્વત, વિષ્ણુંપર્વત, રાધા-કૃષ્ણનું મંદિર, વિવાહ મંડળ, રાસ મંડળ, નૃત્ય મંડળ વગેરે તેમજ સરોવર આવેલાં છે. નંદગાંવ પણ પર્વતની તળેટીમાં આવેલું છે. પરિક્રમાના રસ્તામાં બેઠકોના દર્શનનો પણ લાભ મળે છે.
મથુરામાં વિશ્રામઘાટ પાસે દ્વારકાધીશની હવેલી આવેલી છે. જેમાં દરેક સમયના સુંદર સરસ શણગાર સાથે પ્રભુનાં દર્શન થાય છે. થોડે થોડે અંતરે શ્રી મદનમોહનજી અને શ્રી છોટે મદનમોહનજીની હવેલીઓ આવેલી છે. તેમનાં દર્શન અને ઉત્સવોનો લાભ દેશના દરેક ભાગોમાંથી આવેલા યાત્રિકો લે છે.
વૈષ્ણવોમાં શ્રી યમુનાજીનો ખૂબ જ મહિમા ગવાયો છે. મથુરામાં યમુનાજીના વિશુદ્ધ તટે સવાર-સાંજ અને એમાંયે સાંજે ભવ્ય આરતીનો વિશાળ સમુદાય-શ્રદ્ધાળુઓ, યાત્રિકો અનેરો લહાવો લઈ ધન્યતા અનુભવે છે.
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળ ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે. તેમાં જુદા જુદા વિભાગોનું દર્શન કરતા હિન્દુધર્મ વિશેની ઘણી જ જાણકારી મળે છે. સ્થળ ઉપર પહોંચતા જ જાણકારી મળે છે સાથે સાથે સુંદર વિશાળ પ્રવેશદ્વાર જેની બે બાજુએ ખૂબ જ ઊંચા રૂઆબદાર દ્વારપાળ હાથમાં છડી લઈને ઊભેલાં પૂતળાં છે, દરવાજાની ઉપર મોટો રથ છે. ભગવાન શ્રી કૃષ્ણ-અર્જુનને ઉપદેશ આપતું સુંદર સ્થાપત્ય છે.
અંદર એકદમ સામે શ્રી કૃષ્ણ જન્મસ્થાન (કારાગૃહ) શ્રી કેશવજીનું મંદિર, શ્રી યોગમાતાનું મંદિર, ગિરિરાજ મંદિર આવેલાં છે. જેનાં ભક્તો ભાવપૂર્વક દર્શન કરે છે. પ્રવેશદ્વારથી પ્રવેશતાં શ્રીકૃષ્ણના ગૌચરણ લીલા દર્શન જેમાં શ્રી કૃષ્ણ ગાયો ચરાવે છે, ગોપ-ગોપીઓ, મોર, હરણ, નદી, પર્વત વગેરેનું આબેહૂબ દ્રશ્ય ખડું કરેલું છે.
જમણી તરફ શ્રીકૃષ્ણ-શ્રીરામના જીવનના પ્રસંગોની ઝાંખી-દર્શન કરાવતું 'મુવિંગ' કલાદર્શન માણવા જેવું છે. તેની બાજુમાં જોવા અને જાણવા જેવું સ્થળ છે. હોલની એકદમ સામે શ્રીરાધા-કૃષ્ણની સુંદર આકર્ષક મૂર્તિઓ છે. રામ-લક્ષ્મણ જાનકી, હનુમાનજી, પરદશિવલિંગ, શ્રી દુર્ગાદેવી વગેરેનાં સુંદર મંદિરો આવેલાં છે.
હોલની દીવાલો અને થાંભલાઓ ઉપર હિન્દુ ધર્મ વિશેના અનેક માહિતી ચિત્રો બનાવેલા છે. જેવા કે ભગવાનના અવતારો, સૂર્યનારાયણ, ચૈતન્ય મહાપ્રભુજી,મહર્ષિ નારદ, દેવીઓ, માતાજી, સતીઓ વગેરે.. આચાર્યો-સ્વામીજીઓ,દસ ગુરુદર્શન, (ગુરુ નાનક,ગોવિંદજી) સ્વામી વિવેકાનંદજી, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ મહેતા વગેરેની આકર્ષક પ્રતિમાઓ આવેલી છે.
મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની ગોકુળમાં-૩, વૃંદાવનમાં-૧ અને મથુરા વિશ્રામઘાટ ઉપર ૧ બેઠક આવેલી છે.
*^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
*અમદાવાદ.*
[17/08, 06:34] Rameshbhai Patel Ramjiyani Shabd Shangar: . *✒️શબ્દ શણગાર પ્રતિયોગીતા પરિવાર✒️*
*[માધવ* -મુરલી મનોહર-ધી મેન્ટોર. શ્રી કૃષ્ણમાં જ્ઞાન,અનુભવ અને અસરકારક કોમ્યુનિકેટર એક અચ્છા મેન્ટોર (માગ્દર્શક)માં હોય એવા બધા જ ગુણો જોવા મળે છે. *]*
જ્યાં હિરણય, કપિલા અને સરસ્વતી
સરિતાની સરવાણીનો સંગમ થાય છે,
બસ એ જ ત્રિવેણીસંગમના કિનારે જ,
પીપળે અઢેલીને સૂતો એ *માધવ* મળે છે...
જ્યાં ગાયની ભાંભર, ગોપીના આર્તનાદ
ને જશોદાના અશ્રુનો સંગમ થાય છે,
બસ ગોકુળમાં એ યમુનાના તટે જ તો
વાંસળી વગાડતો વાલો *માધવ* મળે છે....
જ્યાં રુક્ષમણીના ગીત, દ્રૌપદીના ચીર
ને રાધાજીની પ્રિતનો સંગમ થઈ જાય છે,
બસ એ ગોમતીજીની મસ્ત લહેરોમાં જ
રાજાધિરાજ કહેવાતો મારો *માધવ* મળે છે..
જ્યાં અર્જુનનો વિષાદ, ભીષ્મના ભાવોર્મી
ને કર્ણની નિષ્ઠાનો સંગમ થતો હોય છે,
બસ એવા કુરુક્ષેત્રના રણ મેદાને જ તો
ગીતાને ગાનારો સ્થિતપ્રજ્ઞ *માધવ* મળે છે...
જ્યાં મીરાંની ભક્તિ, નરસૈંયાની અનુરક્તિ
ને ગંગાસતીની વીરકતીનો સંગમ થાય છે,
બસ એ ભક્ત હૃદયના મંદિરમાં જ તો
સુંદર મજાનું સ્મિત રેલાવતો *માધવ* મળે છે..
. *^^^ સ્નેહા સામાણી.*
*જામનગર.*
*~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
Rmesh patel:(Ramjiyani.)👇
*~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
*માધવ* ..શબ્દ ..અંતર્ગત.
*પ્રકરણ: ૧*
*★કૃષ્ણ મધુરાધિપતિ છે અને*
*એમની જીવનમાધુરી સૌને ખેંચે છે.*
*★કૃષ્ણ વેદના છે,સંયોગ અને વિનિયોગ છે,વિનિયોગ અને પ્રયોગ છે.કૃષ્ણ સમ્યક ભોગ અને યોગ પણ છે.*
*★માટે જ સાક્ષાત પ્રેમધામ છે..માધવ.*
એક પ્રેમીમાં જેટલા પણ ગુણો હોવા જોઈએ, તે બધા કૃષ્ણમાં છે. તે અકૃષ્ટ થવાને કારણે કૃષ્ણ છે અને અન્યોની ભાવ-ભૂમિમાં પ્રેમની કૃષિ કરવાને કારણે *માધવ* છે. કૃષ્ણ પ્રેમ કરતાં શીખવે છે. કૃષ્ણનાં જીવનમાં પણ પ્રેમરસ પ્રગટપણે જોવા મળે છે, તેથી તે માધવ છે. એક સુંદર કાવ્ય છે *ફૂલ કહે ભમરાને,ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંયે નથી મધુવનમાં.* આ પ્રકૃત્તિમાં વિના માધવ પ્રેમનો ખાલીપો છે. પ્રેમી અને પ્રિયતમની વચ્ચે પ્રેમ તેમને ત્યાં સુધી પ્રેમી અને પ્રિયતમ બનાવી રાખે છે, જયાં સુધી તેમનામાં પરસ્પર સ્નેહ-ધારા ફૂટતી નથી, પછી કોણ પ્રેમી અને કોણ પ્રિયતમ? ઓળખ જ ખોવાઈ જાય છે, રહી જાય છે માત્ર સ્નેહ સમર્પિત નિર્મળ નિશ્ચલ પ્રેમ.
*કૃષ્ણએ જગતને શીખવ્યું છે કે નિયમ રાખતાં આવડે તે સાથે સહજની જાળવણી માટે નિયમ તોડતાં પણ આવડવું જોઈએ. જીવનમાં સહજ લયનું મહત્વ ઓછું નથી. સહજને કિનારે ચાલવું એ જ ગોકુળ વૃત્તિ છે.* પવિત્ર શ્રાવણ માસ એટલે ઉત્સવ અને ભક્તિનો માસ, તો આવો આવા પવિત્ર મહિનામાં શ્રી કૃષ્ણને જાણવા અને સમજવા આપણા જ *'શબ્દ શણગાર' પરિવારના ઉમદા સર્જક કવિયત્રી શ્રી સ્નેહા સામાણી* ની ઉપર મુજબની રચના થકી કૃષ્ણ જીવનને શ્રી કૃષ્ણના જ સંવાદમાં સમજવાનો પ્રયત્ન કરીએ.
*હું એક માનવ તરીકે જગતમાં જન્મ્યો અને*
*જગતના માનવોની જેમ મેં આ જગત છોડ્યું.*
હું કૃષ્ણચંદ્ર યાદવ. ચંદ્રવંશીય રાજા યતાતીનો ધર્મશીલ અને કર્મશીલ બની આર્યવર્તમાં છવાઈ ગયો હતો. મહારાજ યદુના મહાપ્રયાણ પછી ચંદ્રવંશ યદુવંશ તરીકે ઓળખાવવા લાગ્યો અને યદુ વંશીઓ યાદવ કહેવાયા.
યાદવ કુળમાં પણ અંધક, ભોજક અને વૃષ્ણી નામના પ્રતાપી રાજાઓ તેમના પૂર્વ મહારાજ યદુના પગલે ચાલીને પ્રજાપ્રિય થયા. મથુરા રાજ્યના પડોશી રાજ્ય મહેશપતિના રાજા વસુદેવ મારા પિતા હોવાથી જગત મને વાસુદેવ તરીકે પણ ઓળખે છે. મારી માતા દેવકી મથુરાના ભોજવંશી યાદવ રાજા ઉગ્રસેનના નાના ભાઈ દેવકસેનની સાત પુત્રીઓમાંથી સૌથી નાની પુત્રી હતી. મારી માતા ઉગ્રસેનના જ્યેષ્ઠ પુત્ર કંસને સગાભાઈ જેટલું મા દેવકી-સન્માન આપતી હતી.
નાશવંત આ જગતમાં કોઈ મને ઈશ્વરનો અવતાર કહે છે, કોઈ પૂર્ણ પુરુષોત્તમ કહે છે, કોઈ યુગપુરુષ કહે છે. ના, આમાંનું હું કઈંજ નથી. હું છું માત્ર માનવ. હું માનવ તરીકે જ જન્મ્યો અને જગતના માનવોની માફક મેં પણ આ જગત છોડ્યું. માનવરૂપે મેં પણ મારા કર્મોનું ફળ ભોગવ્યું. મેં મારા જીવનમાં કપટ જરૂર કર્યું છે પણ તેનો ઉદ્દેશ માત્ર જનકલ્યાણ માટેનો હતો. આજે પણ જગત કલ્યાણ અર્થે કરેલા કપટને હું પાપ કર્મ નથી સમજતો. છતાંય મને મારા કર્મ બદલ શાપ પણ મળ્યો હતો એ શાપ મેં સહર્ષ સ્વીકારી પણ લીધો હતો.
મથુરાના કારાગૃહમાં શ્રાવણી આઠમની મધ્ય રાત્રીએ હું જન્મ્યો. જિંદગીનો પ્રથમ શ્વાસ મેં બંદી અવસ્થામાં જ લીધો હતો, કારણ કે મારાં માતા-પિતા મથુરા નરેશ કંસમામાના બંદીવાન હતા. નિયતિએ મને જનેતાના સ્તનપાનથી વંચિત રાખ્યો એ જ મારું દુર્ભાગ્ય હતું. મારા જીવનમાં આવા તો અનેક સંતાપો છે, જેની મારે જગતના માનવોને વાત કરવી છે.
મહાભારતના યુદ્ધનો મહાસંહાર રોકવા મેં તમામ પ્રયત્નો કર્યા છતાં હું સફળ ના થયો. છેલ્લો દાવ રમવા મેં મારી પ્રિય સખી દ્રૌપદીને દાંવ પર લગાવી દીધી હતી, કારણ કે હું મહાવીનાશ ઇચ્છતો ન હતો. હસ્તીનાપુરથી હું વિદાય થયો ત્યારે મેં કર્ણને સાથે લીધો. ગંગા તટે આવી એક વૃક્ષની છાયામાં રથને થોભાવ્યો. એક શીલા પર હું કર્ણ સાથે બેઠો. તેના કુળ વિશેનું રહસ્ય પ્રગટ કરી મેં કહ્યું; મિત્ર, તું સુત પુત્ર નથી. ક્ષત્રિય પુત્ર છે. રાધેય નથી, કૌંતેય પુત્ર છે. અધિરથ તારા પાલક પિતા છે. તું સૂર્ય દેવનો પુત્ર છે. મિત્ર! અધર્મચારી દુર્યોધનને છોડી તું ધર્મચારી તારા ભાઈઓના પક્ષમાં આવી જા. ગંગાના વહેતા જળ, પર અનિમેષ દ્રષ્ટિ કરી શીલા પર બેઠેલા કર્ણને મેં ઢંઢોળ્યો ત્યારે તે બોલ્યો હતો.. કેશવ!! રહસ્ય પ્રગટ કરવામાં તમે વિલંબ કર્યો. હવે અંત સમયે મને પાંડવ પક્ષે લઈ જવાનો શું અર્થ છે? મારી ઘણીએ સમજાવટ પછી કર્ણને મિત્રતા વધુ પ્રિય લાગી. તેણે દુર્યોધનને છોડવાનો ઇનકાર કર્યો અને સામેથી આવતા મૃત્યુને વ્હાલું કરવાનું શ્રેષ્ઠ લાગ્યું. મારો આ છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. ત્યારે મેં ખૂબ જ વિચારીને મારી પ્રિય સખી દ્રૌપદીને દાવ પર લગાવી. મેં કર્ણને કહ્યું હતું 'મિત્ર!' તું છઠો કૌંતેય બનીશ તો જ્યેષ્ઠ પાંડું પુત્ર બનીશ યુદ્ધ વગર જીતાયેલા હસ્તીનાપુરનો તું સમ્રાટ બનીશ અને પાંચ પતિવાળી આર્યવર્તની શ્રેષ્ઠ સ્ત્રી દ્રૌપદી તારી પણ પત્ની બની જશે. તે દિવસે કર્ણ ખડખડાટ હસતો હતો અને તેના હાસ્યમાં વિષાદ હતો, તે બોલ્યો હતો કેશવ..હે! માધવ તમારો પ્રસ્તાવ સ્વીકારી મારે પાપાચારી નથી બનવું, મારે મિત્ર દ્રોહ નથી કરવો.
મારો છેલ્લો દાવ પણ નિશ્ફળ ગયો અને અંતે મહાયુદ્ધ થયું. સામે પક્ષેથી કપટ શરૂ થયું ત્યારે મેં પણ કપટનો જવાબ કપટથી જ આપ્યો હતો. અઢાર દિવસના મહાયુદ્ધમાં મહાસંહાર મારી આંખે થતો મેં જોયો. આ મહાસંહારે મને પણ પીગળાવી દીધો હતો. કારણ કે હું પણ એક માનવ હતો. અઢારમા દિવસે જ્યારે મેં ભીમના હાથે દુર્યોધનનો વધ કરાવ્યો તે જ ક્ષણે યુદ્ધનો અંત આવી ગયો હતો. વિજયી બનીને હારી ગયેલા પાંડવોએ જ્યારે હસ્તીનાપુરમાં પ્રવેશ કર્યો ત્યારે હું પણ તેમની સાથે હતો.
મહારાજ ધૂતરાષ્ટ્રનો રોષ મેં ભીમના લોખંડના પૂતળા વડે ખાળી દીધો. પરંતુ ગાંધારીનો રોષ હું ના ખાળી શક્યો. પોતાના સો પુત્રોના વિનાસથી ઉદ્દભવેલા ભયાનક આક્રંદથી વ્યથિત, પીડિત અને દ્રવીત ગાંધારીનો રોષ ભભૂકી ઉઠ્યો અને અતિશય ક્રોધાવેશમાં મને શાપ આપી દીધો.
'હે વાસુદેવ'! તમે ધાર્યું હોત તો મારા સો પુત્રો સહિત કુરુવંશનો સંહાર રોકી શક્યા હોત. પાંડવોનોએ સંહાર રોકી શક્યા હોત! તમે મહાયુદ્ધનું પરિણામ જાણતા હતા, છતાં આ મહાસંહાર શા માટે થવા દીધો? હે યદુનંદન! તમારે તમારા આ દુષ્કર્મનું ફળ ભોગવવું જ પડશે. જે રીતે તમે અમારા વંશને પરસ્પરના વિનાશમાંથી રોકી શક્યા નથી એ જ રીતે તમારો વંશ પણ તમારી નજર સામે જ પરસ્પરનો વિનાશ કરશે અને તમે વંશ વિનાશને રોકી નહિ શકો! કેશવ, તમારો અંત તેનાથી વધુ કરુણ થશે!.
.માતા ગાંધારીનો આ શાપ મહાભયાનક હતો. જ્યારે ક્રોધનું શમન થયું ત્યારે માતા ગાંધારી પાસે જઈ મેં કહ્યું હતું. માતા! નાશ પામવું એ તો એક સહજ કર્મ છે. જન્મની સાથે જ તેનું અનુસંધાન થયેલું જ હોય છે. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. *મહાકાળ કોઈનેય છોડતો નથી અને કર્મો ક્યારેય કોઈને માફ કરતાં નથી. હું વાસુદેવ કૃષ્ણ.. તમારો શાપ આશીર્વાદ સમજી સહર્ષ સ્વીકારું છું.*
મહાયુદ્ધ પછી હું દ્વારકા આવ્યો. યુદ્ધ સાથે દ્વાપરયુગ પણ સમાપ્ત થયો અને કલિયુગ શરૂ થયો. કારમા કળિયુગે મારા વંશજોનો અજગરની જેમ ભરડો લીધો હતો. હવે મને પણ કાળે ગ્રસી લીધો હતો. એક નિવૃત્ત વૃદ્ધની જેમ હું પણ મહેલના ખૂણે બેઠો બેઠો મારા વિનયભ્રષ્ટ યાદવોને જોઈ દુઃખી થતો હતો. યાદવો છડેચોક મારી શરમ રાખ્યા વિના સુરાપાન કરવા લાગ્યા અને મારી જ નગરીની વહુ-દીકરીઓની છેડતી કરી ખુલ્લેઆમ વ્યભિચાર કરવા લાગ્યા.મારા પાંચજન્ય શંખનાદથી ભલભલા ભયભીત થઈ જતા હતા, પરંતુ આજે પાંચજન્યની મર્યાદા ઓળંગી મારી હાંસી ઉડાવતા મારા જ વંશજો.. મારા પુત્ર, મારા પૌત્રો અને મારા પ્રપૌત્રો મારું જ અપમાન કરવા લાગ્યા.
(ક્રમશ:....)
*^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
*અમદાવાદ.*
[18/08, 08:03] Rameshbhai Patel Ramjiyani Shabd Shangar: . *માધવ* ..આજનો..શબ્દ.
કર્મયોગની ભીતરે અસરમાં છે આજ માધવ.
પરમની સફરમાં સૌગાદ છે આજ માધવ.
માનવ બની માનવના ઉરમાં છે માધવ.
એક નજરમાં માનવ મૂલ્યમાં નૂર છે માધવ.
શ્વાસ લયમાં ધબકે તું,વાંસળીના સુરમાં માધવ.
ગોકુળ બનતું માનવ-નગર છે આજ માધવ.
માનવતાનાં મૂલ્યો,ત્યારે સમજમાં આવશે માધવ,
આજીવન તુજ સંગતનો વિસ્તાર બનું માધવ.
ઉરમાં ઉજવાય રોજ તારી આઠમ,
यदा यदा ही धर्मस्य ની,રાહ જોવાય માધવ.
જન્મોના જન્મારામાંથી નીકળવું છે માધવ.
મારી હયાતીનું આવાસ મૌન છે માધવ.
તૃષ્ણાઓ તુજ ચરણે,અર્પણ કરવી છે માધવ.
એક પગે ઉભો આંટી દઈ,
તારી મોહિની કોણ સમજ્યું માધવ?
*^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
[18/08, 10:05] +91 99250 75434: એક વાર તો દ્વારકા આવીશ હો કાનજી,
મળીશ એક વાર તો તમને મારાં દ્વારકાનાથજી.
માતા યશોદાજી કહે ભલે નટખટ લાલજી,
તમને ભલે ને કહે રાધાજી મારા શ્યામજી.
એક વાર તો દ્વારકા આવીશ હો કાનજી.
મીરાંબાઈ ભલે ને કહે તમને ગિરધર ગોપાલજી,
સુદામા ભલે ને કહે મિત્ર મારા કાન ગોવાળિયાજી.
એક વાર તો દ્વારકા આવીશ હો કાનજી.
વૃંદાવનની ગોપીઓ ભલે ને કહે માધવ માખણચોરજી,
અર્જૂન ભલે ને કહે તમને સારથી ચક્રધારીજી.
એક વાર તો દ્વારકા આવીશ હો કાનજી.
કહે નર પ્રભુ તમને હું કહીશ મારા તમે પિતામહજી.
એક વાર તો દ્વારકા આવીશ હો કાનજી.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કચ્છ
[19/08, 06:10] +91 98240 91101: શુભ સવાર જય ભોલે...
જન્માષ્ટમીની શુભકામના...
🙏🏻❤सदा सेव्य कृष्ण।। ❤🙏🏻
અર્થાત... કૃષ્ણ હંમેશા સેવા કરવા યોગ્ય છે...
સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર
એવી અલૌકિક અનન્ય વ્યક્તિત્વનું
આ ધરા પર અવતરવું એ જ આપણું
મહાભાગ્ય છે..
પૂર્ણ પુરુષોત્તમ જેને કહ્યા હોય
એનો જન્મદિવસ હું પારણું ઝુલાવી
કેવી રીતે મનાવી શકું..?
મનના મહેલમાં પારણું બાંધી એના
વિચારોનો જન્મ મારી વાણીમાં
થવો જોઈએ...
હ્રદયની રાજધાની પર એનું રાજ
હોવું જોઈએ...
એના ગુણોનું ગુંજન ઘર ઘરમાં
થવું જોઈએ...
કૃષ્ણના જન્મના સાચા હકદાર બનવું
હોય તો સુદામા જેવી મૈત્રી મારા જીવનમાં
લાવવી પડશે...
નરસિંહ ને મીરાની ભક્તિ મારા જીવનમાં
ભરવી પડશે...
સંસ્કૃતિના ગોવર્ધનને મારો ટેકો
આપવો જ પડશે...
આજના આ મંગલદિને ભગવાન
શ્રીકૃષ્ણના ગુણોનું પુજન કરી મારા
જીવનમાં લાવવા માટે કટિબદ્ધ થવાનો
સંકલ્પ કરી સાચા અર્થમાં એના
જન્મ દિવસના હકદાર બનીને એના
વિચારો રૂપી માખણની મટકી ફોડી
સમાજ, રાષ્ટ્ર તેમજ જગતના છેલ્લામાં
છેલ્લા માનવને પૃષ્ટ બનાવીએ...
જગતની ચોટલી જે હાથમાં ઝાલીને
બેઠો છે એને હું શું આપી શકું..??
મારી વાણી, મારા વિચાર ને મારા વર્તનમાં
બદલ લાવું એવા આશીર્વાદ માગી કહું છું..
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ...
जीवेत् शरद: सतम्....jn
જે. એન. પટેલ (જગત)
[19/08, 08:18] Rameshbhai Patel Ramjiyani Shabd Shangar: . *એક જગત સારથિ શ્રીકૃષ્ણ.*
*ગીતામાં કહ્યા પ્રમાણે પ્રભુ એકવાર આવી જા.*
*તારા જેવા સારથિની હવે આ જગતને જરૂર છે.*
*અટવાતા ભવસાગરમાં તારી ફિલોસોફીની જરૂર છે.*
*જીવન નૈયાને પાર લગાવે એ તારણહારની જરૂર છે.*
*સ્વાર્થી શકલ આ વિશ્વમાં ધર્મની ધજા ફરકાવનાર,*
*નેજાધારી પરમાર્થી એવા જગત સારથિની જરૂર છે.*
*યુગોથી યુધ્ધ જીતી રહેલી ધરા પર દુર્યોધન,શકુની,*
*જેવા દુરાચારીઓનો કરવાનાશ શંખનાદની જરૂરછે.*
*નરસંહાર કરનારને 'નરસિંહ'ના અવતારની જરૂર છે.*
*જગતના ચિત્કારો ડામે તેવા,સુદર્શનધારીનીજરૂર છે.*
*મળ્યું નહિ આ સઘળું, મળશે નહીં કદાચ!! માટે..*
*यदा यदा ही धर्मष्य..વચન નિભાવનારની જરૂર છે.*
*વેદોનો વિશ્વાસ,ગીતાનો શ્વાસ,ઋષિઓ કેરી આશને,*
*વિશ્વાસ અપાવે તેવા સારથિ શ્રી કૃષ્ણની જરૂર છે.*
*^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
[19/08, 14:32] +91 6353 719 013: *જય શ્રી કૃષ્ણ*
""""""""""""""""""""""""""""""""""""""""""""
નાનાં નાનાં કાનજી ગોકુળમાં બીરાજે,
ગોકુળ ગામ આખું ગાજે રે.. (૨)
નાનાં નાનાં કાનજી ગોકુળમાં......
ઉઘડ્યા છે ભાગ્ય આજે ગોકુળ ગામનાં,
પૂરી કીધી છે માતા યશોદાની કામનાં,
પગલી ઠુમક ઠુમક પાડે રે... (૨)
નાનાં નાનાં કાનજી ગોકુળમાં.....
નાની છે પોતડી ને નાનું છે કેડિયું,
માથાનાં મુગટમાં મોરપીંછ જડિયુ.
પીળું પિતાંબર સોહાવે રે (૨)
નાનાં નાનાં કાનજી ગોકુળમાં..
દેવોનાં દેવ ભોળાંનાથજી રે આવે,
માતા યશોદાજી જોશ રે જોવડાવે,
જોશ જોયાં છે જોગી રાજે રે (૨)
નાનાં નાનાં કાનજી ગોકુળમાં...
અખીલ બ્રહ્માંડનો નાથ આજે રમે,
સૌને રમાડનારો બાળ થઈને ભમે.
નર નારી સૌ એને નમે રે... નમે રે...
નાનાં નાનાં કાનજી ગોકુળમાં....
✍ ધનજીભાઈ મકવાણા,
અભરામપરા,
[18/08, 08:38] +91 99690 57983: પુરીમાં ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી...
હાથમાં લઈ પતરાં ના દેડકાં ટક ટક કરતા મેળામાં એવી સાતમ આઠમ હવે નથી આવતી...
લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા. એવી સાતમ આઠમ હવે નથી આવતી...
શીતળા માતા ના મંદિરે જતા પાણી વાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દડી ની મોજ વાળી સાતમ આઠમ હવે નથી આવતી...
હાથ માં ચોખા રાખી આખી માતાજી ની વાર્તા સાંભળતા. એવી સાતમ આઠમ હવે નથી આવતી.....
મટકી ફોડ પછી પંજરી ના પ્રસાદ લેવા પડાપડી. એવી સાતમ આઠમ હવે નથી આવતી...
[19/08, 06:10] +91 98240 91101: શુભ સવાર જય ભોલે...
જન્માષ્ટમીની શુભકામના...
🙏🏻❤सदा सेव्य कृष्ण।। ❤🙏🏻
અર્થાત... કૃષ્ણ હંમેશા સેવા કરવા યોગ્ય છે...
સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર
એવી અલૌકિક અનન્ય વ્યક્તિત્વનું
આ ધરા પર અવતરવું એ જ આપણું
મહાભાગ્ય છે..
પૂર્ણ પુરુષોત્તમ જેને કહ્યા હોય
એનો જન્મદિવસ હું પારણું ઝુલાવી
કેવી રીતે મનાવી શકું..?
મનના મહેલમાં પારણું બાંધી એના
વિચારોનો જન્મ મારી વાણીમાં
થવો જોઈએ...
હ્રદયની રાજધાની પર એનું રાજ
હોવું જોઈએ...
એના ગુણોનું ગુંજન ઘર ઘરમાં
થવું જોઈએ...
કૃષ્ણના જન્મના સાચા હકદાર બનવું
હોય તો સુદામા જેવી મૈત્રી મારા જીવનમાં
લાવવી પડશે...
નરસિંહ ને મીરાની ભક્તિ મારા જીવનમાં
ભરવી પડશે...
સંસ્કૃતિના ગોવર્ધનને મારો ટેકો
આપવો જ પડશે...
આજના આ મંગલદિને ભગવાન
શ્રીકૃષ્ણના ગુણોનું પુજન કરી મારા
જીવનમાં લાવવા માટે કટિબદ્ધ થવાનો
સંકલ્પ કરી સાચા અર્થમાં એના
જન્મ દિવસના હકદાર બનીને એના
વિચારો રૂપી માખણની મટકી ફોડી
સમાજ, રાષ્ટ્ર તેમજ જગતના છેલ્લામાં
છેલ્લા માનવને પૃષ્ટ બનાવીએ...
જગતની ચોટલી જે હાથમાં ઝાલીને
બેઠો છે એને હું શું આપી શકું..??
મારી વાણી, મારા વિચાર ને મારા વર્તનમાં
બદલ લાવું એવા આશીર્વાદ માગી કહું છું..
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ...
जीवेत् शरद: सतम्....jn
જે. એન. પટેલ (જગત)
[19/08, 07:05] +91 99787 35736: 🔥🔥🔥🔥🔥
હે! કૃષ્ણ !
મારો જન્મતો સુધર્યો, કેમ કે
મા એ અાપ્યો.,.
મારે મૃત્યુ પણ
સુધારવું છે,
અાપના હાથે મને
મૃત્યુ અાપજો...
-શ્રી કૃષ્ણ કહે -
" પણ એ માટે તારે
કંસ બનવું પડશે !"
- પ્રભુ! હું કંસ બનવા પણ
તૈયાર છું, પણ
મારી એક શરત છે,
હું કંસ હોઉં, પણ મારામાં કંસપણું
ન હોવું જોઈએ...!
💥
-- ખ્વાબ.
-
[19/08, 11:09] +91 99095 25538: જન્માષ્ટમીના જય શ્રીકૃષ્ણ!
જાગૃત અવસ્થામાં જ અણસાર આવે.
મને મારા કૃષ્ણ પ્રભુનો જ વિચાર આવે.
ઈચ્છાઓ સઘળી મારા કહ્યામાં જ રહે,
ને ઓચિંતી હવે સદબુદ્ધિ અપાર આવે.
ઉભો રહું હું વૃદાવનની ગલીમાં એકલો,
એવું બને કે સામે દોડતો કીરતાર આવે.
હવે દાસી બની જાઉં મારા સુંદર વરની,
બન્ને પગમાંથી ઝાંઝરનો ઝણકાર આવે.
ગદગદિત થઈ જાઉં હું ઈશની મુરત સામે,
ને હર્ષનાં આંસુ આંખમાંથી ચોધાર આવે.
વાર તિથિ તારીખ "શ્યામ" ને બધુંયે સરખું,
કૃષ્ણ બોલું ને જન્માષ્ટમીનો તહેવાર આવે.
શામજી માલી રાપર કચ્છ
[19/08, 11:46] Ramesh Bhatt Admin: *કૃષ્ણ ગઝલ*
કૃષ્ણ જન્મ્યો આજ કારાવાસમાં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મા યશોદા અંકમાં લાલો રમે.
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
બાળપણ વીત્યું અનોખું ગોકુળે,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
વ્રજમાં છે રાસલીલા શોભતી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
રાજનીતિ હસ્તિનાપૂરમાં કરી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મોરલી વાગી મથુરામાં સુણો,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
શ્યામ ઘેલી થઈ વળી રાધા અહીં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
ડોલતું જગ કૃષ્ણમય 'ઊર્મિ' થકી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'
[19/08, 12:46] +91 74050 75754: *કાન મારો પ્યારો*
માધવ કે મોહન કહો કાન મારો પ્યારો.
રાધા કે મીરાનો શ્યામ કાન મારો પ્યારો.
યશોદા કે દેવકીનો જાયો કાન મારો પ્યારો.
નંદ કે વાસુદેવની આંખોના તારા કાન મારો પ્યારો.
દ્રોપદી કે સુદામાના સખા કાન મારો પ્યારો.
અર્જુન કહો કે પાર્થના સારથી કાન મારો પ્યારો.
પ્રેમ કે મિત્રતાના પ્રતિક કાન મારો પ્યારો.
મીઠી ને મધુરી મોરલી વાડો કાન મારો પ્યારો.
આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો કાન મારો પ્યારો.
પ્રેમની 'સરવાણી' વહાવી કાન મારો પ્યારો.
નયના આર
સ્નેહ સરવાણી
માધાપર કચ્છ
[19/08, 15:06] +91 98981 00551: રામાયણકારે નાનામોટા સૌ પાત્રોનું યથોચિત ગૌરવ કર્યું છે . એમાં એક પાત્ર વિસરાઈ ગયું હતું, ઉર્મિલા ! જોકે સાહિત્યકારોએ આ વાત પિછાણી તેને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મહાભારતના ઉપેક્ષિત પાત્ર દેવકીજી માટે આમ બન્યું નથી.
પાલક માતાના મહિમામંડનમાં, જણનારી વિસરાઈ ગઈ છે જાણે ! એની પીડાને વંદન. આ જન્માષ્ટમી એની છે.
દેવકી
કરે સૌ લાલની વાતો અને માતા જશોદાની
નથી ફુરસદ કોઈને દેવકીની આંખ લો'વાની
ભરાઈ બેડીઓમાં ગર્ભ ધારણ તેં કર્યો, કારણ ;
કદી કોઈ ધારે ગોવર્ધન, તર્જની ટેકે હોવાની
ગુંજી આકાશવાણી જે ક્ષણે એ ક્ષણ હતી પાવન
પછડતી ચીખના પોકાર સંગે પ્રાણ ખોવાની
છલકતી વ્રજ મહીં છોળો, ભયો છે નંદ ઘેર આનંદ
છલકતી છાતીના ધાવણ, રુધિરની ધાર જોવાની
કરે લાલન, ભલે એ માતનો ભારે કરો મહિમા
પ્રસવની પીડ ને અરમાનની પણ લાજ હોવાની !
અરે ઓ વૈષ્ણવો પ્યારા! કદી પૂછ્યું છે કાનાને?
રસીલી રાધિકા સંગે જનેતા સાવ ખોવાની !
તમારું આઠમું સંતાન બનશે આઠમો અવતાર
અંધારી આઠમે તેથી જ એની રાહ જોવાની
ભલે ઈતિહાસ ભૂલે, લોક ભૂલે ,ના ભૂલ્યો 'હાકલ'
નમું હું દેવકીજીને પછી આ સાંજ હોવાની
- પ્રતાપસિંહ ડાભી 'હાકલ'
( 'પડઘા' સંગ્રહમાંથી )
[19/08, 15:37] +91 72288 56400: *કૃષ્ણ જન્મની વધાઈ*
શ્રાવણ વદ આઠમ આજની રાત
મથુરા કારાગૃહની અજવાળી રાત
યમુના સળવળે શેષનાગ સળવળે
દેવકી વાસુદેવ પીડા હરણની રાત
અજવાળી આજ ગોકુળની રાત
નંદ યશોદા ઉજળી યાદવની નાત
ઘર ઘર ઉત્સવ છે આજની રાત
નંદ ઘેર આંનદે રંગાય સકલ જાત
ભય ઓથારે થરથરે દૈત્યોની નાત
કૃષ્ણ જન્મેં ઘેલા થાય વ્રજ નર નાર
યોગેશ વ્યાસ જામનગર
૧૯.૦૮.૨૨
[19/08, 16:21] +91 98246 01443: કોઇ ગોતી લાવો ગોવાળિયાને
એને એનુ વચન યાદ દેવડાવો
યુગે યુગે હું તો આવતો રહીશ
કહી સંતાઇ ગયો કરસનીયો
રાક્ષસ સમાણા પારાવાર ફરતા
એને હણવા ક્યારે તું પધારે
કંસ કૌરવ જેવા કોક જ હતા
હવે દુષ્ટોનો પાર નહીં આવે
એકલો આવે કે પાંડવોને લઇ
તારી રાહ જુવે સકળ સૃષ્ટિ
વચન આપી વિસરે છે કેમ તું
વચનની લાજ હવે રાખજે
*જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના..*
[19/08, 16:29] +91 99096 96154: સૉણે મેં આયા શ્યામ
વજાય મોરલી ને ઍડો ત, મચાયો મેઠો શોર
ગોપીયે જો સજેસજો, મન લૂંટી વ્યો ચિત્તચોર
મૂજે સૉણે મેં આયો માખણચોર
દ્વારિકા જો નાથ ને, વૃંદાવન જો ઈ ખેલૈયો
મખણ મીસરી ખાધે મેં, યશોદા કે ન ભણે નનૈયો
મૂજે સૉણે મેં આયો કનૈયો
ટચલી આંગળી તે, ગોવર્ધન ખણે ઈ અધ્ધર
દાતારી જો દાવ ગેને ત, કરે સુદામા કે સધ્ધર
મૂજે સૉણે મેં આયો મુરલીધર
તોફાન એનજા ઍતરા, પ્રસિદ્ધ અઈ ચારેકોર
પ્રીત સચ્ચી નેભાય રાધા સે, જી વૅ ચાંદ ને ચકોર
મૂજે સૉણે મેં આયો ઠાકોર
ગીતા જો ઉપદેશ ડઈને, મેણીજા કોયડા ઉકેલે તમામ
હથ મેં ગેને મૂંઝાયેલે, અર્જુન જે રથજી લગામ
મૂજે સૉણે મેં આયો શ્યામ
કોમલ સચદે 'કોમલ'
[19/08, 18:05] +91 99250 31751: *કૃષ્ણ...*
ગોમતી ઘાટે
એકાંતે આંસુ વહે
કોણ લૂંછશે ?
પીંછું શોધવા
દ્વારિકા રખડું તો
ગોકુળ દિસે
મેવા ભોજન
ફિક્કી દ્વારિકા ડંખે
માખણ ક્યાં છે ?
મળે રાધા જો
સંદેશો દેજો તમે
કૃષ્ણ વિરહી
મનથી દોડું
પિંજર રાજા કેરું
બંધન કેવું ?
કેમ ખમાય
વૈભવ સોને મઢ્યો
ટોળે એકાંત...!
નથી ખમાતી
દ્વારિકાની સાહ્યબી
ભલું ગોકુળ
વ્રજની યાદે
એકલતા લટકે
હેમ હીંડોળે
મન દોડે છે
ગોકુળ ભણી,પણ
થાક કેટલો ?
રાજા ભલે હું
જરિયાન જામા કાં ?
કામળી લાવો...!
- ડૉ.બળવંત વ્યાસ
સુરેન્દ્રનગર
[19/08, 19:02] +91 94299 82125: *હાઈકુ:- મૂર્તિ*
દીઠું છે તવ
સુંદર મુખ, કાના
તારી મૂર્તિમાં
*- વિજય શાહ " વીજ " ✍️*
[19/08, 19:02] +91 94299 82125: *હાઈકુ:- મૂર્તિ*
શોભે છે મૂર્તિ
કાના તારી, નૂતન
વસ્ત્રો સંગાથે
*- વિજય શાહ " વીજ " ✍️*
[18/08, 15:38] +91 94590 36296: मुक्तक छंद
प्रदत शब्द -मुस्कान
1222 1222 1222 1222
चलो मोहन दुलारे को, सभी गोदी बिठाएंगे।
सखी प्यारे नजारे को , सभी नैनों बसाएंगे।
मधुर दो नैन कान्हा के, बड़े सुंदर कपोंलों की।
बलाएं ले सभी नर-नार मुस्काने निहारेंगे ।
भली सूरत सलोने की दिलों पर राज करती है,
कभी बातें कभी घातें हृदय पर चोट करती है।
भुलाए भूलता नहीं बुलाने पर नहीं आता,
सखी मुस्कान साजन की निरंतर याद करते हैं।
ललिता कश्यप जिला बिलासपुर हिमाचल प्रदेश
[19/08, 06:10] +91 94184 68765: कुण्डलिया छंद
++++++++++++
कृष्ण जन्म
+++++++++++++
गोकुल उत्सव आज है, कृष्ण जन्म शुभ वार।
ढोल नगाड़े थापते,नृत्य करे नर नार॥
नृत्य करे नर नार, मची धमाल है भारी।
ललना पलना आज , हुए दर्शन सुखकारी॥
कहे शील मुस्काय,मातु निरखे अति व्याकुल।
गद गद मन हर्षाय,रंग में उत्सव गोकुल॥
जय श्री कृष्णा
🙏🙏
शीला सिंह बिलासपुर हिमाचल प्रदेश🙏
[19/08, 06:25] +91 79742 13901: कहे अंजना मीत------
मना रहे सब प्रेम से, सजी अनोखी रीत।
जन्माष्टमी है कृष्ण की, अति पावन सी प्रीत।।
अंजना सिन्हा "सखी "
रायगढ़
[19/08, 07:22] Neha Pandit Bharat Sahity Sangam: आज का प्रभात शुभ हो आपको
"कृपा करें कान्हा सदा,
मिले सदा ही प्रीत ।
कान्हा का हो साथ नित,
कान्हा के हो गीत"।।
---------सुप्रभात राधे - राधे----
[19/08, 08:24] +91 83692 63613: *आज का भजन*
****************
कृष्ण प्राण अरु गात राधिका
दुःख सुख भीगत रीझत सांस
खेलत राधा संग अहीर ज्यों
कृष्ण महा मधुरम् रस रास
वृन्दावन सम जीवन उपवन
जमुना जल सम बीतत जात
सुख दुःख दो तट हैं नदिया के
दिवस उजाले काली रात
योगी योगेंद्र
*जय श्री कृष्ण जन्माष्टमी महोत्सव पर बहुत बहुत बधाई एवं हार्दिक शुभकामनाएँ🙏🙏*
[19/08, 17:40] +91 94590 36296: सुंदर सांवल श्याम का, रूप घटा घनघोर।
नैन नशीले प्रेम के,छलिया है चित चोर।।
रल -मिल कर सब गोपियां, गावे मंगल गीत।
नाच-नाच कर राधिका, घेरे रूठा मीत।।
मधुर अधर पर रागिनी,छेड़े मुरली तान।
सुध-बुध खोती गोपियां, खोवे अपना मान।।
जन्म-जन्म के प्रेम की, बंधी है ऐसी डोर।
भक्ति करे घन श्याम की, राधे-राधे शोर ।।
ललिता कश्यप जिला बिलासपुर हिमाचल प्रदेश
કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે,
પણ, એને હૃદય માં પધરાવવા તો,
*રાધા થવું પડે*...
કૃષ્ણ ને શોધવા સેહલા છે, પણ સ્વયં ને એનામાં સમાવવા તો ,
*મીરા થવું પડે*...
કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે, પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો એને અર્પણ કરવા તો,
*સુદામા થવું પડે*...
કૃષ્ણ ભજવા સેહલા છે, પણ મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર, એને બોલાવવા તો ,
*દ્રૌપદી થવું પડે*...
કૃષ્ણ ને મિત્ર બનાવવા સેહલા છે,
પણ,એના વૈભવ ને નકારી એની મિત્રતા ને પામવા તો,
*અર્જુન થવું પડે*...
કૃષ્ણ ને ગુરુ બનાવવા સેહલા છે,
પણ એની શિક્ષા ની લાજ માટે સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો,
*અભિમન્યુ થવું પડે*...
ઈશ્વર બનીને વરદાન આપવા સેહલા છે, પણ ઈશ્વર થઈને માણસની વેદના ભોગવવા તો,
માત્ર *'કૃષ્ણ' જ થવું પડે*..!
[19/08, 05:03] +91 99798 93329: ચાલ ને સમયના તાલે તરીએ,
લય સંગાથે લહેરીએ,
મુક્ત બની ને વિચરીએ,
ચાલ ને કૃષ્ણ જેવું કરીએ....!
જરકસી જામા ને માથે મુકુટ,
પીળું પીતામ્બર અને મોરપીંછની શોભા,
હોઠે મૂકી વાસળી,સુર પ્રેમના છેડીએ,
ચાલને કૃષ્ણ જેવું કરીએ....!
આપદ પડે તો ગોવર્ધન ધારીએ,
સુદર્શનની આણ પણ વાર્તાવીએ,
ભલે હોય જીત્યું પણ ઠોકરે મારીએ,
ચાલને કૃષ્ણ જેવું કરીએ..!
સાચને સાથ દેવામાં પાછા ના પડીએ,
હોય રાજ તોય અભિમાન ના ધરીએ,
સખા કાજે સારથીપણું સ્વીકાર કરીએ,
ચાલ ને કૃષ્ણ જેવું કરીએ...!
વિષાદ થી વૈરાગ ભણી વળીએ,
યુદ્ધ માહી પણ શાંત ચિત્ત ધરીએ,
રાધાની સંવેદના કદી ના વિસરીએ,
ચાલ ને કૃષ્ણ જેવું કરીએ...!
*મેહુલ ભટ્ટ (18.8.22)*
[19/08, 06:07] +91 98240 91101: શુભ સવાર જય ભોલે...
જન્માષ્ટમીની શુભકામના...
🙏🏻❤सदा सेव्य कृष्ण।। ❤🙏🏻
અર્થાત... કૃષ્ણ હંમેશા સેવા કરવા યોગ્ય છે...
સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર
એવી અલૌકિક અનન્ય વ્યક્તિત્વનું
આ ધરા પર અવતરવું એ જ આપણું
મહાભાગ્ય છે..
પૂર્ણ પુરુષોત્તમ જેને કહ્યા હોય
એનો જન્મદિવસ હું પારણું ઝુલાવી
કેવી રીતે મનાવી શકું..?
મનના મહેલમાં પારણું બાંધી એના
વિચારોનો જન્મ મારી વાણીમાં
થવો જોઈએ...
હ્રદયની રાજધાની પર એનું રાજ
હોવું જોઈએ...
એના ગુણોનું ગુંજન ઘર ઘરમાં
થવું જોઈએ...
કૃષ્ણના જન્મના સાચા હકદાર બનવું
હોય તો સુદામા જેવી મૈત્રી મારા જીવનમાં
લાવવી પડશે...
નરસિંહ ને મીરાની ભક્તિ મારા જીવનમાં
ભરવી પડશે...
સંસ્કૃતિના ગોવર્ધનને મારો ટેકો
આપવો જ પડશે...
આજના આ મંગલદિને ભગવાન
શ્રીકૃષ્ણના ગુણોનું પુજન કરી મારા
જીવનમાં લાવવા માટે કટિબદ્ધ થવાનો
સંકલ્પ કરી સાચા અર્થમાં એના
જન્મ દિવસના હકદાર બનીને એના
વિચારો રૂપી માખણની મટકી ફોડી
સમાજ, રાષ્ટ્ર તેમજ જગતના છેલ્લામાં
છેલ્લા માનવને પૃષ્ટ બનાવીએ...
જગતની ચોટલી જે હાથમાં ઝાલીને
બેઠો છે એને હું શું આપી શકું..??
મારી વાણી, મારા વિચાર ને મારા વર્તનમાં
બદલ લાવું એવા આશીર્વાદ માગી કહું છું..
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ...
जीवेत् शरद: सतम्....jn
જે. એન. પટેલ (જગત)
[19/08, 08:36] +91 99989 71823: નીચેનું કૃષ્ણગીત જોવા માટે નીચેની લિંક કલીક કરો.....
https://youtu.be/N8ESLVzGhpo
દુઃખી એવી દુનિયા કરે છે પોકાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
ગોકુળ રડે છે ને મથુરા રડે છે,
ગોપીઓ તારા માટે પડે-આખડે છે;
આ ગાવલડી રડે છે ચોધાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
ભક્તો તને જોવા નેજવા ઢાળે છે,
નિરાશ થઈને નજર પાછી વાળે છે;
એની પીડા સૌને છે અપાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
ભજન કરે છે ને કીર્તન કરે છે,
તને મનાવવા પાગલ થૈને ફરે છે;
એમ સૌને તારો છે આધાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
'સાગર' રામોલિયાનું મન તડપે છે,
રાત-દિન તારા જાપ જપે છે;
એતો બન્યો તારા ગુણ ગાનાર,
કાન તારે આવવાની કેટલી છે વાર.
'સાગર' રામોલિયા
[19/08, 09:31] P Dipaksinh Solanki Anand: *જન્માષ્ટમી*
🔮🔮🔮🔮🔮🔮🔮🔮🔮🔮
કૃષ્ણ જન્મોત્સવ હૃદયમાં થાય તો જન્માષ્ટમી,
મર્મ ગીતાનો ખરો સમજાય તો જન્માષ્ટમી.
અર્થ શું ઉપવાસમાં આરોગતાં પકવાન ભિન્ન ?
અન્ન એવું મન અગર થઈ જાય તો જન્માષ્ટમી.
કૃષ્ણ આકર્ષિત થઈને ભેટવા આવી પડે,
જો સુદામા મિત્ર પણ હરખાય તો જન્માષ્ટમી.
કામ મદ ને ક્રોધનો વધ આપણે કરવો રહ્યો,
કર્મ ભક્તિ જ્ઞાનોપાર્જન થાય તો જન્માષ્ટમી.
'માસભર જુગાર રમવો' કૃષ્ણ તો કહેતા નથી,
તાસનો એ મ્હેલ જો વિખરાય તો જન્માષ્ટમી.
દ્રૌપદીનું થાય જો વસ્ત્રાહરણ અટકાવજો,
કુળ મર્યાદા સતત સચવાય તો જન્માષ્ટમી.
ભેદ રાજા રંકનો મિટાવવો અઘરો નથી,
વિત્તનું માખણ બધે વહેંચાય તો જન્માષ્ટમી.
વિશ્વરૂપ દર્શન તો કરવા દિવ્યચક્ષુ જોઈએ,
દિવ્ય જ્યોતિ "દીપ"ની પથરાય તો જન્માષ્ટમી.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*દીપક સિંહ સોલંકી "દીપ" આણંદ*
[19/08, 09:31] P Dipaksinh Solanki Anand: *જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ પર લખાયેલ ગઝલ*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
કેટલું સહેવું પડ્યું શ્રીકૃષ્ણને પૂછો તમે.
એમના સ્થાને ઘડીભર જાતને મૂકો તમે.
જેલમાં જનમ્યા, મળ્યો માતાપિતાનો પ્રેમ નહિ,
અશ્રુઓ વહેતા રહ્યા જઈને જરા લૂછો તમે.
વ્હાલ વાસુદેવનું ,શું દેવકીનો છે દુલાર?
જઈ યશોદા નંદ પાસે એકડો ઘૂંટો તમે.
ચોર કહેવાયા ,દઈ હકનું બધા ગોવાળને,
આમ મટકી ફોડીને માખણ જરા લૂંટો તમે.
પૂતના માસીનું પણ વિષપાન કરવું છે કઠિન,
ઝેર કાલીનાગનું મનમાંથી તો થૂંકો તમે.
ગાળ નવ્વાણું સહન કરવી રમત છે વાત કંઈ?
શીશ શિશુપાલનું કાપી જરા જુઓ તમે.
શસ્ત્ર નહિ પણ શાસ્ત્રથી અર્જુન ઊભા કરવા હવે,
સારથિ થઈ શંખ તો સંગ્રામનો ફૂંકો તમે.
આ જગતના ભારનો જો કાઢવો અંદાજ હોય,
આંગળી પર આખો ગોવર્ધન કદી ઊંચકો તમે.
સાર ગીતાનો ખરેખર દિવ્ય છે એક જ્ઞાન"દીપ"
વાંચી જીવનમાં ઉતારો, માત્ર ના પૂજો તમે.
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*દીપકસિંહ સોલંકી "દીપ" આણંદ*
[19/08, 10:30] +91 92778 07778: *'હું'*
ની મટકી શું ફૂટી .... ….
*'હૈયું'*
માખણ માખણ થઇ ગયુ .... ....
જન્માષ્ટમીની શુભકામનાઓ..
[19/08, 11:04] Ramesh Bhatt Admin: કદી માધવ કદી મોહન તમારાં નામ છે નોખાં.
કદી માખણ કદી ચોરી તમારાં કામ છે નોખાં.
ભલામાણસ તમારાં આટલાં સરનામાં શાને છે.
કદી ગોકૂળકે દ્વારિકા તમારાં ગામ છે નોખાં.
તમે તો મોરપીંછીને જ પૂરું દિલ દઈ બેઠા.
કદી રાધા કદી મીરાં તણા વિશ્રામ છે નોખા.
સુદામા હેમના મહેલે વિચરતા પાંડવો વનમાં.
કદી વૈભવ કદી તકલીફના આયામ છે નોખા.
વગાડી વાંસળીને પંચજન્ય પણ વગાડ્યો છે.
કદી વિષ્ટી કદી યુદ્ધો બધા સંગ્રામ છે નોખા.
કહે શું કાન તમને કાનમાં ' રશ્મિ' ય આ પર્વે.
કદી ગોપી કદી મટકી બધા અંજામ છે નોખા .
- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.
[19/08, 11:09] +91 99095 25538: જન્માષ્ટમીના જય શ્રીકૃષ્ણ!
જાગૃત અવસ્થામાં જ અણસાર આવે.
મને મારા કૃષ્ણ પ્રભુનો જ વિચાર આવે.
ઈચ્છાઓ સઘળી મારા કહ્યામાં જ રહે,
ને ઓચિંતી હવે સદબુદ્ધિ અપાર આવે.
ઉભો રહું હું વૃદાવનની ગલીમાં એકલો,
એવું બને કે સામે દોડતો કીરતાર આવે.
હવે દાસી બની જાઉં મારા સુંદર વરની,
બન્ને પગમાંથી ઝાંઝરનો ઝણકાર આવે.
ગદગદિત થઈ જાઉં હું ઈશની મુરત સામે,
ને હર્ષનાં આંસુ આંખમાંથી ચોધાર આવે.
વાર તિથિ તારીખ "શ્યામ" ને બધુંયે સરખું,
કૃષ્ણ બોલું ને જન્માષ્ટમીનો તહેવાર આવે.
શામજી માલી રાપર કચ્છ
[19/08, 11:45] Ramesh Bhatt Admin: *કૃષ્ણ ગઝલ*
કૃષ્ણ જન્મ્યો આજ કારાવાસમાં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મા યશોદા અંકમાં લાલો રમે.
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
બાળપણ વીત્યું અનોખું ગોકુળે,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
વ્રજમાં છે રાસલીલા શોભતી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
રાજનીતિ હસ્તિનાપૂરમાં કરી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મોરલી વાગી મથુરામાં સુણો,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
શ્યામ ઘેલી થઈ વળી રાધા અહીં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
ડોલતું જગ કૃષ્ણમય 'ઊર્મિ' થકી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'
[19/08, 11:45] Ramesh Bhatt Admin: *કૃષ્ણ ગઝલ*
કૃષ્ણ જન્મ્યો આજ કારાવાસમાં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મા યશોદા અંકમાં લાલો રમે.
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
બાળપણ વીત્યું અનોખું ગોકુળે,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
વ્રજમાં છે રાસલીલા શોભતી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
રાજનીતિ હસ્તિનાપૂરમાં કરી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મોરલી વાગી મથુરામાં સુણો,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
શ્યામ ઘેલી થઈ વળી રાધા અહીં,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
ડોલતું જગ કૃષ્ણમય 'ઊર્મિ' થકી,
નંદ ઘર આનંદ લ્યો ઉજવાય છે.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'
[19/08, 13:24] +91 99250 25109: મુરલી તો વગાડી જાણી અમે કૃષ્ણ બની
યાચક બનતા ના આવડ્યું , સુદામા બની!
આવ્યાં-રહ્યાં-ગયાં, સ્થાન મુદતી બદલતાં
મુઠી ધાનના મોલ ના જાણ્યા સુદામા બની
🎊⚘️ *"નિમિષ"*⚘️🎊
[19/08, 13:38] +91 81405 02272: *'હું'*
ની મટકી શું ફૂટી .... ….
*'હૈયું'*
માખણ માખણ થઇ ગયુ .... ....
આપ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ..
[19/08, 13:42] +91 99250 25109: નથી રહેતું કાંઈ સહેવાનું
કૃષ્ણ બન્યા પછી
સહજ બની બસ વહેવાનું
કૃષ્ણ બન્યા પછી
સંસારી વલોણે, માખણ તારવાનું
કૃષ્ણ બન્યા પછી
બંસરી સુદર્શન ચલાવી જાણવાનું
કૃષ્ણ બન્યા પછી
⚘️"નિમિષ"⚘️
[19/08, 14:45] +91 99259 76986: *આવજો,*
કાયમ અમારા દ્વારે આવજો,
ગોપી મનના વિચારે આવજો,
અસત્ય માંથી બહાર લાવીને
સદા સત્યના સથવારે આવજો,
વિષનો પ્યાલો અમૃત બનાવીને
મીરાંના સંકટ સંહારે આવજો,
આવજો ભગતની લાજ રાખવા
નરસૈંયાની જેમ વહારે આવજો,
આશના નિત નવા સૂરજ ઉગાડી
'ભાવુક'ની રોજ સવારે આવજો,
ભરત ગોસ્વામી "ભાવુક"
અંજાર કચ્છ
[19/08, 18:40] +91 81405 02272: આવી જાય તો પળમાં આવે, એનું કંઈ ઠેકાણું નહીં;
નહિતર જીવનભર તડપાવે, એનું કંઈ ઠેકાણું નહીં.
ગોપીઓનાં વસ્ત્રો ચોરે ને ચોરે એ માખણ પણ,
એ પાછો ગીતા સમજાવે, એનું કંઈ ઠેકાણું નહીં.
- ભરત ભટ્ટ 'પવન'
આ રચના કાજલબેન શાહ ની છે નીચે e nam લખવા વિનંતી
ReplyDelete